Khedaમાં બેફામ ટ્રક ચાલકે એક જ પરિવારના 3 લોકોનો લીધો જીવ,લોકોમાં આક્રોશ

તારાપુર-ધર્મજ હાઈવે પર બની અકસ્માતની ઘટના ટ્રક ચાલકે માતા-પિતા અને પુત્રને કચડયા માણેજ પાસે ટ્રક ચાલકે 3 લોકોને કચડયા ખેડાના તારાપુર-ધર્મજ હાઈવે પર એક જ પરિવારના ત્રણ લોકોના મોતથી અરેટાટી વ્યાપી હતી.સવારના સમયે પરિવાર બાઈક પર છાશ લેવા નિકળ્યો હતો તે સમયે ટ્રકે અડફેટે લેતા ત્રણેય જણાના ઘટના સ્થળે મોત નિપજયા છે.પેટલાદ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી છે,પોલીસે આસપાસના સીસીટીવી પણ જપ્ત કર્યા છે. હાઈવે પર બની ઘટના ખેડાના તારાપુર-ધર્મજ હાઈવે પર કમકમાટી ભરી ઘટના બની હતી.જેમાં માણેજ ગામના એક જ પરિવારના ત્રણ લોકોનો ટ્રકની અડફેટે અકસ્માત થતા મોત થયું છે.સવારના સમયે છાશ લેવા ગયા હતા તે સમયે આ ઘટના બની હતી,ઘટના બનતાની સાથે જ પેટલાદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આસપાસના સીસીટીવી તપાસ કર્યા હતા.ટ્રક ચાલક અકસ્માત કરી ફરાર થયો છે. 21 જૂને સુરેન્દ્રનગરમાં ટ્રકની અડફેટ મોત સુરેન્દ્રનગર લખતર વિરમગામ હાઈવે પર વિઠ્ઠલગઢ નજીક પુરઝડપે જઈ રહેલા ટ્રકે બાઈકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક પર જઈ રહેલા ત્રણ યુવકોના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. ટ્રક ચાલક બાઈક પર ટ્રક ચલાવી ફરાર થઈ ગયો હતો. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક સમસ્યા રાબેતા મુજબ કરી હતી. પોલીસે ફરાર ટ્રક ચાલક સામે ગુનો નોંધીને તેની શોધ હાથધરી છે. 7 જૂને સાબરકાંઠામાં ટ્રકની સાથે કાર અકસ્માત સાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માતનો એક બનાવ બન્યો હતો. ઈડરના નેત્રામલીના પરિવારને ભેટાલી પાસે અકસ્માત નડતાં પરિવારનાં 5 સભ્યોનાં મોત નિપજ્યાં હતા. મૃતકોમાં બે નાની માસૂમ બાળકીઓ પણ સામેલ છે. પરિવારની કાર ટ્રક સાથે અથડાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. એક જ પરિવારનાં 5 સભ્યોનાં મોત બાદ નેત્રામલી ગામ હિબકે ચડયુ હતુ.  

Khedaમાં બેફામ ટ્રક ચાલકે એક જ પરિવારના 3 લોકોનો લીધો જીવ,લોકોમાં આક્રોશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • તારાપુર-ધર્મજ હાઈવે પર બની અકસ્માતની ઘટના
  • ટ્રક ચાલકે માતા-પિતા અને પુત્રને કચડયા
  • માણેજ પાસે ટ્રક ચાલકે 3 લોકોને કચડયા

ખેડાના તારાપુર-ધર્મજ હાઈવે પર એક જ પરિવારના ત્રણ લોકોના મોતથી અરેટાટી વ્યાપી હતી.સવારના સમયે પરિવાર બાઈક પર છાશ લેવા નિકળ્યો હતો તે સમયે ટ્રકે અડફેટે લેતા ત્રણેય જણાના ઘટના સ્થળે મોત નિપજયા છે.પેટલાદ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી છે,પોલીસે આસપાસના સીસીટીવી પણ જપ્ત કર્યા છે.

હાઈવે પર બની ઘટના

ખેડાના તારાપુર-ધર્મજ હાઈવે પર કમકમાટી ભરી ઘટના બની હતી.જેમાં માણેજ ગામના એક જ પરિવારના ત્રણ લોકોનો ટ્રકની અડફેટે અકસ્માત થતા મોત થયું છે.સવારના સમયે છાશ લેવા ગયા હતા તે સમયે આ ઘટના બની હતી,ઘટના બનતાની સાથે જ પેટલાદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આસપાસના સીસીટીવી તપાસ કર્યા હતા.ટ્રક ચાલક અકસ્માત કરી ફરાર થયો છે.

21 જૂને સુરેન્દ્રનગરમાં ટ્રકની અડફેટ મોત

સુરેન્દ્રનગર લખતર વિરમગામ હાઈવે પર વિઠ્ઠલગઢ નજીક પુરઝડપે જઈ રહેલા ટ્રકે બાઈકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક પર જઈ રહેલા ત્રણ યુવકોના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. ટ્રક ચાલક બાઈક પર ટ્રક ચલાવી ફરાર થઈ ગયો હતો. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક સમસ્યા રાબેતા મુજબ કરી હતી. પોલીસે ફરાર ટ્રક ચાલક સામે ગુનો નોંધીને તેની શોધ હાથધરી છે.

7 જૂને સાબરકાંઠામાં ટ્રકની સાથે કાર અકસ્માત

સાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માતનો એક બનાવ બન્યો હતો. ઈડરના નેત્રામલીના પરિવારને ભેટાલી પાસે અકસ્માત નડતાં પરિવારનાં 5 સભ્યોનાં મોત નિપજ્યાં હતા. મૃતકોમાં બે નાની માસૂમ બાળકીઓ પણ સામેલ છે. પરિવારની કાર ટ્રક સાથે અથડાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. એક જ પરિવારનાં 5 સભ્યોનાં મોત બાદ નેત્રામલી ગામ હિબકે ચડયુ હતુ.