World Environment Day: AMCનો 100 દિવસમાં 30 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક

વિશ્વ પર્યાવરણ દિવસને લઈ AMCની મળી બેઠક‘અલગ-અલગ વોર્ડમાં 84 પ્લોટ નક્કી કરાયા’ વન બને અને હરિયાળી રહે તેવું આયોજનઃ દાણી આગામી 5મી જૂનના રોજ આવી રહેલા વિશ્વ પર્યાવરણ દિવસને લઈને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ખાસ આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વખતે કરવામાં આવનાર આયોજનને લઈને મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. બેઠકમાં આગામી વિશ્વ પર્યાવરણ દિવસને આયોજનને લઈને ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે આ વખતે AMC દ્વારા ખાસ આયોજન કરીને 100 દિવસમાં 30 લાખથી વધારે વૃક્ષ વાવીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે 30 લાખ વૃક્ષોનો લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે શહેરમાં અલગ અલગ વોર્ડમાં 84 પ્લોટ આઇડેન્ટીફાઇ કરવામાં આવ્યા છે. શહેરમાં વન બને અને હરિયાળી રહે તેના માટે આયોજન કરવામાં આવ્યું છે. તો સાથે સાથે, મેમોરિયલ પાર્ક પણ બનાવવામાં આવશે. કોઈ મહાનુભાવની તિથિ હોય તે દિવસે વૃક્ષ વાવીને ઉજવણી કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. 5500 સોસાયટીઓએ વૃક્ષ વાવવા માટે ઓનલાઈન રજીસ્ટર કરાવ્યું છે.

World Environment Day: AMCનો 100 દિવસમાં 30 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વિશ્વ પર્યાવરણ દિવસને લઈ AMCની મળી બેઠક
  • ‘અલગ-અલગ વોર્ડમાં 84 પ્લોટ નક્કી કરાયા’
  • વન બને અને હરિયાળી રહે તેવું આયોજનઃ દાણી

આગામી 5મી જૂનના રોજ આવી રહેલા વિશ્વ પર્યાવરણ દિવસને લઈને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ખાસ આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વખતે કરવામાં આવનાર આયોજનને લઈને મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. બેઠકમાં આગામી વિશ્વ પર્યાવરણ દિવસને આયોજનને લઈને ચર્ચા કરવામાં આવી હતી.

બેઠક બાદ અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે આ વખતે AMC દ્વારા ખાસ આયોજન કરીને 100 દિવસમાં 30 લાખથી વધારે વૃક્ષ વાવીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવશે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે 30 લાખ વૃક્ષોનો લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે શહેરમાં અલગ અલગ વોર્ડમાં 84 પ્લોટ આઇડેન્ટીફાઇ કરવામાં આવ્યા છે. શહેરમાં વન બને અને હરિયાળી રહે તેના માટે આયોજન કરવામાં આવ્યું છે. તો સાથે સાથે, મેમોરિયલ પાર્ક પણ બનાવવામાં આવશે. કોઈ મહાનુભાવની તિથિ હોય તે દિવસે વૃક્ષ વાવીને ઉજવણી કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. 5500 સોસાયટીઓએ વૃક્ષ વાવવા માટે ઓનલાઈન રજીસ્ટર કરાવ્યું છે.