Jamnagar News: રેસ્ટોરન્ટનું સીલ તોડી વેપાર શરૂ કરી દેતા 3 સામે ફરિયાદ

જામનગર પોલીસની ફાયર NOC વગર ચાલતા એકમો વિરુદ્ધ કાર્યવાહીપોલીસનું ગેમ ઝોન, શોપીંગ મોલ, સિનેમા હોલ, હોટલો, રેસ્ટોરન્ટોમાં ચેકીંગ પોલીસે 21 સ્થળોએ રેસ્ટોરન્ટ, હોટલો અને ફાસ્ટફુડની દુકાનો સીલ કરાવી રાજકોટના ગેમ ઝોનમાં આગની ઘટના બાદ જામનગર પોલીસ તંત્રએ પણ કડક હાથે કામગીરી હાથ ધરીને શહેરના 21 રેસ્ટોરન્ટો, હોટલો અને ફાસ્ટ ફુડની દુકાનોમાં સીલ મારવાની કાર્યવાહી કરાવી છે. તો ઠેબા ચોકડી નજીક રેસ્ટોરન્ટનું સીલ તોડીને વેપાર-ધંધો શરૂ કરી દેતાં રેસ્ટોરન્ટના સંચાલકો સહિત 3 સામે પોલીસે ફરિયાદ નોંધી છે. જામનગર શહેર વિસ્તારના મનોરંજન હેતુ માટે ચાલતા એન.ઓ.સી.વગરના ગેમ ઝોન, વોટર પાર્ક, મનોરંજન મેળા, સિનેમા હોલ, શોપીંગ મોલ, રેસ્ટોરન્ટ, હોટલ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે એસપી પ્રેમસુખ ડેલુ અને સીટી ડીવાયએસપી જયવિરસિંહ ઝાલાએ થાણા પોલીસ અધિકારીઓને સુચના આપી છે. જેમાં પીઆઈ એન.એ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.એન.રાઠોડએ સ્ટાફને સાથે રાખીને સંબંધિત ઓથોરીટી પાસેથી જરૂરી એનઓસી વગર તેમજ અનલીગલી બાંધકામથી ચાલતા ગેમ ઝોન, વોટર પાર્ક, મનોરંજન મેળા, સિનેમા હોલ, શોપીંગ મોલ, રેસ્ટોરન્ટ, હોટલોનું ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં શહેરના બેઠક રેસ્ટોરન્ટ એન્ડ ફાસ્ટ ફુડ, આર્યા ફાસ્ટ ફુડ, રાધે રાધે ફાસ્ટ ફુડ, ડી.ધ.ઢોસા.કોમ-ચાઈનીસ-પંજાબી-પાઉભાજી, ઢોસા કીંગ, ખોડીયાર હોટલ, સનમ રેસ્ટોરન્ટ, વિજયરાજ ડિલક્સ હોટલ, વૃંદાવન રેસ્ટોરન્ટ, કોફી કલ્ચર રેસ્ટોરન્ટ એન્ડ હોટલ, યેલો પેપર, સુપર ફેમેલી રેસ્ટોરન્ટ, માલધારી હોટલ, સન્ની પાજી ધાબા, સનાતન ફુડ વિલેજ, દ્વારકાધીશ દેશી ભાણુ એન્ડ આઈસ્ક્રીમ પાર્લર, શાંતિ હોટલ દાલબાટી અને રજવાડી ગુજરાતી થાળી, અપના રાજધાની હોટલ, શ્રી ખોડીયાર કાઠીયાવાડી ધાબા, ૫-જી ફેન્સી ઢોસા, ઢોસા હાઉસને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરીને મ્યુ.કોર્પો.ના અધિકારીઓને સાથે રાખીને સીલ કર્યા છે.આ ઉપરાંત શહેરના ભાગોળે ઠેબા ચોકડીથી લાલપુર બાયપાસ જતા જમણી બાજુ આવેલી સુપર ફેમીલી રેસ્ટોરન્ટને મ્યુ.કોર્પો.ના અધિકારીઓએ ગુજરાત ફાયર પ્રિવેન્શન લાઈફ એન્ડ સેફટી મેજર્સ એક્ટ-2013 મુજબ રેસ્ટોરન્ટ શીલ કરી બીજો હુકમ ન થાય ત્યાં સુધી રેસ્ટોરન્ટ બંધ રાખવા સુચના આપીને નોટીસ પાઠવી હતી. તેમ છતાં રેસ્ટોરન્ટના સંચાલકોએ નોટીસનો અનાદર અને અવગણના કરીને આમ જનતાની તથા રેસ્ટોરન્ટમાં કામ કરતા કર્મચારીઓ, સ્ટાફની જીંદગી તેમજ શારીરીક સલામતી જોખમમાં મુકી સીલ તોડીને ધંધો શરૂ કરી દીધો હતો. જે અંગેની મ્યુ.કોર્પો.ના નાયબ કાર્યપાલક ઈજનેર અને એસ્ટેટ અધિકારી નિતિનકુમાર રવીશરણ દિક્ષિતની ફરિયાદ પરથી પંચકોશી બી ડિવિઝન પોલીસે રેસ્ટોરન્ટના સંચાલકો જીતેન્દ્ર કગથરા, વિશાલ ધીરજલાલ કોટલ અને વિરેન ચંદુલાલ બોરા સામે ગુનો નોંધ્યો છે.

Jamnagar News: રેસ્ટોરન્ટનું સીલ તોડી વેપાર શરૂ કરી દેતા 3 સામે ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જામનગર પોલીસની ફાયર NOC વગર ચાલતા એકમો વિરુદ્ધ કાર્યવાહી
  • પોલીસનું ગેમ ઝોન, શોપીંગ મોલ, સિનેમા હોલ, હોટલો, રેસ્ટોરન્ટોમાં ચેકીંગ
  • પોલીસે 21 સ્થળોએ રેસ્ટોરન્ટ, હોટલો અને ફાસ્ટફુડની દુકાનો સીલ કરાવી

રાજકોટના ગેમ ઝોનમાં આગની ઘટના બાદ જામનગર પોલીસ તંત્રએ પણ કડક હાથે કામગીરી હાથ ધરીને શહેરના 21 રેસ્ટોરન્ટો, હોટલો અને ફાસ્ટ ફુડની દુકાનોમાં સીલ મારવાની કાર્યવાહી કરાવી છે. તો ઠેબા ચોકડી નજીક રેસ્ટોરન્ટનું સીલ તોડીને વેપાર-ધંધો શરૂ કરી દેતાં રેસ્ટોરન્ટના સંચાલકો સહિત 3 સામે પોલીસે ફરિયાદ નોંધી છે.


જામનગર શહેર વિસ્તારના મનોરંજન હેતુ માટે ચાલતા એન.ઓ.સી.વગરના ગેમ ઝોન, વોટર પાર્ક, મનોરંજન મેળા, સિનેમા હોલ, શોપીંગ મોલ, રેસ્ટોરન્ટ, હોટલ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે એસપી પ્રેમસુખ ડેલુ અને સીટી ડીવાયએસપી જયવિરસિંહ ઝાલાએ થાણા પોલીસ અધિકારીઓને સુચના આપી છે. જેમાં પીઆઈ એન.એ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.એન.રાઠોડએ સ્ટાફને સાથે રાખીને સંબંધિત ઓથોરીટી પાસેથી જરૂરી એનઓસી વગર તેમજ અનલીગલી બાંધકામથી ચાલતા ગેમ ઝોન, વોટર પાર્ક, મનોરંજન મેળા, સિનેમા હોલ, શોપીંગ મોલ, રેસ્ટોરન્ટ, હોટલોનું ચેકીંગ હાથ ધર્યું હતું.


જેમાં શહેરના બેઠક રેસ્ટોરન્ટ એન્ડ ફાસ્ટ ફુડ, આર્યા ફાસ્ટ ફુડ, રાધે રાધે ફાસ્ટ ફુડ, ડી.ધ.ઢોસા.કોમ-ચાઈનીસ-પંજાબી-પાઉભાજી, ઢોસા કીંગ, ખોડીયાર હોટલ, સનમ રેસ્ટોરન્ટ, વિજયરાજ ડિલક્સ હોટલ, વૃંદાવન રેસ્ટોરન્ટ, કોફી કલ્ચર રેસ્ટોરન્ટ એન્ડ હોટલ, યેલો પેપર, સુપર ફેમેલી રેસ્ટોરન્ટ, માલધારી હોટલ, સન્ની પાજી ધાબા, સનાતન ફુડ વિલેજ, દ્વારકાધીશ દેશી ભાણુ એન્ડ આઈસ્ક્રીમ પાર્લર, શાંતિ હોટલ દાલબાટી અને રજવાડી ગુજરાતી થાળી, અપના રાજધાની હોટલ, શ્રી ખોડીયાર કાઠીયાવાડી ધાબા, ૫-જી ફેન્સી ઢોસા, ઢોસા હાઉસને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરીને મ્યુ.કોર્પો.ના અધિકારીઓને સાથે રાખીને સીલ કર્યા છે.

આ ઉપરાંત શહેરના ભાગોળે ઠેબા ચોકડીથી લાલપુર બાયપાસ જતા જમણી બાજુ આવેલી સુપર ફેમીલી રેસ્ટોરન્ટને મ્યુ.કોર્પો.ના અધિકારીઓએ ગુજરાત ફાયર પ્રિવેન્શન લાઈફ એન્ડ સેફટી મેજર્સ એક્ટ-2013 મુજબ રેસ્ટોરન્ટ શીલ કરી બીજો હુકમ ન થાય ત્યાં સુધી રેસ્ટોરન્ટ બંધ રાખવા સુચના આપીને નોટીસ પાઠવી હતી. તેમ છતાં રેસ્ટોરન્ટના સંચાલકોએ નોટીસનો અનાદર અને અવગણના કરીને આમ જનતાની તથા રેસ્ટોરન્ટમાં કામ કરતા કર્મચારીઓ, સ્ટાફની જીંદગી તેમજ શારીરીક સલામતી જોખમમાં મુકી સીલ તોડીને ધંધો શરૂ કરી દીધો હતો. જે અંગેની મ્યુ.કોર્પો.ના નાયબ કાર્યપાલક ઈજનેર અને એસ્ટેટ અધિકારી નિતિનકુમાર રવીશરણ દિક્ષિતની ફરિયાદ પરથી પંચકોશી બી ડિવિઝન પોલીસે રેસ્ટોરન્ટના સંચાલકો જીતેન્દ્ર કગથરા, વિશાલ ધીરજલાલ કોટલ અને વિરેન ચંદુલાલ બોરા સામે ગુનો નોંધ્યો છે.