Borsadમાં કચરામાથી EVM મળવાને લઈ મોટો ખુલાસો,તલાટીની ઓફિસમાંથી થઈ હતી ચોરી

જાળી તોડી અજાણ્યા શખ્સે EVMની ચોરી કરી હતી ચોરી કરેલા EVM કચરામાં ફેંકી દીધા હોવાનો દાવો કસ્બા તલાટી ઓફિસમાં EVM મૂકવામાં આવ્યા હતા બોરસદ શહેરના ભોભાફળી વિસ્તારમાં આવેલી શાકમાર્કેટ પાછળ કચરાના ઢગલામાંથી મંગળવારે બે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) યુનિટ મળી આવ્યા હતા. બોરસદ તાલુકાના અમિયાદ ગામની પેટાચૂંટણીમાં 6 વર્ષ પૂર્વે આ ઈવીએમ યુનિટ ઉપયોગમાં લેવાયા હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે. બીજી તરફ ઈવીએમ યુનિટ કચરાના ઢગમાં જોવા મળતા સરકારી તંત્ર દોડતું થયું હતું.અધિકારીઓની લાલીયાવાડીઆણંદના બોરસદમાં કચરામાંથી EVM મળવા મુદ્દે તપાસ તેજ થઈ છે.નિયમ પ્રમામે 6 માસમાં EVM વેરહાઉસમાં જમા કરવાના હોય છે.તંત્ર દ્વારા 6 વર્ષ સુધી EVM જમા કરાવાયા જ નહી અને ચૂંટણી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે.જૂની મામલતદાર કચેરીની કસ્બા તલાટી ઓફિસમાં ઈવીએમ મુકવામાં આવ્યા હતા તો કસ્બા તલાટી ઓફિસની પાછળની જાળી તોડી અજાણ્યા ઈસમએ ચોરી કરી ઈવીએમને કચરાના ઢગમાં ફેંકી દીધા હતા.જે તે સમયના ચૂંટણીમાં રોકાયેલા અધિકારીઓએ લાલીયાવાડી દાખવી,અધિકારીઓએ ઈવીએમ બેલેટ મશીન કબાડામાં મૂકી રાખ્યા .વેર હાઉસના અધિકારીઓએ પણ 6 વર્ષ સુધી 3 ઈવીએમ મશીન યાદ જ ના કર્યા,ચૂંટણી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે.પોલીસે ડોગ સ્ક્વોર્ડની મદદથી ચોરી કરનારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.બે ઈવીએમ મળી આવ્યા અમિયાદ ગામમાં પંચાયતના વોર્ડની વર્ષ 2018માં પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં બે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. આ બંને ઉમેદવારોના નામ ધરાવતા ઈવીએમના બે યુનિટ જે-તે સમયે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. જો કે પેટાચૂંટણી યોજયાને 6 વર્ષ જેટલો સમય વીતી ગયા બાદ પેટા ચૂંટણીમાં વપરાયેલા ઈવીએમ યુનિટ તારીખ 2 જુલાઈ 2024ના રોજ બોરસદ શહેરના શાકમાર્કેટ પાછળથી કચરાના ઢગલામાંથી મળી આવતા અનેક તર્ક-વિતર્કો ચર્ચાની એરણે ચઢ્યા છે. બીજી તરફ કચરાનાં ઢગમાં ઈવીએમ યુનિટ પડ્યા હોવાની વાત વાયુવેગે શહેરમાં પ્રસરતા બોરસદના પ્રાંત અધિકારી, મામલતદાર સહિત વહીવટી તંત્રના અધિકારીઓ તુરંત જ બોરસદ શાકમાર્કેટ પાછળ પહોંચી ગયા હતા. પીઆઈને તપાસ કરી રીપોર્ટ આપવા સૂચના આપી ઈવીએમ યુનિટ જેવી અત્યંત મહત્વની ચૂંટણીલક્ષી સામગ્રી આ રીતે કચરાનાં ઢગમાંથી બિનવારસી મળતા વહીવટી તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. બોરસદ ખાતે કચરાંના ઢગમાંથી મળેલા બે બેલેટ યુનિટ 2018ની અમિયાદ ગ્રામ પંચાયત પૈટા ચૂંટણીના કામે વોર્ડ નં.9માં વપરાયા હતા. આ સમગ્ર મામલે કલેક્ટરે તપાસના આદેશ કરતા બોરસદ પ્રાંત અધિકારીએ બંને બેલેટ યુનિટ કબ્જે લઈ બોરસદ શહેરના પીઆઈને તપાસ કરી રીપોર્ટ આપવા સૂચના આપી હતી. સાથે સાથે જિલ્લા કલેક્ટરે ચૂંટણી વખતે ફરજ પરના અધિકારી અને કર્મચારીની વિગતો લઈ તેમને કારણદર્શક નોટિસ પાઠવી ઉચ્ચકક્ષાએ રીપોર્ટ કર્યો હતો.

Borsadમાં કચરામાથી EVM મળવાને લઈ મોટો ખુલાસો,તલાટીની ઓફિસમાંથી થઈ હતી ચોરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જાળી તોડી અજાણ્યા શખ્સે EVMની ચોરી કરી હતી
  • ચોરી કરેલા EVM કચરામાં ફેંકી દીધા હોવાનો દાવો
  • કસ્બા તલાટી ઓફિસમાં EVM મૂકવામાં આવ્યા હતા

બોરસદ શહેરના ભોભાફળી વિસ્તારમાં આવેલી શાકમાર્કેટ પાછળ કચરાના ઢગલામાંથી મંગળવારે બે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) યુનિટ મળી આવ્યા હતા. બોરસદ તાલુકાના અમિયાદ ગામની પેટાચૂંટણીમાં 6 વર્ષ પૂર્વે આ ઈવીએમ યુનિટ ઉપયોગમાં લેવાયા હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે. બીજી તરફ ઈવીએમ યુનિટ કચરાના ઢગમાં જોવા મળતા સરકારી તંત્ર દોડતું થયું હતું.

અધિકારીઓની લાલીયાવાડી

આણંદના બોરસદમાં કચરામાંથી EVM મળવા મુદ્દે તપાસ તેજ થઈ છે.નિયમ પ્રમામે 6 માસમાં EVM વેરહાઉસમાં જમા કરવાના હોય છે.તંત્ર દ્વારા 6 વર્ષ સુધી EVM જમા કરાવાયા જ નહી અને ચૂંટણી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે.જૂની મામલતદાર કચેરીની કસ્બા તલાટી ઓફિસમાં ઈવીએમ મુકવામાં આવ્યા હતા તો કસ્બા તલાટી ઓફિસની પાછળની જાળી તોડી અજાણ્યા ઈસમએ ચોરી કરી ઈવીએમને કચરાના ઢગમાં ફેંકી દીધા હતા.જે તે સમયના ચૂંટણીમાં રોકાયેલા અધિકારીઓએ લાલીયાવાડી દાખવી,અધિકારીઓએ ઈવીએમ બેલેટ મશીન કબાડામાં મૂકી રાખ્યા .વેર હાઉસના અધિકારીઓએ પણ 6 વર્ષ સુધી 3 ઈવીએમ મશીન યાદ જ ના કર્યા,ચૂંટણી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે.પોલીસે ડોગ સ્ક્વોર્ડની મદદથી ચોરી કરનારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.


બે ઈવીએમ મળી આવ્યા

અમિયાદ ગામમાં પંચાયતના વોર્ડની વર્ષ 2018માં પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં બે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. આ બંને ઉમેદવારોના નામ ધરાવતા ઈવીએમના બે યુનિટ જે-તે સમયે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. જો કે પેટાચૂંટણી યોજયાને 6 વર્ષ જેટલો સમય વીતી ગયા બાદ પેટા ચૂંટણીમાં વપરાયેલા ઈવીએમ યુનિટ તારીખ 2 જુલાઈ 2024ના રોજ બોરસદ શહેરના શાકમાર્કેટ પાછળથી કચરાના ઢગલામાંથી મળી આવતા અનેક તર્ક-વિતર્કો ચર્ચાની એરણે ચઢ્યા છે. બીજી તરફ કચરાનાં ઢગમાં ઈવીએમ યુનિટ પડ્યા હોવાની વાત વાયુવેગે શહેરમાં પ્રસરતા બોરસદના પ્રાંત અધિકારી, મામલતદાર સહિત વહીવટી તંત્રના અધિકારીઓ તુરંત જ બોરસદ શાકમાર્કેટ પાછળ પહોંચી ગયા હતા.


પીઆઈને તપાસ કરી રીપોર્ટ આપવા સૂચના આપી

ઈવીએમ યુનિટ જેવી અત્યંત મહત્વની ચૂંટણીલક્ષી સામગ્રી આ રીતે કચરાનાં ઢગમાંથી બિનવારસી મળતા વહીવટી તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. બોરસદ ખાતે કચરાંના ઢગમાંથી મળેલા બે બેલેટ યુનિટ 2018ની અમિયાદ ગ્રામ પંચાયત પૈટા ચૂંટણીના કામે વોર્ડ નં.9માં વપરાયા હતા. આ સમગ્ર મામલે કલેક્ટરે તપાસના આદેશ કરતા બોરસદ પ્રાંત અધિકારીએ બંને બેલેટ યુનિટ કબ્જે લઈ બોરસદ શહેરના પીઆઈને તપાસ કરી રીપોર્ટ આપવા સૂચના આપી હતી. સાથે સાથે જિલ્લા કલેક્ટરે ચૂંટણી વખતે ફરજ પરના અધિકારી અને કર્મચારીની વિગતો લઈ તેમને કારણદર્શક નોટિસ પાઠવી ઉચ્ચકક્ષાએ રીપોર્ટ કર્યો હતો.