Rajkotમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, પાણી ભરાતા મનપાની પોલ ખોલી

વરસાદનું આગમન થતા ધરતીપુત્રોમાં આનંદનો માહોલ યુનિવર્સિટી રોડ તથા કાલાવડ રોડ પર વરસાદ આવ્યો ચોમાસાના પ્રથમ વરસાદના આગમને તંત્રની પોલ ખોલી રાજકોટમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેમાં યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ, 150 ફૂટ રીંગ રોડ, સાધુવાસવાણી રોડ , કોઠી, ચાચોક, રૈયા ચોકડી, નાણાવતી ચોક સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ આવ્યો છે. ધોધમાર વરસાદથી રસ્તા ઉપર પાણી વહેતા થયા છે. તેમજ ગઈકાલે ચોમાસાના પ્રથમ વરસાદના આગમને તંત્રની પોલ ખોલી હતી.શહેરમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો શહેરમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. જેમાં સવારથી અત્યાર સુધીમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તેમજ એક ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે. જેમાં રાજકોટના યાજ્ઞિક રોડ, રામકૃષ્ણ આશ્રમ પાસે પાણી ભરાયા છે. તેમાં મહાનગરપાલિકાની પ્રિમોન્સૂનની વાતો પાણીમાં ગરકાવ થઇ છે. તેમજ ઉપલેટા અને આસપાસના પંથકમાં પણ વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય ઉકડાટ અને બફારા વચ્ચે સોમવારે વરસાદી વાતાવરણ જામ્યુ છે. ચોમાસાના આગમન બાદ ઉપલેટામાં વહેલી સવારે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદનું આગમન થતા ધરતીપુત્રોમાં આનંદનો માહોલ જોવા મળ્યો ઉપલેટા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય પંથકની અંદર વહેલી સવારે વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. વરસાદનું આગમન થતા ધરતીપુત્રોમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે. રાજકોટમાં સતત બીજા દિવસે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. વહેલી સવારથી રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. રાજકોટના પી.ડી.માલવીયા ફાટક પાસે પાણી ભરાતા લોકોને હાલાકી થઇ હતી. વરસાદ બાદ ભૂગર્ભ ગટર ઉભરાવાની શરૂઆત થતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. ભૂગર્ભ ગટર ઉભરાતા રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાયા હતા. ગોંડલ રોડ, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પહેલા વરસાદે રાજકોટ મનપાની પોલ ખોલી હતી. વગળ ચોકડી પાસે વરસાદી પાણી ફરી વળ્યા હતા. માત્ર દોઢ ઈંચ વરસાદમાં રાજકોટ પાણી પાણી થઇ ગયું હતું. પાણીમાં અનેક વાહનો ફસાયા હતા.

Rajkotમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, પાણી ભરાતા મનપાની પોલ ખોલી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વરસાદનું આગમન થતા ધરતીપુત્રોમાં આનંદનો માહોલ
  • યુનિવર્સિટી રોડ તથા કાલાવડ રોડ પર વરસાદ આવ્યો
  • ચોમાસાના પ્રથમ વરસાદના આગમને તંત્રની પોલ ખોલી

રાજકોટમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેમાં યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ, 150 ફૂટ રીંગ રોડ, સાધુવાસવાણી રોડ , કોઠી, ચાચોક, રૈયા ચોકડી, નાણાવતી ચોક સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ આવ્યો છે. ધોધમાર વરસાદથી રસ્તા ઉપર પાણી વહેતા થયા છે. તેમજ ગઈકાલે ચોમાસાના પ્રથમ વરસાદના આગમને તંત્રની પોલ ખોલી હતી.

શહેરમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો

શહેરમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. જેમાં સવારથી અત્યાર સુધીમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તેમજ એક ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે. જેમાં રાજકોટના યાજ્ઞિક રોડ, રામકૃષ્ણ આશ્રમ પાસે પાણી ભરાયા છે. તેમાં મહાનગરપાલિકાની પ્રિમોન્સૂનની વાતો પાણીમાં ગરકાવ થઇ છે. તેમજ ઉપલેટા અને આસપાસના પંથકમાં પણ વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય ઉકડાટ અને બફારા વચ્ચે સોમવારે વરસાદી વાતાવરણ જામ્યુ છે. ચોમાસાના આગમન બાદ ઉપલેટામાં વહેલી સવારે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

વરસાદનું આગમન થતા ધરતીપુત્રોમાં આનંદનો માહોલ જોવા મળ્યો

ઉપલેટા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય પંથકની અંદર વહેલી સવારે વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. વરસાદનું આગમન થતા ધરતીપુત્રોમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે. રાજકોટમાં સતત બીજા દિવસે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. વહેલી સવારથી રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. રાજકોટના પી.ડી.માલવીયા ફાટક પાસે પાણી ભરાતા લોકોને હાલાકી થઇ હતી. વરસાદ બાદ ભૂગર્ભ ગટર ઉભરાવાની શરૂઆત થતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. ભૂગર્ભ ગટર ઉભરાતા રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાયા હતા. ગોંડલ રોડ, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પહેલા વરસાદે રાજકોટ મનપાની પોલ ખોલી હતી. વગળ ચોકડી પાસે વરસાદી પાણી ફરી વળ્યા હતા. માત્ર દોઢ ઈંચ વરસાદમાં રાજકોટ પાણી પાણી થઇ ગયું હતું. પાણીમાં અનેક વાહનો ફસાયા હતા.