LIVE : રામતલિયા અને ગાંગડીયા નદીમાં આવ્યું ધોડાપૂર, નડાબેટના રણમાં નીર, સુઇગામમાં ધોધમાર વરસાદ

Gujarat Rain update: ગુજરાતમાં અષાઢ પૂર્વે જ મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં 206 તાલુકામાં શ્રીકાર વર્ષા થઈ છે. ત્યારે આજે રાજ્યના આઠ જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે.  સોમવારે 206 તાલુકામાં 8 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જૂનાગઢના કેશોદમાં સૌથી વધુ 8.25 ઈંચ, દ્વારકાના ખંભાળિયામાં 8 ઈંચ, જ્યારે જૂનાગઢના વંથલી, માણાવદર અને દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 7 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.• Gujarat Rain Live Update12.10 PM217 તાલુકા વરસાદથી તરબોળગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી દીધી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 22 મિ.મી નોંધાયો છે. રાજ્યમાં સવારે છ વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 135 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અરવલ્લીના ભીલોડામાં નોંધાયો છે.12.05 PMબનાસકાંઠાના સરહદી કાંઠે આવેલા સુઇગામમાં ધોધમાર વરસાદ ખાબકતાં નડાબેટના રણમાં નવા નીર ભરાયા છે. ભારત પાકિસ્તાન બોર્ડર પાસે આવેલા નડાબેટના રણમાં પાણી આવતાં હાલ અદભૂત નજારો સર્જાયો છે.11.30 PMજૂનાગઢમાં શાળા કોલેજોમાં રજા જાહેરસૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન થયા છે. ત્યારે જૂનાગઢ શહેરમાં ભારે વરસાદની આગાહીને પગલે નીચાણવાળા તમામ વિસ્તારોને સાવચેત કરાયા છે. આ ઉપરાંત તંત્ર દ્વારા ભારે વરસાદને પગલે શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. બીજી તરફ ડાંગ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થતા કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે. વઘઈ, આહવા, સુબિર તથા સાપુતારામાં અડધાથી એક ઇંચ વરસાદ નોંધાયો છે. 09.45 AMરાજકોટના નાની પરબડી ગામે ફૂલઝર નદીમાં પૂર આવતા કોઝ વે પર કાર ફસાઈ09.30 AMનર્મદા જિલ્લામાં તંત્રની તૈયારીગુજરાતમાં આજે અનેક જિલ્લામાં વરસાદની શક્યતા છે. ત્યારે નર્મદા જિલ્લામાં વરસાદની આગાહીને પગલે તંત્રએ તૈયારી કરી લીધી છે. આ માટે જિલ્લામાં NDRF અને SDRFની ટીમ સ્ટેન્ડ બાય રખાય છે.09.05 AMઆજે આ જિલ્લામાં ભારે વરસાદની ચેતવાણી09.00 AMભારે વરસાદને પગલે વહીવટી તંત્રનો નિર્ણયભારે વરસાદને અનુલક્ષીને સુરક્ષાના ભાગરૂપે આજે નવસારી અને જલાલપોર તાલુકાઓના આંગણવાડી, શાળાઓ, કોલેજો, ITI બંધ રાખવાનો વડીવટી તંત્રએ નિર્ણય કર્યો છે. બાકીના તાલુકાઓમાં સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવામાં આવશે.  08.45 AMરામતલિયા નદીમાં આવ્યું ધોડાપૂરઆજે વહેલી સવારથી જ અમરેલીના રાજુલા, જાફરાબાદ, ખાંભામાં પવન સાથે ધોધમાર વરસાદ શરુ થયો છે. રાજુલાના ડુંગર, મોરંગી, માંડળ, વિકટર, કુંભારીયા, દેવકા સહિત ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે મોરંગી ગામની રામતલિયા નદીમાં આવ્યું ધોડાપૂર.08.30 AMસોરઠ પંથક પાણી પાણી થઈ ગયું સૌરાષ્ટ્રમાં હજુ અષાઢ તો બાકી છે ત્યારે જેઠ માસના કૃષ્ણપક્ષમાં સોમવાર (01 જૂલાઈ)ના આરંભ સાથે મેઘરાજા મન મુકીને વરસી પડયા હતા અને સમગ્ર સૌરાષ્ટ્રને જળબંબોળ કરી દીધું હતું. સૌથી વધુ જુનાગઢ જિલ્લાના તમામ તાલુકામાં અનેક સ્થળે 10 ઈંચ સહિત વ્યાપક ભારે વરસાદ ખાબક્યો હતો. જેમાં માણાવદરમાં ગત રાત્રિથી આજ સાંજ સુધીમાં 15 ઈંચ મુશળધાર વરસાદ વરસતા સોરઠ પંથક પાણી પાણી થઈ ગયું હતું. મેઘરાજાએ સૌરાષ્ટ્રને જળબંબાકાર કર્યુંઆ ઉપરાંત દેવભુમિ દ્વારકા જિલ્લામાં પણ યાત્રાધામ દ્વારકામાં 10 ઈંચ સહિત ભારે વરસાદ થયો છે. રાજકોટ જિલ્લામાં ખાસ કરીને ધોરાજી, ઉપલેટા, જેતપુર, ગોંડલ પંથકમા૨થી 8 ઈંચ મુશળધાર વરસાદ વરસ્યો હતો. રાજકોટ શહેર આસપાસ એક ઈંચ વરસાદ તેમજ જામનગર જિલ્લામાં વ્યાપક એકથી ચાર ઈંચ, મોરબી, ટંકારા સહિત જિલ્લામાં ત્રણથી ચાર ઈંચ, અમરેલી જિલ્લામાં 3 ઈંચ સુધી વ્યાપક વરસાદ સાથે સમગ્ર સૌરાષ્ટ્ર પર સોમવારે જળધોધ વરસાવીને મેઘરાજાએ જળબંબાકાર કર્યું હતું.આજે કેવો રહેશે વરસાદી માહોલહવામાન વિભાગે મંગળવાર (2 જુલાઈ)ના દિવસે વરસાદી સ્થિતિ વિશે જણાવ્યું છે કે, રાજ્યમાં અતિભારે વરસાદ રહેશે. જેમાં સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જામનગર, પોરબંદર, અમરેલી, દ્વારકા, કચ્છ સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદ પડી શકે છે. જ્યારે અન્ય સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, દીવમાં મોટી માત્રામાં વરસાદની પડવાની આગાહી કરવામાં આવી છે. આ સિવાયના મોટાભાગના જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

LIVE : રામતલિયા અને ગાંગડીયા નદીમાં આવ્યું ધોડાપૂર, નડાબેટના રણમાં નીર, સુઇગામમાં ધોધમાર વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Gujarat Rain update: ગુજરાતમાં અષાઢ પૂર્વે જ મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં 206 તાલુકામાં શ્રીકાર વર્ષા થઈ છે. ત્યારે આજે રાજ્યના આઠ જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે.  સોમવારે 206 તાલુકામાં 8 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જૂનાગઢના કેશોદમાં સૌથી વધુ 8.25 ઈંચ, દ્વારકાના ખંભાળિયામાં 8 ઈંચ, જ્યારે જૂનાગઢના વંથલી, માણાવદર અને દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 7 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.

Gujarat Rain Live Update

12.10 PM

217 તાલુકા વરસાદથી તરબોળ

ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી દીધી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 22 મિ.મી નોંધાયો છે. રાજ્યમાં સવારે છ વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 135 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અરવલ્લીના ભીલોડામાં નોંધાયો છે.

12.05 PM

બનાસકાંઠાના સરહદી કાંઠે આવેલા સુઇગામમાં ધોધમાર વરસાદ ખાબકતાં નડાબેટના રણમાં નવા નીર ભરાયા છે. ભારત પાકિસ્તાન બોર્ડર પાસે આવેલા નડાબેટના રણમાં પાણી આવતાં હાલ અદભૂત નજારો સર્જાયો છે.

11.30 PM

જૂનાગઢમાં શાળા કોલેજોમાં રજા જાહેર

સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન થયા છે. ત્યારે જૂનાગઢ શહેરમાં ભારે વરસાદની આગાહીને પગલે નીચાણવાળા તમામ વિસ્તારોને સાવચેત કરાયા છે. આ ઉપરાંત તંત્ર દ્વારા ભારે વરસાદને પગલે શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. બીજી તરફ ડાંગ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થતા કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે. વઘઈ, આહવા, સુબિર તથા સાપુતારામાં અડધાથી એક ઇંચ વરસાદ નોંધાયો છે. 

09.45 AM

રાજકોટના નાની પરબડી ગામે ફૂલઝર નદીમાં પૂર આવતા કોઝ વે પર કાર ફસાઈ

09.30 AM

નર્મદા જિલ્લામાં તંત્રની તૈયારી

ગુજરાતમાં આજે અનેક જિલ્લામાં વરસાદની શક્યતા છે. ત્યારે નર્મદા જિલ્લામાં વરસાદની આગાહીને પગલે તંત્રએ તૈયારી કરી લીધી છે. આ માટે જિલ્લામાં NDRF અને SDRFની ટીમ સ્ટેન્ડ બાય રખાય છે.

09.05 AM

આજે આ જિલ્લામાં ભારે વરસાદની ચેતવાણી


09.00 AM

ભારે વરસાદને પગલે વહીવટી તંત્રનો નિર્ણય

ભારે વરસાદને અનુલક્ષીને સુરક્ષાના ભાગરૂપે આજે નવસારી અને જલાલપોર તાલુકાઓના આંગણવાડી, શાળાઓ, કોલેજો, ITI બંધ રાખવાનો વડીવટી તંત્રએ નિર્ણય કર્યો છે. બાકીના તાલુકાઓમાં સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવામાં આવશે. 

08.45 AM

રામતલિયા નદીમાં આવ્યું ધોડાપૂર

આજે વહેલી સવારથી જ અમરેલીના રાજુલા, જાફરાબાદ, ખાંભામાં પવન સાથે ધોધમાર વરસાદ શરુ થયો છે. રાજુલાના ડુંગર, મોરંગી, માંડળ, વિકટર, કુંભારીયા, દેવકા સહિત ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે મોરંગી ગામની રામતલિયા નદીમાં આવ્યું ધોડાપૂર.

08.30 AM

સોરઠ પંથક પાણી પાણી થઈ ગયું 

સૌરાષ્ટ્રમાં હજુ અષાઢ તો બાકી છે ત્યારે જેઠ માસના કૃષ્ણપક્ષમાં સોમવાર (01 જૂલાઈ)ના આરંભ સાથે મેઘરાજા મન મુકીને વરસી પડયા હતા અને સમગ્ર સૌરાષ્ટ્રને જળબંબોળ કરી દીધું હતું. સૌથી વધુ જુનાગઢ જિલ્લાના તમામ તાલુકામાં અનેક સ્થળે 10 ઈંચ સહિત વ્યાપક ભારે વરસાદ ખાબક્યો હતો. જેમાં માણાવદરમાં ગત રાત્રિથી આજ સાંજ સુધીમાં 15 ઈંચ મુશળધાર વરસાદ વરસતા સોરઠ પંથક પાણી પાણી થઈ ગયું હતું. 

મેઘરાજાએ સૌરાષ્ટ્રને જળબંબાકાર કર્યું

આ ઉપરાંત દેવભુમિ દ્વારકા જિલ્લામાં પણ યાત્રાધામ દ્વારકામાં 10 ઈંચ સહિત ભારે વરસાદ થયો છે. રાજકોટ જિલ્લામાં ખાસ કરીને ધોરાજી, ઉપલેટા, જેતપુર, ગોંડલ પંથકમા૨થી 8 ઈંચ મુશળધાર વરસાદ વરસ્યો હતો. રાજકોટ શહેર આસપાસ એક ઈંચ વરસાદ તેમજ જામનગર જિલ્લામાં વ્યાપક એકથી ચાર ઈંચ, મોરબી, ટંકારા સહિત જિલ્લામાં ત્રણથી ચાર ઈંચ, અમરેલી જિલ્લામાં 3 ઈંચ સુધી વ્યાપક વરસાદ સાથે સમગ્ર સૌરાષ્ટ્ર પર સોમવારે જળધોધ વરસાવીને મેઘરાજાએ જળબંબાકાર કર્યું હતું.

આજે કેવો રહેશે વરસાદી માહોલ

હવામાન વિભાગે મંગળવાર (2 જુલાઈ)ના દિવસે વરસાદી સ્થિતિ વિશે જણાવ્યું છે કે, રાજ્યમાં અતિભારે વરસાદ રહેશે. જેમાં સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જામનગર, પોરબંદર, અમરેલી, દ્વારકા, કચ્છ સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદ પડી શકે છે. જ્યારે અન્ય સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, દીવમાં મોટી માત્રામાં વરસાદની પડવાની આગાહી કરવામાં આવી છે. આ સિવાયના મોટાભાગના જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.