Rajkot TRP Game-Zone: અગ્નિકાંડને લઈ સૌથી મોટો ખુલાસો! દુર્ઘટનાનું કારણ દારૂની રેલમછેલ

રાજકોટ TRP ગેમિંગ ઝોન સંચાલકોની ઓફિસમાંથી મળી બિયર સંદેશ ન્યૂઝ દ્વારા તપાસ કરતા મળી બિયરની પેટીઓ બિયરની પેટ્ટી મળી આવતા અનેક પ્રશ્નો ઉઠ્યારાજકોટ TRP ગેમિંગ ઝોન સંચાલકોની ઓફિસમાંથી બિયરના ટીન મળી આવતા ખળભળાટ મચી ગયો છે. સંચાલકોની ઓફિસમાં એક બે નહીં પરંતુ પુરા બિયરની પેટ્ટી મળી આવતા અનેક પ્રશ્નો ઉઠ્યા છે. બ્રાન્ડેડ કંપનીના બિયરના ટીન મળી આવતા પોલીસમાં દોડધામ મચી ગઈ છે.રાજકોટ અગ્નિકાંડમાં 28 લોકોની જિંદગી હણાઈ ચૂકી છે. જે ગેમ ઝોનમાં તેઓ મોઝ મસ્તી કરવા આવ્યા હતા, તે તેમના મોતનું કારણ બની. ગુજરાતના માથે વધુ એક દુર્ઘટનાનું કલંક લાગ્યું છે. પરંતુ દુખ એ બાબતનું છે કે આ માનવસર્જિત દુર્ઘટના છે. રાજકોટની આગ કરુણાંતિકામાં 9 બાળકો સહિત 28 ભૂંજાયા છે. બેજવાબદારીથી ચાલતા વેલ્ડીંગથી આગ ભડકી હોવાનું પ્રાથમિક તારણ છે. TRP ગેમ ઝોનના સંચાલકોની અનેક ભૂલો હોવા છતાં તેમની ઓફિસમાંથી વધુ એક ઘટસ્ફોટ થયો છે.રાજકોટ ગેમઝોનમાં અગ્નિકાંડને લઈ સૌથી મોટો ખુલાસો થયો છે. ધવલ કોર્પોરેશનની ઓફિસમાંથી નશાનો સામાન મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ધવલ કોર્પોરેશનનો માલિક આરોપી પ્રકાશ જૈન છે. જાણવા મળી રહ્યું છે કે, ઓફિસની અંદરથી જ બિયરોની પેટ્ટીઓ મળતા લાગી રહ્યું છે કે, ગોમઝોનમાં માલિકો મોટી- મોટી પાર્ટીઓ કરતા હોવાનું અનુમાન લગાવામાં આવ્યું છે. TRP મોલ ગેમિંગ ઝોન સંચાલકોની ઓફિસમાંથી બિયરના ટીન મળી આવતા ખળભળાટ મચી ગયો છે. સંચાલકોની ઓફિસમાં એક બે નહીં પરંતુ પુરા 8 ટીન બિયર મળી આવતા અનેક પ્રશ્નો ઉઠ્યા છે. બ્રાન્ડેડ કંપનીના બિયરના ટીન મળી આવતા પોલીસમાં દોડધામ મચી ગઈ છે. કાયદેસરની પરમીટ દ્વારા બિયર ખરીદાયા હોવાની શક્યતા જોવામાં આવી રહી છે. પોલીસ તપાસ કરી રહી છે કે કોના નામની પરમીટ, કોના ઉપયોગ માટે ગેમિંગ ઝોન ઓફિસમાં ટીન લવાયા એ તપાસનો વિષય બન્યો છે. 

Rajkot TRP Game-Zone: અગ્નિકાંડને લઈ સૌથી મોટો ખુલાસો! દુર્ઘટનાનું કારણ દારૂની રેલમછેલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટ TRP ગેમિંગ ઝોન સંચાલકોની ઓફિસમાંથી મળી બિયર 
  • સંદેશ ન્યૂઝ દ્વારા તપાસ કરતા મળી બિયરની પેટીઓ 
  • બિયરની પેટ્ટી મળી આવતા અનેક પ્રશ્નો ઉઠ્યા

રાજકોટ TRP ગેમિંગ ઝોન સંચાલકોની ઓફિસમાંથી બિયરના ટીન મળી આવતા ખળભળાટ મચી ગયો છે. સંચાલકોની ઓફિસમાં એક બે નહીં પરંતુ પુરા બિયરની પેટ્ટી મળી આવતા અનેક પ્રશ્નો ઉઠ્યા છે. બ્રાન્ડેડ કંપનીના બિયરના ટીન મળી આવતા પોલીસમાં દોડધામ મચી ગઈ છે.

રાજકોટ અગ્નિકાંડમાં 28 લોકોની જિંદગી હણાઈ ચૂકી છે. જે ગેમ ઝોનમાં તેઓ મોઝ મસ્તી કરવા આવ્યા હતા, તે તેમના મોતનું કારણ બની. ગુજરાતના માથે વધુ એક દુર્ઘટનાનું કલંક લાગ્યું છે. પરંતુ દુખ એ બાબતનું છે કે આ માનવસર્જિત દુર્ઘટના છે. રાજકોટની આગ કરુણાંતિકામાં 9 બાળકો સહિત 28 ભૂંજાયા છે. બેજવાબદારીથી ચાલતા વેલ્ડીંગથી આગ ભડકી હોવાનું પ્રાથમિક તારણ છે. TRP ગેમ ઝોનના સંચાલકોની અનેક ભૂલો હોવા છતાં તેમની ઓફિસમાંથી વધુ એક ઘટસ્ફોટ થયો છે.

રાજકોટ ગેમઝોનમાં અગ્નિકાંડને લઈ સૌથી મોટો ખુલાસો થયો છે. ધવલ કોર્પોરેશનની ઓફિસમાંથી નશાનો સામાન મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ધવલ કોર્પોરેશનનો માલિક આરોપી પ્રકાશ જૈન છે. જાણવા મળી રહ્યું છે કે, ઓફિસની અંદરથી જ બિયરોની પેટ્ટીઓ મળતા લાગી રહ્યું છે કે, ગોમઝોનમાં માલિકો મોટી- મોટી પાર્ટીઓ કરતા હોવાનું અનુમાન લગાવામાં આવ્યું છે. 

TRP મોલ ગેમિંગ ઝોન સંચાલકોની ઓફિસમાંથી બિયરના ટીન મળી આવતા ખળભળાટ મચી ગયો છે. સંચાલકોની ઓફિસમાં એક બે નહીં પરંતુ પુરા 8 ટીન બિયર મળી આવતા અનેક પ્રશ્નો ઉઠ્યા છે. બ્રાન્ડેડ કંપનીના બિયરના ટીન મળી આવતા પોલીસમાં દોડધામ મચી ગઈ છે. કાયદેસરની પરમીટ દ્વારા બિયર ખરીદાયા હોવાની શક્યતા જોવામાં આવી રહી છે. પોલીસ તપાસ કરી રહી છે કે કોના નામની પરમીટ, કોના ઉપયોગ માટે ગેમિંગ ઝોન ઓફિસમાં ટીન લવાયા એ તપાસનો વિષય બન્યો છે.