Amareli: LCBએ 6 મોટર સાઈકલ ચોરીઓનો ભેદ ઉકેલ્યો, રૂ.2.18 લાખનો મુદ્દામાલ જપ્ત

અમરેલી, ભાવનગર જિલ્લામાં થયેલી 6 મોટર સાઈકલ ચોરીઓનો ભેદ ઉકેલાયોસાવકુંડલાના શખસ પાસેથી 6 વાહન સહિત રૂ.218 લાખનો મુદ્દામાલ જપ્તગેંગને ઝડપીને અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે કાર્યવાહી હાથ ધરીઅમરેલી તેમજ ભાવનગર જિલ્લામાં થયેલી જુદી જુદી 6 મોટરસાયકલની ચોરીઓનો ભેદ ઉકેલાયો છે અને અમરેલી એલસીબીની ટીમ દ્વારા સાવરકુંડલાના શખસને ઝડપી લેવામાં આવ્યો છે. તેની પાસેથી ચોરાયેલો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો હતો.અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ. પટેલ અને ટીમ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હતી તે દરમિયાન બાતમી મળી હતી કે સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે હાલ રહેતો વિપુલ રણછોડભાઈ સરવૈયાએ પોતાના રહેણાક મકાને ચોરીના મોટર સાયકલ રાખ્યા છે જેના આધારે રેઇડ દરમિયાન ૬ ચોરીના મોટર સાયકલ સાથે પકડી પાડી અમરેલી તથા ભાવનગર જિલ્લા સહિત કુલ 6 મોટર સાયકલ ચોરીઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. આરોપી વિપુલ રણછોડભાઈ સરવૈયા, ઉ.વ.૨૩, રહે.ગાધકડા, રામજી મંદીર વાળી શેરી, તા.સાવરકુંડલા, જિ.અમરેલી મુળ રહે.બીલડી, તા.મહુવા, જિ.ભાવનગરવાળાએ અમરેલી, લીલીયા, રાજુલા, જાફરાબાદ, ભાવનગર જિલ્લાના ગારિયાધાર સહિતના સ્થળોએથી ચોરી કરી હતી. જે તમામ 6 ચોરીઓમાં ગયેલા કુલ 6 મોટર સાઈકલ જેની કિ.રૂ. 2 લાખ 18 હજારનો પણ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Amareli: LCBએ 6 મોટર સાઈકલ ચોરીઓનો ભેદ ઉકેલ્યો, રૂ.2.18 લાખનો મુદ્દામાલ જપ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમરેલી, ભાવનગર જિલ્લામાં થયેલી 6 મોટર સાઈકલ ચોરીઓનો ભેદ ઉકેલાયો
  • સાવકુંડલાના શખસ પાસેથી 6 વાહન સહિત રૂ.218 લાખનો મુદ્દામાલ જપ્ત
  • ગેંગને ઝડપીને અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે કાર્યવાહી હાથ ધરી

અમરેલી તેમજ ભાવનગર જિલ્લામાં થયેલી જુદી જુદી 6 મોટરસાયકલની ચોરીઓનો ભેદ ઉકેલાયો છે અને અમરેલી એલસીબીની ટીમ દ્વારા સાવરકુંડલાના શખસને ઝડપી લેવામાં આવ્યો છે. તેની પાસેથી ચોરાયેલો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો હતો.

અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ. પટેલ અને ટીમ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હતી તે દરમિયાન બાતમી મળી હતી કે સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે હાલ રહેતો વિપુલ રણછોડભાઈ સરવૈયાએ પોતાના રહેણાક મકાને ચોરીના મોટર સાયકલ રાખ્યા છે જેના આધારે રેઇડ દરમિયાન ૬ ચોરીના મોટર સાયકલ સાથે પકડી પાડી અમરેલી તથા ભાવનગર જિલ્લા સહિત કુલ 6 મોટર સાયકલ ચોરીઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી.

આરોપી વિપુલ રણછોડભાઈ સરવૈયા, ઉ.વ.૨૩, રહે.ગાધકડા, રામજી મંદીર વાળી શેરી, તા.સાવરકુંડલા, જિ.અમરેલી મુળ રહે.બીલડી, તા.મહુવા, જિ.ભાવનગરવાળાએ અમરેલી, લીલીયા, રાજુલા, જાફરાબાદ, ભાવનગર જિલ્લાના ગારિયાધાર સહિતના સ્થળોએથી ચોરી કરી હતી. જે તમામ 6 ચોરીઓમાં ગયેલા કુલ 6 મોટર સાઈકલ જેની કિ.રૂ. 2 લાખ 18 હજારનો પણ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.