સોશિયલ મિડીયા પર ઇ-સિગારેટનું વેચાણ કરતા યુવકની ધરપકડ

અમદાવાદ, રવિવારઅમદાવાદના ફેતવાડીમાં વિસ્તારમાં રહેતા એક યુવકને  સરખેજ પોલીસે ઝડપીને તેની પાસેથી રૂપિયા સાડા પાંચ લાખની કિંમતની ઇ-સિગારેટ જપ્ત કરી હતી. પ્રાથમિક તપાસમાં તે ઓનલાઇન ઇ સિગારેટનું વેચાણ કરતો હોવાનું જાણવા મળ્યું છે. સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઇ આર કે ધુળિયાના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે  ફતેવાડીમાં આવેલા અકીરા ફ્લેટમાં રહેતો સાહિલ મહંમદહુસૈન ગેરકાયદેસર રીતે ઇ-સિગારેટનું વેચાણ સ્થાનિક બજારમાં તેમજ સોશિયલ મિડીયા મારફતે કરે છે. જેના આધારે દરોડો પાડીને પોલીસે રૂપિયા સાડા પાંચ લાખની કિંમતની  ૫૭૪ જેટલી ઇ-સિગારેટ વેપ જપ્ત કરી હતી. આ અંગે વધુ પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તે અગાઉ સરખેજમા ંચશ્માની દુકાન ધરાવતો હતો. જે દુકાન બંધ થતા મુંબઇ કામ માટે ગયો હતો. જ્યાંથી તેને ઇ-સિગારેટ વેચાણનો વિચાર આવ્યો હતો અને તે મુંબઇથી ઇ-સિગારેટ મંગાવીને  છેલ્લાં દોઢ વર્ષથી  ગેરકાયદેસર વેચાણ કરતો હતો. સાથેસાથે તે ઇન્સ્ટાગ્રામ પર એક પેજ બનાવીને  ત્યાંથી ઓર્ડર લઇને ગ્રાહકનો સપ્લાય કરતો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સોશિયલ મિડીયા પર ઇ-સિગારેટનું વેચાણ કરતા યુવકની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ, રવિવાર


અમદાવાદના ફેતવાડીમાં વિસ્તારમાં રહેતા એક યુવકને  સરખેજ પોલીસે ઝડપીને તેની પાસેથી રૂપિયા સાડા પાંચ લાખની કિંમતની ઇ-સિગારેટ જપ્ત કરી હતી. પ્રાથમિક તપાસમાં તે ઓનલાઇન ઇ સિગારેટનું વેચાણ કરતો હોવાનું જાણવા મળ્યું છે. સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઇ આર કે ધુળિયાના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે  ફતેવાડીમાં આવેલા અકીરા ફ્લેટમાં રહેતો સાહિલ મહંમદહુસૈન ગેરકાયદેસર રીતે ઇ-સિગારેટનું વેચાણ સ્થાનિક બજારમાં તેમજ સોશિયલ મિડીયા મારફતે કરે છે. જેના આધારે દરોડો પાડીને પોલીસે રૂપિયા સાડા પાંચ લાખની કિંમતની  ૫૭૪ જેટલી ઇ-સિગારેટ વેપ જપ્ત કરી હતી. આ અંગે વધુ પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તે અગાઉ સરખેજમા ંચશ્માની દુકાન ધરાવતો હતો. જે દુકાન બંધ થતા મુંબઇ કામ માટે ગયો હતો. જ્યાંથી તેને ઇ-સિગારેટ વેચાણનો વિચાર આવ્યો હતો અને તે મુંબઇથી ઇ-સિગારેટ મંગાવીને  છેલ્લાં દોઢ વર્ષથી  ગેરકાયદેસર વેચાણ કરતો હતો. સાથેસાથે તે ઇન્સ્ટાગ્રામ પર એક પેજ બનાવીને  ત્યાંથી ઓર્ડર લઇને ગ્રાહકનો સપ્લાય કરતો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.