Gujarat Rains: રાજ્યમાં આજે 169 તાલુકાઓમાં વરસાદ, લાખણીમાં સૌથી વધુ 9 ઈંચ

રાજ્યના 40 તાલુકાઓમાં 1 ઈંચ કરતા વધુ વરસાદબહુચરાજીમાં 4 ઈંચ, ચીખલીમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો રાજ્યમાં આગામી 4થી 5 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી મુજબ જ રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં આજે 169 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના લાખણીમાં સૌથી વધુ 9 ઈંચ વરસાદ વરસ્યો છે. ત્યારે બહુચરાજીમાં 4 ઈંચ, ચીખલીમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. 40 તાલુકાઓમાં 1 ઈંચ કરતા વધુ વરસાદ રાજ્યના 12 તાલુકાઓમાં 2 ઈંચ કરતા વધુ વરસાદ અને 40 તાલુકાઓમાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે વાવમાં 3 ઇંચ, સુઈગામમાં 2 ઈંચ વરસાદ, વઘઈમાં 2.5 ઈંચ, વાસદમાં 2.5 ઈંચ વરસાદ, સિધ્ધપુરમાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં આગામી 4થી 5 દિવસ ભારે વરસાદની આગાહી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 4થી 5 દિવસ ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં 2 દિવસ વરસાદની આગાહી છે. ત્યારે ઈન્ચાર્જ રાહત કમિશનર જેનુ દીવાને જણાવ્યું કે જૂનાગઢમાં પાણી ભરાતા કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા છે પણ હવે પાણીનો નિકાસ શરૂ થઈ ગયો છે અને જિલ્લા તંત્રને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. હાલમાં 20 જેટલા ગામોમાં પાણીને લઈ રસ્તાઓ બંધ છે. સાંજે અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ અમદાવાદના અનેક વિસ્તારમાં સાંજે વરસાદ વરસ્યો છે. શહેરના પાંજરાપોળ,સાબરમતી, બોડકદેવ, એસ.જી.હાઈવે, વસ્ત્રાપુર, થલતેજ, સિંધુભવન, ગોતા, ઈસ્કોન ચાર રસ્તા, ચાંદલોડીયા અને ઘાટલોડીયા સહિત ઘણા વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે.

Gujarat Rains: રાજ્યમાં આજે 169 તાલુકાઓમાં વરસાદ, લાખણીમાં સૌથી વધુ 9 ઈંચ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજ્યના 40 તાલુકાઓમાં 1 ઈંચ કરતા વધુ વરસાદ
  • બહુચરાજીમાં 4 ઈંચ, ચીખલીમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો
  • રાજ્યમાં આગામી 4થી 5 દિવસ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ જ રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં આજે 169 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના લાખણીમાં સૌથી વધુ 9 ઈંચ વરસાદ વરસ્યો છે. ત્યારે બહુચરાજીમાં 4 ઈંચ, ચીખલીમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે.

40 તાલુકાઓમાં 1 ઈંચ કરતા વધુ વરસાદ

રાજ્યના 12 તાલુકાઓમાં 2 ઈંચ કરતા વધુ વરસાદ અને 40 તાલુકાઓમાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે વાવમાં 3 ઇંચ, સુઈગામમાં 2 ઈંચ વરસાદ, વઘઈમાં 2.5 ઈંચ, વાસદમાં 2.5 ઈંચ વરસાદ, સિધ્ધપુરમાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં આગામી 4થી 5 દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 4થી 5 દિવસ ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં 2 દિવસ વરસાદની આગાહી છે. ત્યારે ઈન્ચાર્જ રાહત કમિશનર જેનુ દીવાને જણાવ્યું કે જૂનાગઢમાં પાણી ભરાતા કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા છે પણ હવે પાણીનો નિકાસ શરૂ થઈ ગયો છે અને જિલ્લા તંત્રને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. હાલમાં 20 જેટલા ગામોમાં પાણીને લઈ રસ્તાઓ બંધ છે.

સાંજે અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ

અમદાવાદના અનેક વિસ્તારમાં સાંજે વરસાદ વરસ્યો છે. શહેરના પાંજરાપોળ,સાબરમતી, બોડકદેવ, એસ.જી.હાઈવે, વસ્ત્રાપુર, થલતેજ, સિંધુભવન, ગોતા, ઈસ્કોન ચાર રસ્તા, ચાંદલોડીયા અને ઘાટલોડીયા સહિત ઘણા વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે.