Gujarat News: PM modiના પ્રવાસનો બીજો દિવસ, જાણો શું છે સમગ્ર કાર્યક્રમ

સવાર 11 કલાકે આણંદના શાસ્ત્રી મેદાનમાં નરેન્દ્ર મોદીની સભા યોજાશે બપોરે 1 વાગ્યે સુરેન્દ્રનગરમાં સભા સંબોધશે બપોરે 3 વાગ્યે જુનાગઢમાં ચૂંટણી સભા ગજવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. જેમાં આજે પણ નરેન્દ્ર મોદી ભાજપના ઉમેદવારોનો જંગી પ્રચાર કરશે. કુલ 4 શહેરોમાં નરેન્દ્ર મોદીની સભા છે. તેમાં સવારે 11 કલાકે આણંદના શાસ્ત્રી મેદાનમાં નરેન્દ્ર મોદીની સભા યોજાશે. તેમજ આણંદના ઉમેદવાર મિતેષ પટેલ, ખેડાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ અને ખંભાતના ઉમેદવાર ચિરાગ પટેલ માટે પ્રચાર કરશે. સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં સભાને સંબોધન કરશે બાદમાં સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં સભાને સંબોધન કરશે. PM મોદીનો ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. જેમાં રાજ્યમાં PM મોદીનો ઝંઝાવાતી પ્રચાર શરૂ થયો છે. જેમાં સવારે 11 વાગ્યે આણંદમાં ચૂંટણી સભા સંબોધશે. તથા બપોરે 1 વાગ્યે સુરેન્દ્રનગરમાં સભા સંબોધશે. તથા બપોરે 3 વાગ્યે જુનાગઢમાં ચૂંટણી સભા ગજવશે. અને સાંજે 5 વાગ્યે જામનગરમાં ચૂંટણી સભા ગજવશે.  એક લાખથી વધુની માનવ મેદની બેસી શકે તેવા ડોમ તૈયાર સુરેન્દ્રનગરમાં વડાપ્રધાનની જાહેરસભાને પગલે જિલ્લા પોલીસ દ્વારા શહેરના એન્ટ્રી અને એક્ઝીસ્ટ પોઈન્ટ પર વાહન ચેકીંગની કામગીરી હાથ ધરાઈ છે. રાજયમાં લોકસભા ચૂંટણીમાં હાલ પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. બપોરે 1 કલાકે શહેરના રાજકોટ હાઈવે પર ત્રિમંદિર સામે વડાપ્રધાન સુરેન્દ્રનગર ઉપરાંત રાજકોટ અને ભાવનગર બેઠકમાં કમળ ખીલવવા જાહેર સભાને સંબોધિત કરશે. વડાપ્રધાન સહિત 40 વ્યક્તિઓ બેસી શકે તેવા વિશાળ સ્ટેજ અને એક લાખથી વધુની માનવ મેદની બેસી શકે તેવા ડોમની વ્યવસ્થા જિલ્લા ભાજપ દ્વારા કરાઈ છે. રાજયમાં લોકસભા ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો સમગ્ર દેશ અને રાજયમાં લોકસભા ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. તા. 7મી મેના રોજ થનાર મતદાન માટે અંતીમ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ જતા હાલ ઉમેદવારો પ્રચારમાં વ્યસ્ત બની ગયા છે. ત્યારે સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપરાંત રાજકોટ અને ભાવનગરની બેઠક પર કમળ ખીલવવા માટે દેશના વડાપ્રધાન અને ભાજપના સ્ટાર પ્રચારક આજે ગુરૂવારે સુરેન્દ્રનગર આવી રહ્યા છે. સુરેન્દ્રનગર-રાજકોટ હાઈવે પર યોજાનાર આ સભામાં અંદાજે 1 લાખથી વધુ સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડનાર છે. ગત વર્ષ 2022માં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં વડાપ્રધાને તા. 21-11-22ના રોજ જાહેરસભાને સંબોધી હતી. અને જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકો પર ભગવો લહેરાયો હતો. ત્યારે દોઢ વર્ષ બાદ વડાપ્રધાન ફરી ઝાલાવાડમાં આવી રહ્યા છે.

Gujarat News: PM modiના પ્રવાસનો બીજો દિવસ, જાણો શું છે સમગ્ર કાર્યક્રમ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સવાર 11 કલાકે આણંદના શાસ્ત્રી મેદાનમાં નરેન્દ્ર મોદીની સભા યોજાશે
  • બપોરે 1 વાગ્યે સુરેન્દ્રનગરમાં સભા સંબોધશે
  • બપોરે 3 વાગ્યે જુનાગઢમાં ચૂંટણી સભા ગજવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. જેમાં આજે પણ નરેન્દ્ર મોદી ભાજપના ઉમેદવારોનો જંગી પ્રચાર કરશે. કુલ 4 શહેરોમાં નરેન્દ્ર મોદીની સભા છે. તેમાં સવારે 11 કલાકે આણંદના શાસ્ત્રી મેદાનમાં નરેન્દ્ર મોદીની સભા યોજાશે. તેમજ આણંદના ઉમેદવાર મિતેષ પટેલ, ખેડાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ અને ખંભાતના ઉમેદવાર ચિરાગ પટેલ માટે પ્રચાર કરશે.

સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં સભાને સંબોધન કરશે

બાદમાં સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં સભાને સંબોધન કરશે. PM મોદીનો ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. જેમાં રાજ્યમાં PM મોદીનો ઝંઝાવાતી પ્રચાર શરૂ થયો છે. જેમાં સવારે 11 વાગ્યે આણંદમાં ચૂંટણી સભા સંબોધશે. તથા બપોરે 1 વાગ્યે સુરેન્દ્રનગરમાં સભા સંબોધશે. તથા બપોરે 3 વાગ્યે જુનાગઢમાં ચૂંટણી સભા ગજવશે. અને સાંજે 5 વાગ્યે જામનગરમાં ચૂંટણી સભા ગજવશે.

 એક લાખથી વધુની માનવ મેદની બેસી શકે તેવા ડોમ તૈયાર

સુરેન્દ્રનગરમાં વડાપ્રધાનની જાહેરસભાને પગલે જિલ્લા પોલીસ દ્વારા શહેરના એન્ટ્રી અને એક્ઝીસ્ટ પોઈન્ટ પર વાહન ચેકીંગની કામગીરી હાથ ધરાઈ છે. રાજયમાં લોકસભા ચૂંટણીમાં હાલ પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. બપોરે 1 કલાકે શહેરના રાજકોટ હાઈવે પર ત્રિમંદિર સામે વડાપ્રધાન સુરેન્દ્રનગર ઉપરાંત રાજકોટ અને ભાવનગર બેઠકમાં કમળ ખીલવવા જાહેર સભાને સંબોધિત કરશે. વડાપ્રધાન સહિત 40 વ્યક્તિઓ બેસી શકે તેવા વિશાળ સ્ટેજ અને એક લાખથી વધુની માનવ મેદની બેસી શકે તેવા ડોમની વ્યવસ્થા જિલ્લા ભાજપ દ્વારા કરાઈ છે.

રાજયમાં લોકસભા ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો

સમગ્ર દેશ અને રાજયમાં લોકસભા ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. તા. 7મી મેના રોજ થનાર મતદાન માટે અંતીમ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ જતા હાલ ઉમેદવારો પ્રચારમાં વ્યસ્ત બની ગયા છે. ત્યારે સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપરાંત રાજકોટ અને ભાવનગરની બેઠક પર કમળ ખીલવવા માટે દેશના વડાપ્રધાન અને ભાજપના સ્ટાર પ્રચારક આજે ગુરૂવારે સુરેન્દ્રનગર આવી રહ્યા છે. સુરેન્દ્રનગર-રાજકોટ હાઈવે પર યોજાનાર આ સભામાં અંદાજે 1 લાખથી વધુ સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડનાર છે. ગત વર્ષ 2022માં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં વડાપ્રધાને તા. 21-11-22ના રોજ જાહેરસભાને સંબોધી હતી. અને જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકો પર ભગવો લહેરાયો હતો. ત્યારે દોઢ વર્ષ બાદ વડાપ્રધાન ફરી ઝાલાવાડમાં આવી રહ્યા છે.