Gandhinagar: રથયાત્રા પહેલા પોલીસે હથિયાર સાથે 2 લોકોની કરી ધરપકડ

ચિલોડા પોલીસે આરોપી યુવકોની ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી કરી ધરપકડપિસ્ટલ, દેશી બનાવટના તમંચા સાથે 2 લોકોની પોલીસે કરી ધરપકડ હથિયાર મંગાવનાર સામે પોલીસે તપાસ શરૂ કરી અમદાવાદમાં 7 જુલાઈએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. ત્યારે તેને લઈને તમામ વ્યવસ્થાઓમાં તંત્ર લાગ્યુ છે, પોલીસ પણ સુરક્ષાને લઈ સતત ચેકિંગ અને સંદિગ્ધ લોકો પર નજર રાખી રહી છે. ત્યારે શહેરમાં રથયાત્રા પહેલા જ 2 લોકોની હથિયાર સાથે ધરપકડ કરવામાં આવી છે. વાહન ચેકિંગ દરમિયાન પોલીસે ઝડપ્યા 2 લોકોને હિંમતનગરથી ચિલોડા તરફ આવતી ખાનગી ટ્રાવેલ્સની બસમાં વાહન ચેકિંગ દરમિયાન ચિલોડા પોલીસે બે લોકોની પિસ્ટલ અને દેશી બનાવટના તમંચા સાથે ધરપકડ કરી છે અને આ મામલે પોલીસે હથિયાર મંગાવનાર સામે તપાસ શરૂ કરી છે. રથયાત્રાના રૂટ પર ઉચ્ચકક્ષાના અધિકારીઓએ દ્વારા પેટ્રોલિંગ અમદાવાદ શહેર પોલીસ દ્રારા રથયાત્રા રૂટ પર નાઈટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતુ,આ પેટ્રોલિંગમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા,સાથે સાથે સુરક્ષાની પણ ચકાસણી કરવામાં આવી હતી.અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક પણ આ પેટ્રોલિંગમાં જોડાયા હતા. બે દિવસ પહેલા એર સર્વેલન્સ કર્યુ હતું રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસ સજ્જ થઈ છે,બે દિવસ અગાઉ અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા એર સર્વલન્સ કરવામાં આવ્યું હતુ.શાહપુર, દરિયાપુર, ઘી કાંટા જેવા સંવેદનશીલ વિસ્તારમાં એર સુરક્ષા રહેશે. સાથે સાથે ટેથર્ડ ડ્રોન, નિનઝા ડ્રોન, હિલિયમ બ્લુન માઉન્ટેડ કેમેરા સાથે હેલિકોપ્ટરથી સર્વેલન્સ થશે. રથયાત્રાને ટેકનોલોજી સાથે સુરક્ષા આપવામાં આવશે.

Gandhinagar: રથયાત્રા પહેલા પોલીસે હથિયાર સાથે 2 લોકોની કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ચિલોડા પોલીસે આરોપી યુવકોની ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી કરી ધરપકડ
  • પિસ્ટલ, દેશી બનાવટના તમંચા સાથે 2 લોકોની પોલીસે કરી ધરપકડ
  • હથિયાર મંગાવનાર સામે પોલીસે તપાસ શરૂ કરી

અમદાવાદમાં 7 જુલાઈએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. ત્યારે તેને લઈને તમામ વ્યવસ્થાઓમાં તંત્ર લાગ્યુ છે, પોલીસ પણ સુરક્ષાને લઈ સતત ચેકિંગ અને સંદિગ્ધ લોકો પર નજર રાખી રહી છે. ત્યારે શહેરમાં રથયાત્રા પહેલા જ 2 લોકોની હથિયાર સાથે ધરપકડ કરવામાં આવી છે.

વાહન ચેકિંગ દરમિયાન પોલીસે ઝડપ્યા 2 લોકોને

હિંમતનગરથી ચિલોડા તરફ આવતી ખાનગી ટ્રાવેલ્સની બસમાં વાહન ચેકિંગ દરમિયાન ચિલોડા પોલીસે બે લોકોની પિસ્ટલ અને દેશી બનાવટના તમંચા સાથે ધરપકડ કરી છે અને આ મામલે પોલીસે હથિયાર મંગાવનાર સામે તપાસ શરૂ કરી છે.

રથયાત્રાના રૂટ પર ઉચ્ચકક્ષાના અધિકારીઓએ દ્વારા પેટ્રોલિંગ

અમદાવાદ શહેર પોલીસ દ્રારા રથયાત્રા રૂટ પર નાઈટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતુ,આ પેટ્રોલિંગમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા,સાથે સાથે સુરક્ષાની પણ ચકાસણી કરવામાં આવી હતી.અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક પણ આ પેટ્રોલિંગમાં જોડાયા હતા.

બે દિવસ પહેલા એર સર્વેલન્સ કર્યુ હતું

રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસ સજ્જ થઈ છે,બે દિવસ અગાઉ અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા એર સર્વલન્સ કરવામાં આવ્યું હતુ.શાહપુર, દરિયાપુર, ઘી કાંટા જેવા સંવેદનશીલ વિસ્તારમાં એર સુરક્ષા રહેશે. સાથે સાથે ટેથર્ડ ડ્રોન, નિનઝા ડ્રોન, હિલિયમ બ્લુન માઉન્ટેડ કેમેરા સાથે હેલિકોપ્ટરથી સર્વેલન્સ થશે. રથયાત્રાને ટેકનોલોજી સાથે સુરક્ષા આપવામાં આવશે.