અરેરાટી : તળાજાના ઉંચડી ગામે સગા બે ભાઈના ડૂબી જતાથી મોત

જે ઘરમાં સવારે બાળકોની કિલકિલાટ ગુંજીતી સંભળાઈ હતી તે ઘરમાં સાંજે મરશિયા ગવાયાપ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બન્ને ભાઈ અન્ય ત્રણ મિત્રો સાથે નાવલી નદીમાં નહાવા ગયા ને કાળનું તેડું આવ્યું ઃ તળાજા: તળાજા તાલુકાના ઉંચડી ગામે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બે સગા ભાઈ અન્ય ત્રણ મિત્ર સાથે નાવલી નદીમાં નહાવા માટે ગયા ત્યારે નદીના પાણીમાં ડૂબી જતાં બન્ને માસૂમ બાળકોના કરૂણ મોત નીપજ્યા હતા. આ ઘટનાએ ઉંચડી ગામમાં અરેરાટી સાથે આઘાત લાગણી પ્રસરી ગઈ હતી.કરૂણાંતિકાની મળતી વિગત અનુસાર તળાજાના ઉંચડી ગામે રહેતા અશોકભાઈ મોહનભાઈ ભેડાના બે પુત્ર દર્શન (ઉ.વ.૧૩) અને દક્ષ (ઉ.વ.૧૧) આજે ગુરૂવારે બપોરના સમયે તેમના જ ગામના મિત્રો યુવરાજ, દર્શક અને પાર્થ સાથે ગામની સીમમાં આવેલી નાવલી નદીમાં નહાવા માટે ગયા હતા. અહીં કાળ જાણે રાહ જોઈને જ બેઠો હોય તેમ બન્ને સગા ભાઈ તેમના ત્રણ મિત્રોની નજર સામે જ નદીના પાણીમાં ડૂબવા લાગ્યા હતા. જે અંગેની જાણ બાળકોએ નજીકની વાડીના લોકોને કરતા સેવાભાવીઓએ દોડી આવી પાણીમાં છલાંગ મારી પાણીમાં ડૂબેલા બન્ને ભાઈને બચાવવાના પ્રયાસ કર્યા હતા. પરંતુ મદદ પહોંચે તે પહેલા બન્ને ભાઈને મોત મળ્યું હોય તેમ તળાજાની રેફરલ હોસ્પિટલ લઈ જવામાં આવતા દર્શન અને દક્ષને તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બનાવની જાણ થતાં રાજકીય આગેવાનોએ દોડી જઈ હતભાગી પરિવારને સાત્વના આપી હતી.જે ઘરમાં જે ઘરમાં સવારે બાળકોની કિલકિલાટ ગુંજીતી સંભળાઈ હતી તે ઘરમાં લાડકવાયા બે પુત્રના પાણીમાં ડૂબી જતા મોતથી સાંજે સૂર્યાસ્ત સમયે મરશિયા ગવાયા હતા. આ બનાવે સમગ્ર ગામને શોકમગ્ન કરી દીધું હતું. વધુમાં મૃતક દર્શન ધો.૮ અને દક્ષ ધો.૬માં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હતો. અશોકભાઈ ભેડા આરી ભરતનું કામ કરે છે. જ્યારે તેમના પત્ની ખેત મજૂરી કરતા હોવાનું તેમજ ભેડા પરિવારના સભ્યો સુરતના વરાછા ખાતે સ્થાયી થયાનું જાણવા મળ્યું છે.પોલીસે પોણોકલાક પછી પણ ન પહોંચીતળાજાના ઉંચડી ગામે નાવલી નદીમાં ડૂબી જતાં દર્શન અને દક્ષનો જીવન દીપક બૂંઝાઈ ગયો હતો. બે માસૂમ બાળકોના અકાળે મોતની ઘટના સામે આવી છતાં પોલીસ સંવેદનહીન બની હોય તેમ પોણો કલાક પછી પણ ઈન્કવેસ્ટ સહિતની કાયદાકીય કામગીરી માટે હોસ્પિટલ પહોંચી ન હતી. જેથી તાલુકા પંચાયત પ્રમુખે પોલીસ ઈન્સ્પેક્ટરને ફોન કરી આવા બનાવોમાં ગંભીરતા દાખવવા ટકોર કરી હતી.

અરેરાટી : તળાજાના ઉંચડી ગામે સગા બે ભાઈના ડૂબી જતાથી મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


જે ઘરમાં સવારે બાળકોની કિલકિલાટ ગુંજીતી સંભળાઈ હતી તે ઘરમાં સાંજે મરશિયા ગવાયા

પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બન્ને ભાઈ અન્ય ત્રણ મિત્રો સાથે નાવલી નદીમાં નહાવા ગયા ને કાળનું તેડું આવ્યું ઃ 

તળાજા: તળાજા તાલુકાના ઉંચડી ગામે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બે સગા ભાઈ અન્ય ત્રણ મિત્ર સાથે નાવલી નદીમાં નહાવા માટે ગયા ત્યારે નદીના પાણીમાં ડૂબી જતાં બન્ને માસૂમ બાળકોના કરૂણ મોત નીપજ્યા હતા. આ ઘટનાએ ઉંચડી ગામમાં અરેરાટી સાથે આઘાત લાગણી પ્રસરી ગઈ હતી.

કરૂણાંતિકાની મળતી વિગત અનુસાર તળાજાના ઉંચડી ગામે રહેતા અશોકભાઈ મોહનભાઈ ભેડાના બે પુત્ર દર્શન (ઉ.વ.૧૩) અને દક્ષ (ઉ.વ.૧૧) આજે ગુરૂવારે બપોરના સમયે તેમના જ ગામના મિત્રો યુવરાજ, દર્શક અને પાર્થ સાથે ગામની સીમમાં આવેલી નાવલી નદીમાં નહાવા માટે ગયા હતા. અહીં કાળ જાણે રાહ જોઈને જ બેઠો હોય તેમ બન્ને સગા ભાઈ તેમના ત્રણ મિત્રોની નજર સામે જ નદીના પાણીમાં ડૂબવા લાગ્યા હતા. જે અંગેની જાણ બાળકોએ નજીકની વાડીના લોકોને કરતા સેવાભાવીઓએ દોડી આવી પાણીમાં છલાંગ મારી પાણીમાં ડૂબેલા બન્ને ભાઈને બચાવવાના પ્રયાસ કર્યા હતા. પરંતુ મદદ પહોંચે તે પહેલા બન્ને ભાઈને મોત મળ્યું હોય તેમ તળાજાની રેફરલ હોસ્પિટલ લઈ જવામાં આવતા દર્શન અને દક્ષને તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બનાવની જાણ થતાં રાજકીય આગેવાનોએ દોડી જઈ હતભાગી પરિવારને સાત્વના આપી હતી.

જે ઘરમાં જે ઘરમાં સવારે બાળકોની કિલકિલાટ ગુંજીતી સંભળાઈ હતી તે ઘરમાં લાડકવાયા બે પુત્રના પાણીમાં ડૂબી જતા મોતથી સાંજે સૂર્યાસ્ત સમયે મરશિયા ગવાયા હતા. આ બનાવે સમગ્ર ગામને શોકમગ્ન કરી દીધું હતું. વધુમાં મૃતક દર્શન ધો.૮ અને દક્ષ ધો.૬માં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હતો. અશોકભાઈ ભેડા આરી ભરતનું કામ કરે છે. જ્યારે તેમના પત્ની ખેત મજૂરી કરતા હોવાનું તેમજ ભેડા પરિવારના સભ્યો સુરતના વરાછા ખાતે સ્થાયી થયાનું જાણવા મળ્યું છે.

પોલીસે પોણોકલાક પછી પણ ન પહોંચી

તળાજાના ઉંચડી ગામે નાવલી નદીમાં ડૂબી જતાં દર્શન અને દક્ષનો જીવન દીપક બૂંઝાઈ ગયો હતો. બે માસૂમ બાળકોના અકાળે મોતની ઘટના સામે આવી છતાં પોલીસ સંવેદનહીન બની હોય તેમ પોણો કલાક પછી પણ ઈન્કવેસ્ટ સહિતની કાયદાકીય કામગીરી માટે હોસ્પિટલ પહોંચી ન હતી. જેથી તાલુકા પંચાયત પ્રમુખે પોલીસ ઈન્સ્પેક્ટરને ફોન કરી આવા બનાવોમાં ગંભીરતા દાખવવા ટકોર કરી હતી.