Ahmedabad :એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની સામે જ AMCના ઇન્સ્પેક્ટર પર હુમલો

એક મહિના પહેલાં ગાયો પકડવા મુદ્દે બે શખ્સે ધમકી આપી હતીએલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં આઠ શખ્સો વિરુદ્ધ હુમલોની ફરિયાદ નોંધાવી પોલીસ સ્ટેશનની સામે જ ટોળાએ લાકડીઓ વડે જીવલેણ હુમલો કર્યો શહેરમાં રખડતા ઢોર પકડવા મામલે AMCના પશ્વિમ ઝોનના સેનેટરી ઇન્સ્પેક્ટર(SI) પર એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની સામે જ ટોળાએ લાકડીઓ વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં SIને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.આ અંગે SIએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં આઠ શખ્સો વિરૂદ્ધ હુમલાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે. વેજલપુરમાં રહેતા કિરણભાઇ કાંતિલાલ બરંડા AMCમાં પશ્વિમ ઝોનમાં પશુ ત્રાસ નિયંત્રણ વિભાગમાં (CNCD) સેનેટરી ઇન્સ્પેક્ટર (SI) તરીકે નોકરી કરે છે. તેઓ તેમની ટીમ સાથે દોઢ મહિના પહેલા સાબરમતિ સેન્ટ્રલ જેલ બાજુ ગાયો પકડવા માટે ગયા હતા ત્યારે વાડજમાં રહેતો ભરત અને લાલો રબારી બન્નેએ કિરણભાઇને અહીંયા ગાયો પકડવા આવવુ નહીં નહીંતર દવાખાના ભેગો કરી નાંખીશુ તેવી ધમકી આપી હતી.આથી કિરણભાઇએ સમગ્ર ઘટનાની જાણ ઉચ્ચ અધિકારીને કરી હતી. ગત, મંગળવારે કિરણભાઇ નોકરી પૂર્ણ કરીને રાતના 10 વાગ્યાની આસપાસ ઘરે જઇ રહ્યા હતા ત્યારે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની જ સામે ભરત, લાલો રબારી સહિત આઠ શખ્સોના ટોળાએ કિરણભાઇને ઉભા રાખ્યા હતા. જાણે ટોળાને પોલીસને ડર ન હોય તેમ સેનેટરી ઇન્સ્પેક્ટર કિરણભાઇ ઉપર જીવલેણ હુમલો કરીને ફરાર થઇ ગયા હતા. જો કે, ત્યાંથી પસાર થતાં લોકોએ તાત્કાલિક કિરણભાઇને લોહીલુહાણ હાલતમાં એસવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે કિરણભાઇએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ભરત, લાલો રબારી સહિત આઠ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

Ahmedabad :એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની સામે જ AMCના ઇન્સ્પેક્ટર પર હુમલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • એક મહિના પહેલાં ગાયો પકડવા મુદ્દે બે શખ્સે ધમકી આપી હતી
  • એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં આઠ શખ્સો વિરુદ્ધ હુમલોની ફરિયાદ નોંધાવી
  • પોલીસ સ્ટેશનની સામે જ ટોળાએ લાકડીઓ વડે જીવલેણ હુમલો કર્યો

શહેરમાં રખડતા ઢોર પકડવા મામલે AMCના પશ્વિમ ઝોનના સેનેટરી ઇન્સ્પેક્ટર(SI) પર એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની સામે જ ટોળાએ લાકડીઓ વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં SIને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

આ અંગે SIએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં આઠ શખ્સો વિરૂદ્ધ હુમલાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે. વેજલપુરમાં રહેતા કિરણભાઇ કાંતિલાલ બરંડા AMCમાં પશ્વિમ ઝોનમાં પશુ ત્રાસ નિયંત્રણ વિભાગમાં (CNCD) સેનેટરી ઇન્સ્પેક્ટર (SI) તરીકે નોકરી કરે છે. તેઓ તેમની ટીમ સાથે દોઢ મહિના પહેલા સાબરમતિ સેન્ટ્રલ જેલ બાજુ ગાયો પકડવા માટે ગયા હતા ત્યારે વાડજમાં રહેતો ભરત અને લાલો રબારી બન્નેએ કિરણભાઇને અહીંયા ગાયો પકડવા આવવુ નહીં નહીંતર દવાખાના ભેગો કરી નાંખીશુ તેવી ધમકી આપી હતી.

આથી કિરણભાઇએ સમગ્ર ઘટનાની જાણ ઉચ્ચ અધિકારીને કરી હતી. ગત, મંગળવારે કિરણભાઇ નોકરી પૂર્ણ કરીને રાતના 10 વાગ્યાની આસપાસ ઘરે જઇ રહ્યા હતા ત્યારે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની જ સામે ભરત, લાલો રબારી સહિત આઠ શખ્સોના ટોળાએ કિરણભાઇને ઉભા રાખ્યા હતા. જાણે ટોળાને પોલીસને ડર ન હોય તેમ સેનેટરી ઇન્સ્પેક્ટર કિરણભાઇ ઉપર જીવલેણ હુમલો કરીને ફરાર થઇ ગયા હતા. જો કે, ત્યાંથી પસાર થતાં લોકોએ તાત્કાલિક કિરણભાઇને લોહીલુહાણ હાલતમાં એસવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે કિરણભાઇએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ભરત, લાલો રબારી સહિત આઠ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.