Rajkot News : સૌથી મોટી ગણાતી ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડીયાએ ફોર્મ ભર્યું

મેન્ડેટ વિરુદ્ધ જઈને જયેશ રાદડિયાએ નોંધાવી ઉમેદવારી આગમી 2 મે સુધીમાં ફોર્મ પરત કોણ ખેંચશે તે જોવું રહ્યું પાર્ટી દ્વારા બીપિન ગોતાને અપાયું છે મેન્ડેટ તા. 9 મેના રોજ ઈફ્કોની યોજાનાર ચૂંટણી માટે ભાજપ દ્વારા આ વખતે અમદાવાદ ગોતા વિસ્તારના બીપીન નારણભાઈ પટેલના નામનો મેન્ડેટ જારી કરાયો છે પરંતુ, આ ચૂંટણીમાં મેન્ડેટ જરૂરી ન હોય તેમ માનીને ઈફ્કોના હાલના ચેરમેન દિલિપ સંઘાણી તેમજ જામકંડોરણાના ભાજપના ધારાસભ્ય,રાજકોટ જિલ્લા બેન્કના જયેશ રાદડીયાએ પણ ફોર્મ ભરી દીધા છે ત્યારે પક્ષમાં આંતરિક ખેંચતાણના એંધાણ મળ્યા છે. દેશ લેવલની ચૂંટણી હોવાના કારણે મેન્ડેડ પ્રથા ના હોવાના કારણે જયેશ રાદડિયાએ ફોર્મ ભર્યાની વાત છે. ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાએ ભાજપના મેન્ડેડ વિરુદ્ધ ફોર્મ ભર્યાની સહકારી જગતમાં ચર્ચાઓ છે. સહકારી ક્ષેત્રમાં ઉકળતા ચરુ વચ્ચે હવે કોણ મામલો થાળી પાડશે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે.દિલિપ સંઘાણીનું કહેવું છે કે,આ ચૂટણીમાં મેન્ડેટ હોતો નથી અને તેમણે ઉમેદવારી નોંધાવી છે. ગુજરાત માટે આ કેન્દ્રીય સંસ્થામાં બે સીટ હોય છે. તેમના ઉપરાંત જયેશ રાદડીયાએ પણ ફોર્મ ભર્યું છે. ઉપરાંત અમદાવાદથી બીપીન પટેલે પણ ઉમેદવારી નોંધાવી છે. દિલિપ સંઘાણી ચેરમેન ચાલુ ટર્મમાં પણ રાદડીયા ઈફ્કોમાં ડિરેક્ટર રહ્યા છે અને તેઓ બીનહરીફ ચૂંટાયા હતા જ્યારે દિલિપ સંઘાણી ચેરમેન પદે છે. ઈફ્કોની ગવર્નીંગ બોડીમાં એક સીટ હોય છે અને રાજકોટ જિલ્લાના 42 સહિત 176 ડેલીગેટ્સ તેના મતદારો હોય છે. ભાજપ દ્વારા છેલ્લા કેટલાક સમયથી સહકારી ક્ષેત્રની ચૂંટણી પણ પક્ષીય ધોરણે લડાય છે અને આ માટે મેન્ડેટ આપવાની પ્રથા થાય છે. આ સામે સ્થાનિક સહકારી અગ્રણીઓમાં કચવાટ પણ જોવા મળ્યો હતો. રાજકોટની સહકારી ક્ષેત્રમાં અગાઉ ચૂંટણી વખતે પણ મતભેદો સપાટી પર આવ્યા હતા. 9 મેના રોજ ચૂંટણી ઇફકોના ડાયરેકટર જયેશ રાદડીયાનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, 9 મેના રોજ ચૂંટણી યોજાવાની છે. ગઇકાલે ઇફકોની બોર્ડ મીટીંગ હતી અને તેમાં ભાગ લેવા પોતે દિલ્હી ગયા હતા. આ સમયે વર્તમાન બોર્ડના તમામ ડાયરેકટરોએ એક સાથે ફોર્મ ભરી દીધા હતા. મેં પોતે પણ ઉમેદવારી નોંધાવી દીધી છે. ભાજપ દ્વારા બિપીન પટેલના નામનો મેન્ડેટ ઇસ્યુ કરવામાં આવ્યો છે તે વિશે પોતાને કોઇ જાણકારી નથી.હજુ સમગ્ર પ્રક્રિયામાં એક સપ્તાહ જેવો લાંબો સમય બાકી છે એટલે દેખીતી રીતે સંબંધીત નેતાઓ પક્ષ સાથે ચોખવટ કરી લેશે. સુત્રોએ એમ કહ્યું કે, ભાજપના મેન્ડેટના આધારે ઇફકોમાં ઉમેદવારી માટે ખેંચતાણ હોવાનું જણાઇ રહ્યું છે. આવતા દિવસોમાં કેવું પરિણામ આવશે તેના પર સમગ્ર સહકારી ક્ષેત્રની નજર રહેશે.

Rajkot News : સૌથી મોટી ગણાતી ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડીયાએ ફોર્મ ભર્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મેન્ડેટ વિરુદ્ધ જઈને જયેશ રાદડિયાએ નોંધાવી ઉમેદવારી
  • આગમી 2 મે સુધીમાં ફોર્મ પરત કોણ ખેંચશે તે જોવું રહ્યું
  • પાર્ટી દ્વારા બીપિન ગોતાને અપાયું છે મેન્ડેટ

તા. 9 મેના રોજ ઈફ્કોની યોજાનાર ચૂંટણી માટે ભાજપ દ્વારા આ વખતે અમદાવાદ ગોતા વિસ્તારના બીપીન નારણભાઈ પટેલના નામનો મેન્ડેટ જારી કરાયો છે પરંતુ, આ ચૂંટણીમાં મેન્ડેટ જરૂરી ન હોય તેમ માનીને ઈફ્કોના હાલના ચેરમેન દિલિપ સંઘાણી તેમજ જામકંડોરણાના ભાજપના ધારાસભ્ય,રાજકોટ જિલ્લા બેન્કના જયેશ રાદડીયાએ પણ ફોર્મ ભરી દીધા છે ત્યારે પક્ષમાં આંતરિક ખેંચતાણના એંધાણ મળ્યા છે. દેશ લેવલની ચૂંટણી હોવાના કારણે મેન્ડેડ પ્રથા ના હોવાના કારણે જયેશ રાદડિયાએ ફોર્મ ભર્યાની વાત છે. ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાએ ભાજપના મેન્ડેડ વિરુદ્ધ ફોર્મ ભર્યાની સહકારી જગતમાં ચર્ચાઓ છે. સહકારી ક્ષેત્રમાં ઉકળતા ચરુ વચ્ચે હવે કોણ મામલો થાળી પાડશે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે.દિલિપ સંઘાણીનું કહેવું છે કે,આ ચૂટણીમાં મેન્ડેટ હોતો નથી અને તેમણે ઉમેદવારી નોંધાવી છે. ગુજરાત માટે આ કેન્દ્રીય સંસ્થામાં બે સીટ હોય છે. તેમના ઉપરાંત જયેશ રાદડીયાએ પણ ફોર્મ ભર્યું છે. ઉપરાંત અમદાવાદથી બીપીન પટેલે પણ ઉમેદવારી નોંધાવી છે.

દિલિપ સંઘાણી ચેરમેન

ચાલુ ટર્મમાં પણ રાદડીયા ઈફ્કોમાં ડિરેક્ટર રહ્યા છે અને તેઓ બીનહરીફ ચૂંટાયા હતા જ્યારે દિલિપ સંઘાણી ચેરમેન પદે છે. ઈફ્કોની ગવર્નીંગ બોડીમાં એક સીટ હોય છે અને રાજકોટ જિલ્લાના 42 સહિત 176 ડેલીગેટ્સ તેના મતદારો હોય છે. ભાજપ દ્વારા છેલ્લા કેટલાક સમયથી સહકારી ક્ષેત્રની ચૂંટણી પણ પક્ષીય ધોરણે લડાય છે અને આ માટે મેન્ડેટ આપવાની પ્રથા થાય છે. આ સામે સ્થાનિક સહકારી અગ્રણીઓમાં કચવાટ પણ જોવા મળ્યો હતો. રાજકોટની સહકારી ક્ષેત્રમાં અગાઉ ચૂંટણી વખતે પણ મતભેદો સપાટી પર આવ્યા હતા.

9 મેના રોજ ચૂંટણી

ઇફકોના ડાયરેકટર જયેશ રાદડીયાનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, 9 મેના રોજ ચૂંટણી યોજાવાની છે. ગઇકાલે ઇફકોની બોર્ડ મીટીંગ હતી અને તેમાં ભાગ લેવા પોતે દિલ્હી ગયા હતા. આ સમયે વર્તમાન બોર્ડના તમામ ડાયરેકટરોએ એક સાથે ફોર્મ ભરી દીધા હતા. મેં પોતે પણ ઉમેદવારી નોંધાવી દીધી છે. ભાજપ દ્વારા બિપીન પટેલના નામનો મેન્ડેટ ઇસ્યુ કરવામાં આવ્યો છે તે વિશે પોતાને કોઇ જાણકારી નથી.હજુ સમગ્ર પ્રક્રિયામાં એક સપ્તાહ જેવો લાંબો સમય બાકી છે એટલે દેખીતી રીતે સંબંધીત નેતાઓ પક્ષ સાથે ચોખવટ કરી લેશે. સુત્રોએ એમ કહ્યું કે, ભાજપના મેન્ડેટના આધારે ઇફકોમાં ઉમેદવારી માટે ખેંચતાણ હોવાનું જણાઇ રહ્યું છે. આવતા દિવસોમાં કેવું પરિણામ આવશે તેના પર સમગ્ર સહકારી ક્ષેત્રની નજર રહેશે.