Tapi News : વ્યારા પોલિટેકનિક કોપી કેસમાં 34 વિદ્યાર્થીઓને લેવલ 3ની સજા

પરીક્ષાની કામગીરી સાથે સંકળાયેલા સુપરવાઇઝર અને પ્રોફેસરનું મહેનતાણું રદ કરાયું આગામી શૈક્ષણિક સત્ર થી વેરાની કોલેજને પરીક્ષાનું સેન્ટર નહીં આપવાય શિક્ષણ વિભાગના કરાશે જાણ વિન્ટર એક્ઝામમાં ગેરરીતી કરતા કુલ 153 વિદ્યાર્થીઓનો કરાયું હિયરિંગ GTU દ્વારા લેવામાં આવેલી વિંટર- 2023માં કેટલાક વિદ્યાર્થીઓ કોપીકેસ કરતાં ઝડપાયાં હતાં. આ તમામ વિદ્યાર્થીઓને નિર્દોષ સાબિત કરવા માટે હિયરિંગ હાથ ધરવામાં આવી હતી, જેમાં 153 જેટલા વિદ્યાર્થીઓને વિવિધ સ્તરની પેનલ્ટી કરવામાં આવી છે. આ ઉપરાંત વ્યારાની ગવર્નમેન્ટ પોલીટેક્નિકમાં એકસાથે 34 વિદ્યાર્થીઓ માસ કોપી કેસમાં ઝડપાયા હતા. તેથી આ ગવર્નમેન્ટ ઇન્સ્ટિટ્યૂટને આગામી વર્ષ 2024ના સમર અને વિન્ટરમાં લેવાનારી જીટીયુની પરીક્ષા કેન્દ્ર તરીકે પસંદગી કરવામાં આવશે નહી. ચોરીની અપાઈ સજા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા લેવાયેલી વીન્ટર એક્ઝામમાં ગેરરીતિ કરતાં ઝડપાયેલા 153 વિદ્યાર્થીઓની રૂબરૂ સુનાવણી પુરી કરી દેવામાં આવી હતી. જેમાં વ્યારાની સરકારી પોલીટેકનિક કોલેજમાં માસ કોપીમાં પકડાયેલા 34 વિદ્યાર્થીઓને લેવલ 3ની સજા કરવા ઉપરાંત આ પરીક્ષાની કામગીરીમાં સંકળાયેલા તમામ અધ્યાપક,જૂનિયર સુપરવાઇઝર સહિતના તમામનું મહેનતાણું રદ કરીને આ કોલેજમાં ઉનાળાની પરીક્ષામાં સેન્ટર ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સરકારી કોલેજ હોવાથી ટેકનિકલ શિક્ષણ વિભાગને પણ આગળની કાર્યવાહી કરવા માટે જાણ કરવામાં આવી હતી. રૂબરૂ બોલાવીને સુનાવણી હાથધરી જીટીયુ દ્વારા વીન્ટર એક્ઝામમાં 153 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતાં ઝડપાયા હતા. વ્યારાની સરકારી પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ઉત્તરવાહી ચકાસણી અંતર્ગત વિદ્યાર્થીઓએ માસ કોપી કરી હોવાનું બહાર આવ્યું હતુ. આ તમામ વિદ્યાર્થીઓને રૂબરૂમાં બોલાવીને સુનાવણી હાથ ધરતાં ખરેખર માસ કોપી કરી હોવાનું પ્રસ્થાપિત થયુ હતુ. આજે આખરી સુનાવણી બાદ 34 વિદ્યાર્થીઓને લેવલ 3ની સજા ફટકારવામાં આવી હતી. લેવલ 3માં આ સેમેસ્ટરમાં તમામ વિષયોમાં નાપાસ કરવા ઉપરાંત આગળના સેમેસ્ટરમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે નહી. એટલે કે એક વર્ષ પરીક્ષાથી દૂર રહેવું પડશે. એક વર્ષ સુધી નહી અપાય પરીક્ષા સરકારી કોલેજ હોવાના કારણે આ પરીક્ષામાં માસ કોપી માટે જૂનિયર સુપરવાઇઝર, સિનિયર સુપરવાઇઝર સહિતના પરીક્ષાની કામગીરી સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓને યુનિવર્સિટી દ્વારા જે મહેનતાણું ચુકવવામાં આવે છે તે રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સરકારી ડિપ્લોમા ઇજનેરી કોલેજ હોવાથી યુનિવર્સિટી દ્વારા આ મુદ્દે ટેકનિકલ શિક્ષણ વિભાગને પણ જાણ કરીને આગળની કાર્યવાહી કરવા ફાઇલ મોકલી આપવાનું નક્કી કરાયું છે. આગામી દિવસોમાં ખરેખર આ માસ કોપીમાં કોણ અને કેવી રીતે સંકળાયેલું હતુ તેની સઘન તપાસ કરવામાં આવશે. અલગ-અલગ સજાનું ફરમાન આ સાથે આખરી સુનાવણી પછી કુલ 36 વિદ્યાર્થીઓ એવા હતા કે જેમને કોઇપણ પ્રકારની પેનલ્ટી કરવામાં આવી નહોતી. બે વિદ્યાર્થીઓ એવા હતા કે જેમને સૌથી વધુ લેવલ 2ની સજા કરવામાં આવી હતી, આ લેવલમાં હાલની પરીક્ષા રદ કરવા ઉપરાંત ત્રણ પરીક્ષા આપી ન શકે તેવી સજા કરવામાં આવી છે. એટલે કે કુલ બે વર્ષ માટે પરીક્ષા ન આપવાનો નિર્ણય કરાયો હતો. આ સાથે જ 16 વિદ્યાર્થીઓને લેવલ 2ની સજા કરવામાં આવી હતી. 

Tapi News : વ્યારા પોલિટેકનિક કોપી કેસમાં 34 વિદ્યાર્થીઓને લેવલ 3ની સજા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પરીક્ષાની કામગીરી સાથે સંકળાયેલા સુપરવાઇઝર અને પ્રોફેસરનું મહેનતાણું રદ કરાયું
  • આગામી શૈક્ષણિક સત્ર થી વેરાની કોલેજને પરીક્ષાનું સેન્ટર નહીં આપવાય શિક્ષણ વિભાગના કરાશે જાણ
  • વિન્ટર એક્ઝામમાં ગેરરીતી કરતા કુલ 153 વિદ્યાર્થીઓનો કરાયું હિયરિંગ

GTU દ્વારા લેવામાં આવેલી વિંટર- 2023માં કેટલાક વિદ્યાર્થીઓ કોપીકેસ કરતાં ઝડપાયાં હતાં. આ તમામ વિદ્યાર્થીઓને નિર્દોષ સાબિત કરવા માટે હિયરિંગ હાથ ધરવામાં આવી હતી, જેમાં 153 જેટલા વિદ્યાર્થીઓને વિવિધ સ્તરની પેનલ્ટી કરવામાં આવી છે. આ ઉપરાંત વ્યારાની ગવર્નમેન્ટ પોલીટેક્નિકમાં એકસાથે 34 વિદ્યાર્થીઓ માસ કોપી કેસમાં ઝડપાયા હતા. તેથી આ ગવર્નમેન્ટ ઇન્સ્ટિટ્યૂટને આગામી વર્ષ 2024ના સમર અને વિન્ટરમાં લેવાનારી જીટીયુની પરીક્ષા કેન્દ્ર તરીકે પસંદગી કરવામાં આવશે નહી.

ચોરીની અપાઈ સજા

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા લેવાયેલી વીન્ટર એક્ઝામમાં ગેરરીતિ કરતાં ઝડપાયેલા 153 વિદ્યાર્થીઓની રૂબરૂ સુનાવણી પુરી કરી દેવામાં આવી હતી. જેમાં વ્યારાની સરકારી પોલીટેકનિક કોલેજમાં માસ કોપીમાં પકડાયેલા 34 વિદ્યાર્થીઓને લેવલ 3ની સજા કરવા ઉપરાંત આ પરીક્ષાની કામગીરીમાં સંકળાયેલા તમામ અધ્યાપક,જૂનિયર સુપરવાઇઝર સહિતના તમામનું મહેનતાણું રદ કરીને આ કોલેજમાં ઉનાળાની પરીક્ષામાં સેન્ટર ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સરકારી કોલેજ હોવાથી ટેકનિકલ શિક્ષણ વિભાગને પણ આગળની કાર્યવાહી કરવા માટે જાણ કરવામાં આવી હતી.

રૂબરૂ બોલાવીને સુનાવણી હાથધરી

જીટીયુ દ્વારા વીન્ટર એક્ઝામમાં 153 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતાં ઝડપાયા હતા. વ્યારાની સરકારી પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ઉત્તરવાહી ચકાસણી અંતર્ગત વિદ્યાર્થીઓએ માસ કોપી કરી હોવાનું બહાર આવ્યું હતુ. આ તમામ વિદ્યાર્થીઓને રૂબરૂમાં બોલાવીને સુનાવણી હાથ ધરતાં ખરેખર માસ કોપી કરી હોવાનું પ્રસ્થાપિત થયુ હતુ. આજે આખરી સુનાવણી બાદ 34 વિદ્યાર્થીઓને લેવલ 3ની સજા ફટકારવામાં આવી હતી. લેવલ 3માં આ સેમેસ્ટરમાં તમામ વિષયોમાં નાપાસ કરવા ઉપરાંત આગળના સેમેસ્ટરમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે નહી. એટલે કે એક વર્ષ પરીક્ષાથી દૂર રહેવું પડશે.

એક વર્ષ સુધી નહી અપાય પરીક્ષા

સરકારી કોલેજ હોવાના કારણે આ પરીક્ષામાં માસ કોપી માટે જૂનિયર સુપરવાઇઝર, સિનિયર સુપરવાઇઝર સહિતના પરીક્ષાની કામગીરી સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓને યુનિવર્સિટી દ્વારા જે મહેનતાણું ચુકવવામાં આવે છે તે રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સરકારી ડિપ્લોમા ઇજનેરી કોલેજ હોવાથી યુનિવર્સિટી દ્વારા આ મુદ્દે ટેકનિકલ શિક્ષણ વિભાગને પણ જાણ કરીને આગળની કાર્યવાહી કરવા ફાઇલ મોકલી આપવાનું નક્કી કરાયું છે. આગામી દિવસોમાં ખરેખર આ માસ કોપીમાં કોણ અને કેવી રીતે સંકળાયેલું હતુ તેની સઘન તપાસ કરવામાં આવશે.

અલગ-અલગ સજાનું ફરમાન

આ સાથે આખરી સુનાવણી પછી કુલ 36 વિદ્યાર્થીઓ એવા હતા કે જેમને કોઇપણ પ્રકારની પેનલ્ટી કરવામાં આવી નહોતી. બે વિદ્યાર્થીઓ એવા હતા કે જેમને સૌથી વધુ લેવલ 2ની સજા કરવામાં આવી હતી, આ લેવલમાં હાલની પરીક્ષા રદ કરવા ઉપરાંત ત્રણ પરીક્ષા આપી ન શકે તેવી સજા કરવામાં આવી છે. એટલે કે કુલ બે વર્ષ માટે પરીક્ષા ન આપવાનો નિર્ણય કરાયો હતો. આ સાથે જ 16 વિદ્યાર્થીઓને લેવલ 2ની સજા કરવામાં આવી હતી.