Devbhumi Dwarka Rain: દેવભૂમિ-દ્વારકામાં મેઘમહેર..! 4 ઈંચ વરસાદ થતા જળબંબાકાર

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘાવી માહોલ જામ્યોદેવભૂમિ-દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી મેઘમહેરખંભાળિયા તાલુકામાં સૌથી વધુ સવા 2 ઈંચ વરસાદ વરસ્યોહવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘાવી માહોલ જામ્યો છે. એમાંય દેવભૂમિ-દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી મેઘમહેર જોવા મળી રહી છે. એવામાં આજે જિલ્લાના 4 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે.યાત્રાધામ દ્વારકામાં રાત્રે સાંબેલાધાર વરસાદ ખાબક્યોયાત્રાધામ દ્વારકામાં રાત્રે સાંબેલાધાર વરસાદ ખાબક્યો છે.  દોઢ કલાકમાં અંદાજે ચાર ઇંચ વરસાદ પડ્યો છે. દ્વારકાના મુખ્ય રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે. રેલવે સ્ટેશન રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ભારે વરસાદ પડતાં બિરલા કોલોનીમાં વૃક્ષ ધરાશયી થયું છે. તોતારી મઠમાં રહેણાંક મકાનમાં વરસાદી પાણી ભરાયા છે. અંદાજે 25 રહેણાંક મકાનમાં વરસાદી પાણી ઘૂસ્યા છે.જો આજે દેવભૂમિ-દ્વારકા જિલ્લામાં વરસેલા વરસાદના આંકડા જોઈએ તો, ખંભાળિયા તાલુકામાં સૌથી વધુ સવા 2 ઈંચ વરસાદ વરસ્યો છે. ખાસ વાત એ છે કે, સવા ઈંચ વરસાદ તો માત્ર સાંજે 6 થી રાતના 8 વાગ્યા સુધીના બે કલાક દરમિયાન જ વરસ્યો છે.ખંભાળિયામાં ભારે વરસાદના પગલે નગરગેટ, રામનાથ સોસાયટી, જોધપુર ગેટ, આશાપુરા ચોક અને સોની બજાર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ખંભાળિયા ઉપરાંત દ્વારકા તાલુકામાં સવા ઈંચ, કલ્યાણપુર તાલુકામાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય યાત્રાધામ બેટ દ્વારકામાં પણ સતત ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

Devbhumi Dwarka Rain: દેવભૂમિ-દ્વારકામાં મેઘમહેર..! 4 ઈંચ વરસાદ થતા જળબંબાકાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘાવી માહોલ જામ્યો
  • દેવભૂમિ-દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી મેઘમહેર
  • ખંભાળિયા તાલુકામાં સૌથી વધુ સવા 2 ઈંચ વરસાદ વરસ્યો

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘાવી માહોલ જામ્યો છે. એમાંય દેવભૂમિ-દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી મેઘમહેર જોવા મળી રહી છે. એવામાં આજે જિલ્લાના 4 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે.

યાત્રાધામ દ્વારકામાં રાત્રે સાંબેલાધાર વરસાદ ખાબક્યો

યાત્રાધામ દ્વારકામાં રાત્રે સાંબેલાધાર વરસાદ ખાબક્યો છે.  દોઢ કલાકમાં અંદાજે ચાર ઇંચ વરસાદ પડ્યો છે. દ્વારકાના મુખ્ય રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે. રેલવે સ્ટેશન રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ભારે વરસાદ પડતાં બિરલા કોલોનીમાં વૃક્ષ ધરાશયી થયું છે. તોતારી મઠમાં રહેણાંક મકાનમાં વરસાદી પાણી ભરાયા છે. અંદાજે 25 રહેણાંક મકાનમાં વરસાદી પાણી ઘૂસ્યા છે.

જો આજે દેવભૂમિ-દ્વારકા જિલ્લામાં વરસેલા વરસાદના આંકડા જોઈએ તો, ખંભાળિયા તાલુકામાં સૌથી વધુ સવા 2 ઈંચ વરસાદ વરસ્યો છે. ખાસ વાત એ છે કે, સવા ઈંચ વરસાદ તો માત્ર સાંજે 6 થી રાતના 8 વાગ્યા સુધીના બે કલાક દરમિયાન જ વરસ્યો છે.

ખંભાળિયામાં ભારે વરસાદના પગલે નગરગેટ, રામનાથ સોસાયટી, જોધપુર ગેટ, આશાપુરા ચોક અને સોની બજાર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

ખંભાળિયા ઉપરાંત દ્વારકા તાલુકામાં સવા ઈંચ, કલ્યાણપુર તાલુકામાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય યાત્રાધામ બેટ દ્વારકામાં પણ સતત ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.