સુરતમાં ફી બાકી હોવાથી વિધાર્થીઓને પરીક્ષા નહી આપવાનો લાગ્યો આરોપ

માઉન્ટ મેરી સ્કૂલમાં વાલીઓએ કર્યો ઉગ્ર હોબાળો વિદ્યાર્થીઓની સ્કૂલની ફી બાકી હોવાથી પરીક્ષા આપવા ન દીધાનો આક્ષેપ 80 થી 90 વિદ્યાર્થીઓને પરીક્ષા ન આપવા દીધી તેવો વાલીઓનો આક્ષેપ સુરતના લિંબાયતમાં આવેલી માઉન્ટ મેરી સ્કૂલમાં આજે વાલીઓએ હોબાળો કર્યો હતો,વાલીઓનો આક્ષેપ છે કે વિધાર્થીઓની ફી બાકી હોવાથી વિધાર્થીઓને આજે સ્કૂલ તરફથી પરીક્ષા આપવા દેવામાં આવી નથી જેના કારણે વાલીઓ શાળા પર પહોચ્યા હતા,તો આચાર્ય દ્વારા પણ વાલીઓને ફી ભરવા માટે સૂચના આપી હતી.તો 50 કરતા વધારે વિધાર્થીઓની ફી બાકી હોવાથી પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા ન હતા. વિધાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા માઉન્ટ મેરી સ્કૂલ એ કોઈ એક વખત નહી પણ અનેક વખત વિવાદોમાં સપડાઈ છે,આજે વાલીઓ સ્કૂલમાં વિરોધ કરવા પહોચ્યાં હતા,વાલીઓ દ્વારા શાળાના સંચાલકો સાથે મિટિંગ કરવામાં આવી પણ શાળા સંચાલકોનું એ જ કહેવુ છે કે જયાં સુધી બાળકની ફી ભરવામાં આવશે નહી ત્યાં સુધી તેમની પરિક્ષા લેવામાં આવશે નહી અને પરિણામ પણ આપવામાં આવશે નહી.જેથી વાલીઓ વધુ ઉગ્ર બન્યા છે. અગાઉ પણ માઉન્ટમેરી શાળા આવી છે વિવાદમાં લિંબાયતની માઉન્ટ મેરી હાઇસ્કુલમાં વિદ્યાર્થીઓને રજા આપી શિક્ષકો 5 દિવસના પ્રવાસે ઉપડી ગયા હોવાની ઘટનામાં DEO એક્શનમાં આવ્યા હતા. વાત જાણે એમ છે કે, જિલ્લા શિક્ષણાધિકારી બી એસ પરમારે પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાળાની ફરિયાદને આધારે જ્યુકેશન ઇન્સપેક્ટરને તપાસ સોંપી હતા. આ સાથે વિદ્યાર્થીઓને રજા આપી શિક્ષકો રજા માણવા નિકળી જતાં આચાર્ય પાસે ખુલાસો પણ મંગાયો હતો.  

સુરતમાં ફી બાકી હોવાથી વિધાર્થીઓને પરીક્ષા નહી આપવાનો લાગ્યો આરોપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • માઉન્ટ મેરી સ્કૂલમાં વાલીઓએ કર્યો ઉગ્ર હોબાળો
  • વિદ્યાર્થીઓની સ્કૂલની ફી બાકી હોવાથી પરીક્ષા આપવા ન દીધાનો આક્ષેપ
  • 80 થી 90 વિદ્યાર્થીઓને પરીક્ષા ન આપવા દીધી તેવો વાલીઓનો આક્ષેપ

સુરતના લિંબાયતમાં આવેલી માઉન્ટ મેરી સ્કૂલમાં આજે વાલીઓએ હોબાળો કર્યો હતો,વાલીઓનો આક્ષેપ છે કે વિધાર્થીઓની ફી બાકી હોવાથી વિધાર્થીઓને આજે સ્કૂલ તરફથી પરીક્ષા આપવા દેવામાં આવી નથી જેના કારણે વાલીઓ શાળા પર પહોચ્યા હતા,તો આચાર્ય દ્વારા પણ વાલીઓને ફી ભરવા માટે સૂચના આપી હતી.તો 50 કરતા વધારે વિધાર્થીઓની ફી બાકી હોવાથી પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા ન હતા.

વિધાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા

માઉન્ટ મેરી સ્કૂલ એ કોઈ એક વખત નહી પણ અનેક વખત વિવાદોમાં સપડાઈ છે,આજે વાલીઓ સ્કૂલમાં વિરોધ કરવા પહોચ્યાં હતા,વાલીઓ દ્વારા શાળાના સંચાલકો સાથે મિટિંગ કરવામાં આવી પણ શાળા સંચાલકોનું એ જ કહેવુ છે કે જયાં સુધી બાળકની ફી ભરવામાં આવશે નહી ત્યાં સુધી તેમની પરિક્ષા લેવામાં આવશે નહી અને પરિણામ પણ આપવામાં આવશે નહી.જેથી વાલીઓ વધુ ઉગ્ર બન્યા છે.


અગાઉ પણ માઉન્ટમેરી શાળા આવી છે વિવાદમાં

લિંબાયતની માઉન્ટ મેરી હાઇસ્કુલમાં વિદ્યાર્થીઓને રજા આપી શિક્ષકો 5 દિવસના પ્રવાસે ઉપડી ગયા હોવાની ઘટનામાં DEO એક્શનમાં આવ્યા હતા. વાત જાણે એમ છે કે, જિલ્લા શિક્ષણાધિકારી બી એસ પરમારે પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાળાની ફરિયાદને આધારે જ્યુકેશન ઇન્સપેક્ટરને તપાસ સોંપી હતા. આ સાથે વિદ્યાર્થીઓને રજા આપી શિક્ષકો રજા માણવા નિકળી જતાં આચાર્ય પાસે ખુલાસો પણ મંગાયો હતો.