મેં લેઉઆ પાટીદાર અંગે કોઇ નિવેદન આપ્યું નથી: પરશોત્તમ રૂપાલા

દિલ્હીથી કોઇ તેડું નહીં હોવાનો રૂપાલાએ કર્યો દાવો ઉમેદવારોને પસંદ કરવાનો અધિકાર પક્ષનોઃ રૂપાલા મોહન કુંડારિયા ડમી ઉમેદવાર રહેશે એ પહેલેથી નક્કી હતુ ક્ષત્રિય સમાજના વિવાદ અંગે પરશોત્તમ રૂપાલાએ દાવો કર્યો છે. જેમાં દિલ્હીથી કોઇ તેડું નહીં હોવાનો રૂપાલાએ દાવો કર્યો છે. તેમજ પરશોત્તમ રૂપાલાએ જણાવ્યુ છે કે ઉમેદવારોને પસંદ કરવાનો અધિકાર પક્ષનો છે. મોહન કુંડારિયા ડમી ઉમેદવાર રહેશે એ પહેલેથી નક્કી હતુ. મારાથી જે ભૂલ થઈ હતી તેની માફી મેં માગી લીધી હતી મારાથી જે ભૂલ થઈ હતી તેની માફી મેં માગી લીધી હતી. ક્ષત્રિયોના રોષ વચ્ચે રૂપાલાનું માફી માગી લીધી હોવાનું રટણ ચાલુ છે. જેમાં રૂપાલાએ જણાવ્યું છે કે ક્ષત્રિય સમાજ સામે જઈને મેં માફી માગી હતી. મારા માટે આ વિષય પૂર્ણ થઈ ગયેલો છે. સમાજને પોતાની વાત મૂકવાનો અધિકાર છે. ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ હોય તો મેં માફી માગી છે. ક્ષત્રિય સમાજ માફી આપી દે તેવા પ્રયત્ન અમે કરી રહ્યા છીએ. ઉમેદવાર બદલવાની વાત મારી અને પક્ષ વચ્ચેની છે. મેં લેઉઆ પાટીદાર અંગે કોઇ નિવેદન આપ્યું નથી. જો એવો કોઇ વીડિયો હોય તો એ વાયરલ કરો. આજે પહેલી 1 એપ્રિલ છે એટલે એમાં પડવું જ ન જોઇએ: રૂપાલા રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ વાલ્મીકિ સમાજના કાર્યક્રમમાં ક્ષત્રિયો અંગે ટિપ્પણી કરતાં ક્ષત્રિયો નારાજ થયા હતા. છેલ્લા ઘણા દિવસથી રાજ્યભરમાં રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચાવવા માટે માગ કરવામાં આવી રહી છે. રૂપાલાએ બે વાર માફી માગી લીધી હોવા છતાં વિરોધ શાંત પડ્યો નથી. એને પગલે રૂપાલાને દિલ્હીથી તેડું આવ્યું હોવાની અટકળો ચાલી હતી. આ તમામ ઘટનાક્રમ વચ્ચે રૂપાલાએ આજે મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું કે મને કોઈએ દિલ્હી બોલાવ્યો નથી. મોહન કુંડરિયા ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે. આ ઉપરાંત રૂપાલાએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની વાતને પણ રદિયો આપતાં કહ્યું હતું કે એ પાર્લમેન્ટરી બોર્ડનો વિષય છે. એની અટકળો ના કરવાની હોય. આજે પહેલી 1 એપ્રિલ છે એટલે એમાં પડવું જ ન જોઇએ.

મેં લેઉઆ પાટીદાર અંગે કોઇ નિવેદન આપ્યું નથી: પરશોત્તમ રૂપાલા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દિલ્હીથી કોઇ તેડું નહીં હોવાનો રૂપાલાએ કર્યો દાવો
  • ઉમેદવારોને પસંદ કરવાનો અધિકાર પક્ષનોઃ રૂપાલા
  • મોહન કુંડારિયા ડમી ઉમેદવાર રહેશે એ પહેલેથી નક્કી હતુ

ક્ષત્રિય સમાજના વિવાદ અંગે પરશોત્તમ રૂપાલાએ દાવો કર્યો છે. જેમાં દિલ્હીથી કોઇ તેડું નહીં હોવાનો રૂપાલાએ દાવો કર્યો છે. તેમજ પરશોત્તમ રૂપાલાએ જણાવ્યુ છે કે ઉમેદવારોને પસંદ કરવાનો અધિકાર પક્ષનો છે. મોહન કુંડારિયા ડમી ઉમેદવાર રહેશે એ પહેલેથી નક્કી હતુ.

મારાથી જે ભૂલ થઈ હતી તેની માફી મેં માગી લીધી હતી

મારાથી જે ભૂલ થઈ હતી તેની માફી મેં માગી લીધી હતી. ક્ષત્રિયોના રોષ વચ્ચે રૂપાલાનું માફી માગી લીધી હોવાનું રટણ ચાલુ છે. જેમાં રૂપાલાએ જણાવ્યું છે કે ક્ષત્રિય સમાજ સામે જઈને મેં માફી માગી હતી. મારા માટે આ વિષય પૂર્ણ થઈ ગયેલો છે. સમાજને પોતાની વાત મૂકવાનો અધિકાર છે. ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ હોય તો મેં માફી માગી છે. ક્ષત્રિય સમાજ માફી આપી દે તેવા પ્રયત્ન અમે કરી રહ્યા છીએ. ઉમેદવાર બદલવાની વાત મારી અને પક્ષ વચ્ચેની છે. મેં લેઉઆ પાટીદાર અંગે કોઇ નિવેદન આપ્યું નથી. જો એવો કોઇ વીડિયો હોય તો એ વાયરલ કરો.

આજે પહેલી 1 એપ્રિલ છે એટલે એમાં પડવું જ ન જોઇએ: રૂપાલા

રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ વાલ્મીકિ સમાજના કાર્યક્રમમાં ક્ષત્રિયો અંગે ટિપ્પણી કરતાં ક્ષત્રિયો નારાજ થયા હતા. છેલ્લા ઘણા દિવસથી રાજ્યભરમાં રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચાવવા માટે માગ કરવામાં આવી રહી છે. રૂપાલાએ બે વાર માફી માગી લીધી હોવા છતાં વિરોધ શાંત પડ્યો નથી. એને પગલે રૂપાલાને દિલ્હીથી તેડું આવ્યું હોવાની અટકળો ચાલી હતી. આ તમામ ઘટનાક્રમ વચ્ચે રૂપાલાએ આજે મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું કે મને કોઈએ દિલ્હી બોલાવ્યો નથી. મોહન કુંડરિયા ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે. આ ઉપરાંત રૂપાલાએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની વાતને પણ રદિયો આપતાં કહ્યું હતું કે એ પાર્લમેન્ટરી બોર્ડનો વિષય છે. એની અટકળો ના કરવાની હોય. આજે પહેલી 1 એપ્રિલ છે એટલે એમાં પડવું જ ન જોઇએ.