સાબરકાંઠામાં વિરોધના સૂત્રધાર સુધી પહોંચવા મુખ્યમંત્રીએ હોદ્દેદારો સાથે બેઠક યોજી

બેઠકમાં એક - એક વ્યક્તિઓને બોલાવીને સાંભળવામાં આવ્યા મુખ્યમંત્રીએ પ્રદેશ પ્રમુખ, સંગઠન મહામંત્રી બધાને સાંભળ્યા વિરોધ પાછળની ભૂમિકા ભજવનાર અંગે મેળવી જાણકારી ભાજપમાં સાબરકાંઠા બેઠક પર એક તરફ ઉમેદવાર બદલાવા અંગેની વાતો ચાલી રહી છે ત્યાં બીજી તરફ ગાંધીનગરમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. સાબરકાંઠામાં હવે ભાજપ તેમના બીજા ઉમેદવાર એટલે કે શોભના બારૈયાને પણ બદલી ત્રીજા ઉમેદવારની શોધ શરૂ કરી હોવાની ચર્ચા વચ્ચે ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસ્થાને અંદાજે સાડા ત્રણ કલાક સુધી બેઠક ચાલી હતી જે પૂર્ણ થઈ છે જેમાં તમામ સ્થાનિક નેતાઓને સાંભળવામાં આવ્યા છે. સાબરકાંઠાની બેઠક પર ઉમેદવાર બદલવાથી લઈ સ્થાનિક નેતાઓને સમજાવવા માટે પાર્ટી હાઇકમાન્ડે ગાંધીનગર ખાતે બેઠક યોજી હતી. જેમાં બેઠકમાં એક - એક વ્યક્તિઓને બોલાવીને સાંભળવામાં આવ્યા છે. આ દરમિયાન મુખ્યમંત્રીએ પ્રદેશ પ્રમુખ, સંગઠન મહામંત્રી બધાને સાંભળ્યા છે. જ્યાં સાબરકાંઠાના હોદ્દેદારોને એક એક કરીને બોલાવી સાંભળ્યા હતા. અને તેમના પ્રશ્ન તેમજ ક્યા કારણોથી વિવાદ ઊભો થઈ રહ્યો છે તે મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. જ્યાં મુખ્યમંત્રીએ ઉમેદવારના વિવાદ અને વિરોધ અંગે માહિતી મેળવી હતી. જેના સાથે જ વિરોધ પાછળની ભૂમિકા ભજવનાર અંગે પણ જાણકારી મેળવી છે. કોઈએ નિવેદન આપવા નહીંબીજી તરફ ગઈકાલે જ ભાજપ પ્રદેશ કાર્યલાય કમલમ તરફથી કોઈ નેતાને અને હોદેદ્દારોને મીડિયા સામે નિવેદન ન આપવા અંગે સૂચના આપવામાં આવી છે, જેના અંગે સાબરકાંઠાના હોદેદ્દારોને પણ મીડિયામાં જાહેર રીતે કંઈ ન બોલવું પક્ષ પોતાનો નિર્ણય કરશે તેમ જણાવ્યું છે. 

સાબરકાંઠામાં વિરોધના સૂત્રધાર સુધી પહોંચવા મુખ્યમંત્રીએ હોદ્દેદારો સાથે બેઠક યોજી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બેઠકમાં એક - એક વ્યક્તિઓને બોલાવીને સાંભળવામાં આવ્યા
  • મુખ્યમંત્રીએ પ્રદેશ પ્રમુખ, સંગઠન મહામંત્રી બધાને સાંભળ્યા
  • વિરોધ પાછળની ભૂમિકા ભજવનાર અંગે મેળવી જાણકારી
ભાજપમાં સાબરકાંઠા બેઠક પર એક તરફ ઉમેદવાર બદલાવા અંગેની વાતો ચાલી રહી છે ત્યાં બીજી તરફ ગાંધીનગરમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. સાબરકાંઠામાં હવે ભાજપ તેમના બીજા ઉમેદવાર એટલે કે શોભના બારૈયાને પણ બદલી ત્રીજા ઉમેદવારની શોધ શરૂ કરી હોવાની ચર્ચા વચ્ચે ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસ્થાને અંદાજે સાડા ત્રણ કલાક સુધી બેઠક ચાલી હતી જે પૂર્ણ થઈ છે જેમાં તમામ સ્થાનિક નેતાઓને સાંભળવામાં આવ્યા છે.

સાબરકાંઠાની બેઠક પર ઉમેદવાર બદલવાથી લઈ સ્થાનિક નેતાઓને સમજાવવા માટે પાર્ટી હાઇકમાન્ડે ગાંધીનગર ખાતે બેઠક યોજી હતી. જેમાં બેઠકમાં એક - એક વ્યક્તિઓને બોલાવીને સાંભળવામાં આવ્યા છે. આ દરમિયાન મુખ્યમંત્રીએ પ્રદેશ પ્રમુખ, સંગઠન મહામંત્રી બધાને સાંભળ્યા છે.

જ્યાં સાબરકાંઠાના હોદ્દેદારોને એક એક કરીને બોલાવી સાંભળ્યા હતા. અને તેમના પ્રશ્ન તેમજ ક્યા કારણોથી વિવાદ ઊભો થઈ રહ્યો છે તે મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. જ્યાં મુખ્યમંત્રીએ ઉમેદવારના વિવાદ અને વિરોધ અંગે માહિતી મેળવી હતી. જેના સાથે જ વિરોધ પાછળની ભૂમિકા ભજવનાર અંગે પણ જાણકારી મેળવી છે.

કોઈએ નિવેદન આપવા નહીં
બીજી તરફ ગઈકાલે જ ભાજપ પ્રદેશ કાર્યલાય કમલમ તરફથી કોઈ નેતાને અને હોદેદ્દારોને મીડિયા સામે નિવેદન ન આપવા અંગે સૂચના આપવામાં આવી છે, જેના અંગે સાબરકાંઠાના હોદેદ્દારોને પણ મીડિયામાં જાહેર રીતે કંઈ ન બોલવું પક્ષ પોતાનો નિર્ણય કરશે તેમ જણાવ્યું છે.