મહેસાણા લોકસભા બેઠકનું રાજકીય ગણિત જાણો.કોગ્રેસે નથી જાહેર કર્યા ઉમેદવાર

ગુજરાતના રાજકારણની સૌથી મહત્વની સીટ મહેસાણા ભાજપે લોકસભા બેઠક 2024માં હરી પટેલને ટિકીટ આપી મહેસાણા લોકસભા બેઠક પર નામને લઇ કોંગ્રેસ હજુ અનિર્ણિત છે એટલે કે વર્ષ 2024ની મહેસાણાની લોકસભાની સીટ પર કોગ્રેસે ઉમેદવારનુ નામ જાહેર કર્યુ નથી.ગુજરાતમાં સૌથી મહત્વની સીટ અને મહત્વના રાજકારણની શરૂઆત મહેસાણા જિલ્લામાં થઈ હતી,મહેસાણા એ પટેલ સમાજનો ગઢ ગઢવામાં આવે છે,પટેલ સમાજનુ પ્રભુત્વ મહેસાણા જિલ્લામાં વિશાળ છે.ચાવડા વંશના મેહસાજી ચાવડાએ મહેસાણાની સ્થાપના કરી હતી. તેમણે શહેરના તોરણનું બાંધકામ કર્યું હતું અને તોરણ માતાનું મંદિર વિક્રમ સંવત ૧૪૧૪ ભાદરવા સુદ દસમ (ઇ.સ. ૧૩૫૮) ના રોજ બંધાવ્યું હતું.મહેસાણા જિલ્લાની નજીકથી કર્કવૃત ૫સા૨ થતુ હોવાથી આ જિલ્લાની આબોહવા વિષમ પ્રકા૨ની જોવા મળે છે. ઉનાળામાં સખત ગ૨મી અને શિયાળામાં સખત ઠંડી ૫ડે છે.જાણો ભાજપના ઉમેદવાર હરી પટેલને હરી પટેલ મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના સુણક ગામના વતની છે અને તેઓ તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. હાલમાં તેઓ મહેસાણા જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ છે.ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હરીભાઇ પટેલને મેદાને ઉતાર્યા છે. મહેસાણાના સાંસદ શારદાબેન પટેલે પહેલાથી જ નવા ઉમેદવારને તક આપવા માટે ભાજપને વિનંતી કરી હતી.મહેસાણા બેઠકના ઉમેદવાર ફાઈન આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ રહી ચૂક્યા છે. શિક્ષણ સાથે જોડાયેલા વધુ એક ચહેરાને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. હરીભાઈ 2019માં નિવૃત્ત થયા હતા અને ત્યારબાદ તેઓ સંપૂર્ણ સક્રિયતાથી રાજકારણમાં નજર આવી રહ્યા હતા. જેને લઈ હવે તેઓને તેનું ફળ મળ્યુ હતુ. હરી પટેલની રાજકીય સફર હરીભાઈ પટેલ મહેસાણા જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતા. તેઓ 2010માં જિલ્લા પંચાયતમાં ચૂંટાઇ આવ્યા હતા અને કારોબારી અધ્યક્ષ તરીકે પદ સંભાળ્યુ હતુ. ત્યારબાદ ફરીથી જિલ્લા પંચાયતના ઉમેદવાર જાહેર થઈ વિજેતા બન્યા હતા. હરીભાઇએ ફરીથી જિલ્લા પંચાયતમાં જીત મેળવીને પહોંચ્યા બાદ ફરી કારોબારી અધ્યક્ષ પદને સંભાળ્યુ હતુ.2005 માં કામલી બેઠક પરથી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 6000 મતોથી જીત મેળવી હતી.આ ઉપરાંત તેઓ મહેસાણા તાલુકા, બેચરાજી તાલુકાના પ્રભારી તરીકે ભાજપ તરફથી જવાબદારી સંભાળી ચૂક્યા છે. ઉપરાંત જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ અને પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે. બેઠકનું જાતિગત સમીકરણ 22.6 % પાટીદાર 15.8 % ઠાકોર 12.9 % સવર્ણો 2.3 % ક્ષત્રિય 3.4 % ચૌધરી 5.6 % મુસ્લિમ 11.7 % દલિત મહેસાણા વિધાનસભા વિસ્તાર મહેસાણા લોકસભા બેઠક કુલ 7 વિધાનસભા મત વિસ્તારનો સમાવેશ થાય છે. જેમાં ગાંધીનગર જિલ્લાની માણસા વિધાનસભા ઉપરાંત મહેસાણાની વિસનગર, ઊંઝા, કડી, બેચરાજી, વિજાપુર અને મહેસાણા વિધાનસભા મતવિસ્તાર સામેલ છે. જે પૈકી માણસા, ઊંઝા અને બેચરાજી બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્યનો વિજય થયો હતો. જ્યારે મહેસાણા, કડી, વિજાપુર, વિસનગર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય ચુંટાયા હતા.મહેસાણા લોકસભા બેઠક ઉપર વર્ષોથી પાટીદાર મતદારોનો પ્રભુત્વ રહ્યું છે. આ સમાજ મોટાભાગે ભાજપની મજબૂત વોટ બેંક ગણાય છે. આ બેઠક ઉપર અત્યારસુધીના ચુંટણી પરિણામો પર દ્રષ્ટિપાત કરીએ તો ૧૯૮૪ બાદની ચુંટણીઓમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે. જોકે પાટીદાર અનામત આંદોલનના એપી સેન્ટર રહેલા મહેસાણા જિલ્લામાં હાલ જિ.પં. સહિત વિજાપુર, મહેસાણા, જોટાણા, વિસનગર સહિત મોટાભાગની તાલુકા પંચાયતમાં કોંગ્રેસે સત્તા મેળવી હતી. સીટિંગ સાંસદ શારદાબેન પટેલે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો મહેસાણા લોકસભા સીટ પરથી સીટીંગ સાંસદ શારદાબેન પટેલે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. શારદાબેન પટેલે લોકસભા ચૂંટણી લડવાનો ઇનકાર કરતા ભારતીય જનતા પાર્ટી દ્વારા નવો ઉમેદવાર મૂકવામાં આવે તેવી સંભાવના છે. શારદાબેન પટેલે જણાવ્યું હતું કે પાર્ટીએ યુવા ઉમેદવારને તક આપવી જોઈએ. મારી ઉંમર માપદંડમાં નથી આવતી. મહેસાણા દૂધ સાગર ડેરી પાસે ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સાંસદે લોકસભા ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો. 2004 લોકસભા ચૂંટણીમાં મહેસાણાથી નીતિન પટેલની થઈ હતી હાર ભૂતકાળમાં નીતિનભાઈ પટેલ મહેસાણાથી લોકસભાની ચૂંટણી હારી ચૂક્યા છે. વર્ષ 2004માં તેઓ મહેસાણા સીટ પરથી લોકસભા ચૂંટણી લડ્યા હતા. કોંગ્રેસના જીવાભાઈ પટેલ સામે તેમની 14511 મતે હાર થઈ હતી. જીવાભાઈ પટેલ 2017 ની વિધાનસભા ચૂંટણી નીતિનભાઈ પટેલ સામે લડીને હાર્યા હતા. બાદમાં તેઓ ભાજપમાં જોડાયા હતા. 2019ની ચૂંટણીમાં અસરકર્તા પરીબળો અને હારજીતની માહિતીપાટીદાર અનામત આંદોલન , બેરોજગારી , એન્ટી ઈન્કબન્સી , વણ ઉકલ્યા પ્રશ્નો , ખેડૂતોને સિંચાઈના પાણીની સમસ્યા , ખેડૂતોને નવા વિજ જોડાણ મળતા નથી , વિજાપુર - આંબલીયાસણ રેલ લાઈન ,ગ્રામીણ રૂટો પર એસટીની સુવિધા પ્રથમ સાંસદ પુરષોત્તમદાસ પટેલ મહેસાણા લોકસભા સીટના પ્રથમ સાંસદ પુરષોત્તમદાસ પટેલ હતા મહેસાણા લોકસભા સીટ પર પ્રથમ લોકસભા ચૂંટણી વર્ષ 1957માં થઇ હતી. આ લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારે જીત મેળવી હતી. આ ચૂંટણીમાં પટેલ પુરષોત્તમદાસ રણછોડભાઇએ અપક્ષ ઉમદવારી નોધાવી હતી. તેમને સામે સક્ષમ ઉમેદવાર તરીકે કોંગ્રેસમાંથી મહેતા વાડીલાલ લલ્લુભાઇ હતા. મહેસાણા લોકસભા સીટની પ્રથમ ચૂંટણીમાં પટેલ પુરષોત્તમદાસ રણછોડદાસનો અપક્ષ ઉમેદવાર તરીકે વિજય થયો. આમ મહેસાણા લોકસભા સીટના પ્રથમ સાંસદ પટેલ પુરષોત્તમદાસ બન્યા હતા. મહેસાણા બેઠક પરના 1951થી 2019 સુધીના રાજકીય સમીકરણો અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયા બાદ દેશમાં સૌ પ્રથમવાર 1951માં લોકસભાની ચૂંટણી યોજાઇ હતી. ત્યારથી લઇને અત્યાર સુધી આ મહેસાણા બેઠક માટે 18 વખત સામાન્ય ચૂંટણી તેમજ એક વખતે પેટા ચૂંટણી યોજાઇ છે. પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસે વિજયી ખાતું ખોલાવ્યું હતું. જોકે 1957માં બીજી ટર્મમાં અપક્ષના ઉમેદવારે બાજી મારી હતી. જ્યારે 1962માં ફરી એકવાર કોંગ્રેસે પોતાનું પ્રભુત્વ પાછું મેળવ્યું હતું. જોકે ત્યારબાદ 1967માં ફરી કોંગ્રેસે બેઠક ગુમાવી દીધી અને સ્વતંત્ર પાટીની જીત થઈ હતી. 1971માં કોંગ્રેસ(આઇ)ના હાથમાં બેઠકમાં આવી હતી. 1977માં જન

મહેસાણા લોકસભા બેઠકનું રાજકીય ગણિત જાણો.કોગ્રેસે નથી જાહેર કર્યા ઉમેદવાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગુજરાતના રાજકારણની સૌથી મહત્વની સીટ મહેસાણા
  • ભાજપે લોકસભા બેઠક 2024માં હરી પટેલને ટિકીટ આપી
  • મહેસાણા લોકસભા બેઠક પર નામને લઇ કોંગ્રેસ હજુ અનિર્ણિત છે એટલે કે વર્ષ 2024ની મહેસાણાની લોકસભાની સીટ પર કોગ્રેસે ઉમેદવારનુ નામ જાહેર કર્યુ નથી.

ગુજરાતમાં સૌથી મહત્વની સીટ અને મહત્વના રાજકારણની શરૂઆત મહેસાણા જિલ્લામાં થઈ હતી,મહેસાણા એ પટેલ સમાજનો ગઢ ગઢવામાં આવે છે,પટેલ સમાજનુ પ્રભુત્વ મહેસાણા જિલ્લામાં વિશાળ છે.ચાવડા વંશના મેહસાજી ચાવડાએ મહેસાણાની સ્થાપના કરી હતી. તેમણે શહેરના તોરણનું બાંધકામ કર્યું હતું અને તોરણ માતાનું મંદિર વિક્રમ સંવત ૧૪૧૪ ભાદરવા સુદ દસમ (ઇ.સ. ૧૩૫૮) ના રોજ બંધાવ્યું હતું.મહેસાણા જિલ્લાની નજીકથી કર્કવૃત ૫સા૨ થતુ હોવાથી આ જિલ્લાની આબોહવા વિષમ પ્રકા૨ની જોવા મળે છે. ઉનાળામાં સખત ગ૨મી અને શિયાળામાં સખત ઠંડી ૫ડે છે.

જાણો ભાજપના ઉમેદવાર હરી પટેલને

હરી પટેલ મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના સુણક ગામના વતની છે અને તેઓ તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. હાલમાં તેઓ મહેસાણા જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ છે.ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હરીભાઇ પટેલને મેદાને ઉતાર્યા છે. મહેસાણાના સાંસદ શારદાબેન પટેલે પહેલાથી જ નવા ઉમેદવારને તક આપવા માટે ભાજપને વિનંતી કરી હતી.મહેસાણા બેઠકના ઉમેદવાર ફાઈન આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ રહી ચૂક્યા છે. શિક્ષણ સાથે જોડાયેલા વધુ એક ચહેરાને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. હરીભાઈ 2019માં નિવૃત્ત થયા હતા અને ત્યારબાદ તેઓ સંપૂર્ણ સક્રિયતાથી રાજકારણમાં નજર આવી રહ્યા હતા. જેને લઈ હવે તેઓને તેનું ફળ મળ્યુ હતુ.


હરી પટેલની રાજકીય સફર

હરીભાઈ પટેલ મહેસાણા જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતા. તેઓ 2010માં જિલ્લા પંચાયતમાં ચૂંટાઇ આવ્યા હતા અને કારોબારી અધ્યક્ષ તરીકે પદ સંભાળ્યુ હતુ. ત્યારબાદ ફરીથી જિલ્લા પંચાયતના ઉમેદવાર જાહેર થઈ વિજેતા બન્યા હતા. હરીભાઇએ ફરીથી જિલ્લા પંચાયતમાં જીત મેળવીને પહોંચ્યા બાદ ફરી કારોબારી અધ્યક્ષ પદને સંભાળ્યુ હતુ.2005 માં કામલી બેઠક પરથી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 6000 મતોથી જીત મેળવી હતી.આ ઉપરાંત તેઓ મહેસાણા તાલુકા, બેચરાજી તાલુકાના પ્રભારી તરીકે ભાજપ તરફથી જવાબદારી સંભાળી ચૂક્યા છે. ઉપરાંત જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ અને પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે.

બેઠકનું જાતિગત સમીકરણ

22.6 % પાટીદાર

15.8 % ઠાકોર

12.9 % સવર્ણો

2.3 % ક્ષત્રિય

3.4 % ચૌધરી

5.6 % મુસ્લિમ

11.7 % દલિત


મહેસાણા વિધાનસભા વિસ્તાર

મહેસાણા લોકસભા બેઠક કુલ 7 વિધાનસભા મત વિસ્તારનો સમાવેશ થાય છે. જેમાં ગાંધીનગર જિલ્લાની માણસા વિધાનસભા ઉપરાંત મહેસાણાની વિસનગર, ઊંઝા, કડી, બેચરાજી, વિજાપુર અને મહેસાણા વિધાનસભા મતવિસ્તાર સામેલ છે. જે પૈકી માણસા, ઊંઝા અને બેચરાજી બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્યનો વિજય થયો હતો. જ્યારે મહેસાણા, કડી, વિજાપુર, વિસનગર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય ચુંટાયા હતા.મહેસાણા લોકસભા બેઠક ઉપર વર્ષોથી પાટીદાર મતદારોનો પ્રભુત્વ રહ્યું છે. આ સમાજ મોટાભાગે ભાજપની મજબૂત વોટ બેંક ગણાય છે. આ બેઠક ઉપર અત્યારસુધીના ચુંટણી પરિણામો પર દ્રષ્ટિપાત કરીએ તો ૧૯૮૪ બાદની ચુંટણીઓમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે. જોકે પાટીદાર અનામત આંદોલનના એપી સેન્ટર રહેલા મહેસાણા જિલ્લામાં હાલ જિ.પં. સહિત વિજાપુર, મહેસાણા, જોટાણા, વિસનગર સહિત મોટાભાગની તાલુકા પંચાયતમાં કોંગ્રેસે સત્તા મેળવી હતી.


સીટિંગ સાંસદ શારદાબેન પટેલે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો

મહેસાણા લોકસભા સીટ પરથી સીટીંગ સાંસદ શારદાબેન પટેલે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. શારદાબેન પટેલે લોકસભા ચૂંટણી લડવાનો ઇનકાર કરતા ભારતીય જનતા પાર્ટી દ્વારા નવો ઉમેદવાર મૂકવામાં આવે તેવી સંભાવના છે. શારદાબેન પટેલે જણાવ્યું હતું કે પાર્ટીએ યુવા ઉમેદવારને તક આપવી જોઈએ. મારી ઉંમર માપદંડમાં નથી આવતી. મહેસાણા દૂધ સાગર ડેરી પાસે ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સાંસદે લોકસભા ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો.

2004 લોકસભા ચૂંટણીમાં મહેસાણાથી નીતિન પટેલની થઈ હતી હાર

ભૂતકાળમાં નીતિનભાઈ પટેલ મહેસાણાથી લોકસભાની ચૂંટણી હારી ચૂક્યા છે. વર્ષ 2004માં તેઓ મહેસાણા સીટ પરથી લોકસભા ચૂંટણી લડ્યા હતા. કોંગ્રેસના જીવાભાઈ પટેલ સામે તેમની 14511 મતે હાર થઈ હતી. જીવાભાઈ પટેલ 2017 ની વિધાનસભા ચૂંટણી નીતિનભાઈ પટેલ સામે લડીને હાર્યા હતા. બાદમાં તેઓ ભાજપમાં જોડાયા હતા.

2019ની ચૂંટણીમાં અસરકર્તા પરીબળો અને હારજીતની માહિતી

પાટીદાર અનામત આંદોલન , બેરોજગારી , એન્ટી ઈન્કબન્સી , વણ ઉકલ્યા પ્રશ્નો , ખેડૂતોને સિંચાઈના પાણીની સમસ્યા , ખેડૂતોને નવા વિજ જોડાણ મળતા નથી , વિજાપુર - આંબલીયાસણ રેલ લાઈન ,ગ્રામીણ રૂટો પર એસટીની સુવિધા


પ્રથમ સાંસદ પુરષોત્તમદાસ પટેલ

મહેસાણા લોકસભા સીટના પ્રથમ સાંસદ પુરષોત્તમદાસ પટેલ હતા મહેસાણા લોકસભા સીટ પર પ્રથમ લોકસભા ચૂંટણી વર્ષ 1957માં થઇ હતી. આ લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારે જીત મેળવી હતી. આ ચૂંટણીમાં પટેલ પુરષોત્તમદાસ રણછોડભાઇએ અપક્ષ ઉમદવારી નોધાવી હતી. તેમને સામે સક્ષમ ઉમેદવાર તરીકે કોંગ્રેસમાંથી મહેતા વાડીલાલ લલ્લુભાઇ હતા. મહેસાણા લોકસભા સીટની પ્રથમ ચૂંટણીમાં પટેલ પુરષોત્તમદાસ રણછોડદાસનો અપક્ષ ઉમેદવાર તરીકે વિજય થયો. આમ મહેસાણા લોકસભા સીટના પ્રથમ સાંસદ પટેલ પુરષોત્તમદાસ બન્યા હતા.

મહેસાણા બેઠક પરના 1951થી 2019 સુધીના રાજકીય સમીકરણો

અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયા બાદ દેશમાં સૌ પ્રથમવાર 1951માં લોકસભાની ચૂંટણી યોજાઇ હતી. ત્યારથી લઇને અત્યાર સુધી આ મહેસાણા બેઠક માટે 18 વખત સામાન્ય ચૂંટણી તેમજ એક વખતે પેટા ચૂંટણી યોજાઇ છે. પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસે વિજયી ખાતું ખોલાવ્યું હતું. જોકે 1957માં બીજી ટર્મમાં અપક્ષના ઉમેદવારે બાજી મારી હતી. જ્યારે 1962માં ફરી એકવાર કોંગ્રેસે પોતાનું પ્રભુત્વ પાછું મેળવ્યું હતું. જોકે ત્યારબાદ 1967માં ફરી કોંગ્રેસે બેઠક ગુમાવી દીધી અને સ્વતંત્ર પાટીની જીત થઈ હતી. 1971માં કોંગ્રેસ(આઇ)ના હાથમાં બેઠકમાં આવી હતી. 1977માં જનતા પક્ષ વિજયી બની હતી. 1980માં ફરી કોંગ્રેસનો વિજય થયો હતો.ત્યારબાદ 1984માં ભાજપના ડો.એ.કે.પટેલે ભાજપનું ખાતું ખોલાવ્યું હતું. જેઓ સતત પાંચ ટર્મ સુધી જીતતા આવ્યા હતા. જોકે 1999માં યોજાયેલ ચૂંટણીમાં કોંગ્રેસ સામે ભાજપની હાર થઈ હતી. પરંતુ વર્ષ 1999માં આ બેઠક પરથી જીતેલા કોંગ્રેસના ઉમેદવાર આત્મારામભાઇ પટેલનું નિધન થતાં વર્ષ 2002ના ડિસેમ્બર મહિનામાં પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં આ બેઠક કોંગ્રેસે ગુમાવી દીધી અને ભાજપના પૂંજાજી ઠાકોરની જીત થઈ હતી. 2004માં ફરી બાજી પલટાઈ અને કોંગ્રેસનો વિજય થયો હતો. પરંતુ કોંગ્રેસ વિજય પરંપરા જાળવી ના શકતાં વર્ષ 2009માં ફરી આ બેઠક ભાજપના ફાળે આવી હતી. 2009, 2014 અને 2019 આમ સતત ત્રણ ટર્મથી ભાજપના ઉમેદવાર જીતતા આવી રહ્યા છે.