Gandhinagar News : ધો 10 અને 12ની પરીક્ષામાં 453 વિધાર્થીઓએ ચોરી કરી

CCTV ચકાસણીમાં 412 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા ઝડપાયા મે મહિનામાં વિદ્યાર્થીઓને પોતાનો પક્ષ રજુ કરવાની તક અપાશે સુનવણી દરમિયાન વિદ્યાર્થી સ્વ બચાવમાં પોતાનો ખુલાસો દલીલ રજૂ કરી શકશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા પૂર્ણ થતાની સાથે જ પરીક્ષા કેન્દ્રોના CCTV ફૂટેજ ચકાસવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં 412 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા ઝડપાયા હતા,મે મહિનામાં વિદ્યાર્થીઓને પોતાનો પક્ષ રજુ કરવાની તક અપાશે,સુનવણી દરમિયાન વિદ્યાર્થી સ્વ બચાવમાં પોતાનો ખુલાસો દલીલ રજૂ કરી શકશે સાથે સાથે સુનાવણીમાં વિદ્યાર્થી સાથે સ્થળ સંચાલક પરીક્ષક પણ હાજર રહેશે અને બોર્ડના અધિકારી દ્વારા તમામને સાંભળ્યા બાદ વિદ્યાર્થીને સજા સંભળાવવામાં આવશે.CCTVમાં ચોરી કરતા ઝડપાયા તાજેતરમાં બોર્ડ દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પત્ર મોકલીને એવી તાકીદ કરવામાં આવી હતી કે, માર્ચ 2024માં લેવાયેલી પરીક્ષાઓમાં જિલ્લા કક્ષાએ સમિતિએ CCTV ચકાસણી કર્યા બાદ જે વિદ્યાર્થીઓ ગેરરીતિઓ કરતાં ઝડપાયા હતા તેની યાદી મગાવવામાં આવી છે. બોર્ડની પરીક્ષા સમિતિ સમક્ષ રૂબરૂ સુનાવણી દરમિયાન ગેરરીતિમાં ઝડપાયેલા તમામ વિદ્યાર્થીઓની અલગ ઓળખ કરીને CCTV ફૂટેજ તૈયાર કરવામાં આવ્યા હતા. નોંધાયા કેસ આગામી દિવસોમાં બોર્ડ દ્વારા નવેસરથી CCTV ફૂટેજની ચકાસણી કરીને જે તે વિદ્યાર્થી પર કરવામાં આવેલા ગેરરીતિના કેસ યોગ્ય છે કે નહી તેની પુન:ચકાસણી કરવામાં આવશે. ધો.10 અને 12માં મળી કુલ 400 ગેરરીતિના કેસો ઝડપાયા હતા. જેમાં સૌથી વધુ ધો.12 સામાન્ય પ્રવાહમાં 226, ધો.10માં 170 અને ધો.12 સાયન્સમાં 14 કેસો નોંધાયા હતા. શિક્ષણ બોર્ડ દ્વારા મોકલવામાં આવ્યું સજાનું માળખું ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યના જમામ જિલ્લાઓમાં ડીઈઓ અને સ્કૂલોને પરીક્ષામાં ગેરરીતિને લઈને સજાનું માળખું મોકલી આપવામાં આવ્યું છે. શિક્ષણ બોર્ડ દ્વારા ડીઈઓ અને સ્કૂલોને પરીક્ષામાં ગેરરીતિ કરવા બાદ થનારી સજાઓ વિશે બોર્ડના વિદ્યાર્થીઓને માહિતગાર કરવાની સૂચના પણ અપાઈ હતી.

Gandhinagar News : ધો 10 અને 12ની પરીક્ષામાં 453 વિધાર્થીઓએ ચોરી કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • CCTV ચકાસણીમાં 412 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા ઝડપાયા
  • મે મહિનામાં વિદ્યાર્થીઓને પોતાનો પક્ષ રજુ કરવાની તક અપાશે
  • સુનવણી દરમિયાન વિદ્યાર્થી સ્વ બચાવમાં પોતાનો ખુલાસો દલીલ રજૂ કરી શકશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા પૂર્ણ થતાની સાથે જ પરીક્ષા કેન્દ્રોના CCTV ફૂટેજ ચકાસવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં 412 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા ઝડપાયા હતા,મે મહિનામાં વિદ્યાર્થીઓને પોતાનો પક્ષ રજુ કરવાની તક અપાશે,સુનવણી દરમિયાન વિદ્યાર્થી સ્વ બચાવમાં પોતાનો ખુલાસો દલીલ રજૂ કરી શકશે સાથે સાથે સુનાવણીમાં વિદ્યાર્થી સાથે સ્થળ સંચાલક પરીક્ષક પણ હાજર રહેશે અને બોર્ડના અધિકારી દ્વારા તમામને સાંભળ્યા બાદ વિદ્યાર્થીને સજા સંભળાવવામાં આવશે.

CCTVમાં ચોરી કરતા ઝડપાયા

તાજેતરમાં બોર્ડ દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પત્ર મોકલીને એવી તાકીદ કરવામાં આવી હતી કે, માર્ચ 2024માં લેવાયેલી પરીક્ષાઓમાં જિલ્લા કક્ષાએ સમિતિએ CCTV ચકાસણી કર્યા બાદ જે વિદ્યાર્થીઓ ગેરરીતિઓ કરતાં ઝડપાયા હતા તેની યાદી મગાવવામાં આવી છે. બોર્ડની પરીક્ષા સમિતિ સમક્ષ રૂબરૂ સુનાવણી દરમિયાન ગેરરીતિમાં ઝડપાયેલા તમામ વિદ્યાર્થીઓની અલગ ઓળખ કરીને CCTV ફૂટેજ તૈયાર કરવામાં આવ્યા હતા.

નોંધાયા કેસ

આગામી દિવસોમાં બોર્ડ દ્વારા નવેસરથી CCTV ફૂટેજની ચકાસણી કરીને જે તે વિદ્યાર્થી પર કરવામાં આવેલા ગેરરીતિના કેસ યોગ્ય છે કે નહી તેની પુન:ચકાસણી કરવામાં આવશે. ધો.10 અને 12માં મળી કુલ 400 ગેરરીતિના કેસો ઝડપાયા હતા. જેમાં સૌથી વધુ ધો.12 સામાન્ય પ્રવાહમાં 226, ધો.10માં 170 અને ધો.12 સાયન્સમાં 14 કેસો નોંધાયા હતા.

શિક્ષણ બોર્ડ દ્વારા મોકલવામાં આવ્યું સજાનું માળખું

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યના જમામ જિલ્લાઓમાં ડીઈઓ અને સ્કૂલોને પરીક્ષામાં ગેરરીતિને લઈને સજાનું માળખું મોકલી આપવામાં આવ્યું છે. શિક્ષણ બોર્ડ દ્વારા ડીઈઓ અને સ્કૂલોને પરીક્ષામાં ગેરરીતિ કરવા બાદ થનારી સજાઓ વિશે બોર્ડના વિદ્યાર્થીઓને માહિતગાર કરવાની સૂચના પણ અપાઈ હતી.