યાત્રાધામ ડાકોર નજીક શેઢી નદીમાં અસંખ્ય માછલીનાં મોતથી ચકચાર

કોઇ શખ્સો દ્વારા કેમિકલ યુક્ત પાણી નદીમાં છોડતાં આ ઘટના બની હતીનદીમાં મૃત માછલીઓને જોવા માટે લોકોના ટોળે ટોળા ઊમટી પડયા તંત્રના એકપણ અધિકારી ફરકયા ન હતાં તેમ સ્થાનિકોએ જણાવ્યું હતું યાત્રાધામ ડાકોર પાસેથી પસાર થતી શેઢી નદીમાં શનિવારે સવારે અસંખ્ય માછલીઓ મૃત હાલતમાં પાણીમાં તરતી અને કિનારા પર ઢગ દેખતાં ચકચાર મચી ગઇ છે અને જીવદયા પ્રેમીઓની લાગણીને આઘાત લાગ્યો છે. નદીમાં મૃત માછલીઓને જોવા માટે લોકોના ટોળે ટોળા ઊમટી પડયા હતા. પરંતુ આ ઘટનાની તપાસ બાબતે તંત્રના એકપણ અધિકારી ફરકયા ન હતાં તેમ સ્થાનિકોએ જણાવ્યું હતું. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, ડાકોર પાસે થી શેઢી નદી પસાર થાય છે. આ શેઢી નદીમાં શનિવારે સવારે અસંખ્ય માછલીઓ મરણ ગયેલી હાલમાં પાણીમાં તરતી દેખાઇ હતી.આ નદીના પાણીમાં કોઇ કંપની શખ્સો દ્વારા કેમિકલ યુકત પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું. કેમીકલવાળુ પાણીના કારણે આ માછલીઓ મરણ ગઇ હતી. અસંખ્ય મૃત માછલીઓ નદીના પાણીમાં તરતી તેમજ કિનારા ઉપર ઢગ સ્થિતિમાં જોવા મળી હતી. જેથી મૃત માછલીઓને લઇને અસહ્ય દુર્ગંધ પણ મારતી હતી. જયારે નદીમાં અસંખ્ય માછલીઓના મોતના કારણે જીવદયાપ્રેમીઓ નદીના કેમીકલ છોડનાર ઇસમો સામે રોષ વ્યકત કર્યો હતો. આવી ઘટનાથી નદીમાં રહેતા જીવપ્રાણી નાશ પામે છે.આ ઘટના અંગેના સમાચાર વાયુવેગ નગરમાં પ્રસરતાં મૃત માછલીઓના ઢગ જોવા માટે લોકોના ટોળે ટોળા ઊમટી પડયા હતા. પરંતુ નગરપાલિકા સહિત તાલુકા તંત્રના અધિકારી તેમજ કોઇ કર્મચારીઓ આ બાબતની તપાસ કરવા માટે ફરકયા નથી. તંત્ર દ્વારા આ ઘટના અંગે તપાસ કરીને અસંખ્ય માછલીઓ કયા કારણે મરણ ગયેલ છે તે બાબતે તપાસ કરવામાં આવે તેવી માગ છે.

યાત્રાધામ ડાકોર નજીક શેઢી નદીમાં અસંખ્ય માછલીનાં મોતથી ચકચાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કોઇ શખ્સો દ્વારા કેમિકલ યુક્ત પાણી નદીમાં છોડતાં આ ઘટના બની હતી
  • નદીમાં મૃત માછલીઓને જોવા માટે લોકોના ટોળે ટોળા ઊમટી પડયા
  • તંત્રના એકપણ અધિકારી ફરકયા ન હતાં તેમ સ્થાનિકોએ જણાવ્યું હતું

યાત્રાધામ ડાકોર પાસેથી પસાર થતી શેઢી નદીમાં શનિવારે સવારે અસંખ્ય માછલીઓ મૃત હાલતમાં પાણીમાં તરતી અને કિનારા પર ઢગ દેખતાં ચકચાર મચી ગઇ છે અને જીવદયા પ્રેમીઓની લાગણીને આઘાત લાગ્યો છે. નદીમાં મૃત માછલીઓને જોવા માટે લોકોના ટોળે ટોળા ઊમટી પડયા હતા. પરંતુ આ ઘટનાની તપાસ બાબતે તંત્રના એકપણ અધિકારી ફરકયા ન હતાં તેમ સ્થાનિકોએ જણાવ્યું હતું.

સ્થાનિકોએ જણાવ્યું હતું કે, ડાકોર પાસે થી શેઢી નદી પસાર થાય છે. આ શેઢી નદીમાં શનિવારે સવારે અસંખ્ય માછલીઓ મરણ ગયેલી હાલમાં પાણીમાં તરતી દેખાઇ હતી.આ નદીના પાણીમાં કોઇ કંપની શખ્સો દ્વારા કેમિકલ યુકત પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું. કેમીકલવાળુ પાણીના કારણે આ માછલીઓ મરણ ગઇ હતી. અસંખ્ય મૃત માછલીઓ નદીના પાણીમાં તરતી તેમજ કિનારા ઉપર ઢગ સ્થિતિમાં જોવા મળી હતી. જેથી મૃત માછલીઓને લઇને અસહ્ય દુર્ગંધ પણ મારતી હતી. જયારે નદીમાં અસંખ્ય માછલીઓના મોતના કારણે જીવદયાપ્રેમીઓ નદીના કેમીકલ છોડનાર ઇસમો સામે રોષ વ્યકત કર્યો હતો. આવી ઘટનાથી નદીમાં રહેતા જીવપ્રાણી નાશ પામે છે.આ ઘટના અંગેના સમાચાર વાયુવેગ નગરમાં પ્રસરતાં મૃત માછલીઓના ઢગ જોવા માટે લોકોના ટોળે ટોળા ઊમટી પડયા હતા. પરંતુ નગરપાલિકા સહિત તાલુકા તંત્રના અધિકારી તેમજ કોઇ કર્મચારીઓ આ બાબતની તપાસ કરવા માટે ફરકયા નથી. તંત્ર દ્વારા આ ઘટના અંગે તપાસ કરીને અસંખ્ય માછલીઓ કયા કારણે મરણ ગયેલ છે તે બાબતે તપાસ કરવામાં આવે તેવી માગ છે.