Mahisagar: બુથ કેપ્ચરિંગને લીધે પરથમપુરમાં આવતીકાલે થશે પુનઃમતદાન, જાણો સમગ્ર મામલો?

મહીસાગરના પરથમપુરમાં શનિવારે પુનઃમતદાન હાથ ધરાશેબુથ કેપ્ચરિંગની ઘટના સામે આવ્યા બાદ ચૂંટણીપંચે લીધો નિર્ણયમતદાન પ્રક્રિયાને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્તમહીસાગરના પરથમપુરમાં શનિવારે પુનઃ મતદાન હાથ ધરાશે, અહીં બુથ કેપ્ચરિંગની ઘટના સામે આવ્યા બાદ ચૂંટણીપંચે પુનઃ મતદાન કરાવવાનો નિર્ણય લીધો હતો. મતદાન પ્રક્રિયાને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.મહીસાગરના પરથમપુરમાં 11 મેના રોજ પુનઃમતદાન થવા જઇ રહ્યું છે. પરથમપુરમાં  બુથ કેપ્ચરિંગની ઘટના સામે આવ્યા બાદ ચૂંટણીપંચે આ નિર્ણય લીધો હતો. આ વખતે અગાઉ થયેલી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે ASP, PI, PSI, મહિલા પોલીસ સાથે પોલીસ જવાનો તૈનાત રહેશે. પોલીસની સાથે CRPFની કંપની પણ તૈનાત કરવામાં આવશે. મતદારો ભયમુક્ત થઈ મતદાન કરી શકે તે માટે પોલીસે અપીલ કરી છે.. સ્થળ પર મેટલ ડિટેક્ટર, CCTV કેમેરા સહિતના અદ્યતન ઉપકરણો ગોઠવાયા છે.શું હતો સમગ્ર મામલો?દાહોદ લોકસભામાં સમાવિષ્ટ સંતરામપુર વિધાનસભાના પ્રથમપુર ગામ ખાતે તારીખ 7 મીના રોજ યોજાયેલા લોકસભા ચૂંટણીના મતદાનમાં ભાજપના નેતાના પુત્ર વિજય ભાભોર દ્વારા બુથ કેપ્ચરિંગનો સમગ્ર મામલો અને તે અંગેનું સોશિયલ મીડિયા ઉપર લાઈવ વીડિયો રેકોર્ડિંગ વાયરલ થયું હતું. ત્યાર બાદ તંત્ર દ્વારા કડક પગલાં લઈ અને વિજય ભાભોર તેમજ તેના સાથીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર મામલે ચૂંટણીપંચ દ્વારા આ મતદાન મથક ઉપર ફરીથી મતદાન કરવા માટેનો આદેશ કરાયો.. જે અંતર્ગત અહીં આવતીકાલે પુનઃ મતદાન થવા જઇ રહ્યું છે.

Mahisagar: બુથ કેપ્ચરિંગને લીધે પરથમપુરમાં આવતીકાલે થશે પુનઃમતદાન, જાણો સમગ્ર મામલો?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મહીસાગરના પરથમપુરમાં શનિવારે પુનઃમતદાન હાથ ધરાશે
  • બુથ કેપ્ચરિંગની ઘટના સામે આવ્યા બાદ ચૂંટણીપંચે લીધો નિર્ણય
  • મતદાન પ્રક્રિયાને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

મહીસાગરના પરથમપુરમાં શનિવારે પુનઃ મતદાન હાથ ધરાશે, અહીં બુથ કેપ્ચરિંગની ઘટના સામે આવ્યા બાદ ચૂંટણીપંચે પુનઃ મતદાન કરાવવાનો નિર્ણય લીધો હતો. મતદાન પ્રક્રિયાને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

મહીસાગરના પરથમપુરમાં 11 મેના રોજ પુનઃમતદાન થવા જઇ રહ્યું છે. પરથમપુરમાં  બુથ કેપ્ચરિંગની ઘટના સામે આવ્યા બાદ ચૂંટણીપંચે આ નિર્ણય લીધો હતો. આ વખતે અગાઉ થયેલી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે ASP, PI, PSI, મહિલા પોલીસ સાથે પોલીસ જવાનો તૈનાત રહેશે. પોલીસની સાથે CRPFની કંપની પણ તૈનાત કરવામાં આવશે. મતદારો ભયમુક્ત થઈ મતદાન કરી શકે તે માટે પોલીસે અપીલ કરી છે.. સ્થળ પર મેટલ ડિટેક્ટર, CCTV કેમેરા સહિતના અદ્યતન ઉપકરણો ગોઠવાયા છે.

શું હતો સમગ્ર મામલો?

દાહોદ લોકસભામાં સમાવિષ્ટ સંતરામપુર વિધાનસભાના પ્રથમપુર ગામ ખાતે તારીખ 7 મીના રોજ યોજાયેલા લોકસભા ચૂંટણીના મતદાનમાં ભાજપના નેતાના પુત્ર વિજય ભાભોર દ્વારા બુથ કેપ્ચરિંગનો સમગ્ર મામલો અને તે અંગેનું સોશિયલ મીડિયા ઉપર લાઈવ વીડિયો રેકોર્ડિંગ વાયરલ થયું હતું. ત્યાર બાદ તંત્ર દ્વારા કડક પગલાં લઈ અને વિજય ભાભોર તેમજ તેના સાથીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર મામલે ચૂંટણીપંચ દ્વારા આ મતદાન મથક ઉપર ફરીથી મતદાન કરવા માટેનો આદેશ કરાયો.. જે અંતર્ગત અહીં આવતીકાલે પુનઃ મતદાન થવા જઇ રહ્યું છે.