Morbi: મોરબીનો મચ્છુ-3 ડેમ ઓવરફ્લો, એક દરવાજો ખોલતા નીચાણવાળા ગામોને કર્યા એલર્ટ

મોરબીના મચ્છુ 3 ડેમનો એક દરવાજો ખોલાયો જળસ્તર વધારો થતા દરવાજો ખોલવામાં આવ્યોતાલુકાના 13, માળિયાના 8 ગામ એલર્ટ કરાયાગુજરાતભરમાં મેઘરાજાએ ધમરોળવાનું શરૂ કરી દીધું છે. તેવામાં સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘ મહેર થઇ છે. ધોધમાર વરસાદના કારણે મોરબીના મચ્છુ 3 ડેમનો એક દરવાજો ખોલાયો છે. મચ્છુ ડેમમાંથી 899 કયુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. જળસ્તર વધારો થતા દરવાજો ખોલવા આવતાની સાથે તાલુકાના 13, માળિયાના 8 ગામ એલર્ટ કરાયા છે. મળતી માહિતી મુજબ, મોરબીના મચ્છુ-3 ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. ડેમમાંથી હાલ 899 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. વહીવટી તંત્રએ ડેમના નીચાણવાળા વિસ્તારના ગામને સતર્ક રહેવા સૂચના આપી છે. મચ્છુ-3 ડેમનું રૂલ લેવલ જાળવવા માટે એક દરવાજો ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. 899 ક્યુસેક આઉટફલો હોવાની માહિતી સામે આવી છે.જાણો હવામાન વિભાગની આગાહી?હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે પવન સાથે ગાજવીજ સાથે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. કચ્છ, અમદાવાદ, સુરેન્દ્રનગર અને મોરબીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર ,ગીર સોમનાથ ,બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, દાહોદ ,આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ગાંધીનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં કરવામાં આવી છે. જ્યારે અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલમાં પણ આગામી ત્રણ કલાકમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 

Morbi: મોરબીનો મચ્છુ-3 ડેમ ઓવરફ્લો, એક દરવાજો ખોલતા નીચાણવાળા ગામોને કર્યા એલર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મોરબીના મચ્છુ 3 ડેમનો એક દરવાજો ખોલાયો
  • જળસ્તર વધારો થતા દરવાજો ખોલવામાં આવ્યો
  • તાલુકાના 13, માળિયાના 8 ગામ એલર્ટ કરાયા

ગુજરાતભરમાં મેઘરાજાએ ધમરોળવાનું શરૂ કરી દીધું છે. તેવામાં સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘ મહેર થઇ છે. ધોધમાર વરસાદના કારણે મોરબીના મચ્છુ 3 ડેમનો એક દરવાજો ખોલાયો છે. મચ્છુ ડેમમાંથી 899 કયુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. જળસ્તર વધારો થતા દરવાજો ખોલવા આવતાની સાથે તાલુકાના 13, માળિયાના 8 ગામ એલર્ટ કરાયા છે.

મળતી માહિતી મુજબ, મોરબીના મચ્છુ-3 ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. ડેમમાંથી હાલ 899 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. વહીવટી તંત્રએ ડેમના નીચાણવાળા વિસ્તારના ગામને સતર્ક રહેવા સૂચના આપી છે. મચ્છુ-3 ડેમનું રૂલ લેવલ જાળવવા માટે એક દરવાજો ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. 899 ક્યુસેક આઉટફલો હોવાની માહિતી સામે આવી છે.

જાણો હવામાન વિભાગની આગાહી?

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે પવન સાથે ગાજવીજ સાથે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. કચ્છ, અમદાવાદ, સુરેન્દ્રનગર અને મોરબીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર ,ગીર સોમનાથ ,બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, દાહોદ ,આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ગાંધીનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં કરવામાં આવી છે. જ્યારે અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલમાં પણ આગામી ત્રણ કલાકમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.