યાત્રીગણ ધ્યાન દે! 4 રાજ્યોને જોડતી 4 નવી ટ્રેનો શરુ કરાશે, જાણો સમય, રૂટ અને ક્યાંથી ઉપડશે

4 New Train Start: દેશના ચાર રાજ્યોને જોડતી નવી ચાર ટ્રેનોની શરુઆત થવા જઈ રહી છે. નવી શરુ કરવામાં આવી રહી આ ચારેય ટ્રેનો ગુજરાતમાંથી પસાર થતાં તેના રૂટમાં પંજાબ, બિહાર, ઉત્તરપ્રદેશ અને જમ્મુ કાશ્મીરનો સમાવેશ થશે. જેમાં મુંબઈ સેન્ટ્રલ - અમૃતસર સ્પેશિયલ, ઉધના - છાપરા સ્પેશિયલ, ડૉ. આંબેડર નગર - શ્રી માતા વૈષણો દેવી કટરા સુપરફાસ્ટ ટ્રેનની શરુઆત થતા ટ્રેનની મુસાફરી કરતા લોકોમાં ખુશીનો માહોલ છવાય હતો. આમાંથી આ ટ્રેન નંબર 09009, 09041, 09029 અને 09321 માટેનું બુકિંગ 26 જૂન, 2024થી તમામ PRS કાઉન્ટર્સ પર અને IRCTC વેબસાઇટ પર ખુલતાની સાથે બુકિંગ કરી શકાશે. આવો જાણીએ, કઈ ટ્રેન ક્યારે અને ક્યાંથી ઉપડશે.(1) મુંબઈ સેન્ટ્રલ - અમૃતસર સ્પેશિયલ27 જૂન 2024ના ગુરુવારે 23.30 કલાકે મુંબઈ સેન્ટ્રલ - અમૃતસર સ્પેશિયલ ટ્રેન નંબર 09009 મુંબઈ સેન્ટ્રલથી ઉપડીને શનિવારના રોજ 10.30 વાગ્યાના અરસામાં અમૃતસર પહોંચાડશે. જ્યારે અમૃતસરથી પરત આવવા મુસાફરોને 29 જૂન 2024ના રવિવારના રોજ   ટ્રેન મળશે. જેમાં ટ્રેન નંબર 09010 બપોરના 15.00 વાગ્યે અમૃતસરથી ઉપડશે અને બીજા દિવસે રાત્રે 23.55 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચાડશે. (2) ઉધના - છાપરા સ્પેશિયલ 30 જૂન અને 07 જુલાઈના રવિવારે ઉધના રેલવે સ્ટેશનથી ટ્રેન નંબર 09041 રાત્રે 22.00 વાગ્યેથી નીકળશે અને છાપરા મંગળવારે 09.00 કલાકે પહોંચશે. આ સિવાય ટ્રેન નંબર 09042 છાપરા વડોદરા સ્પેશિયલ 02 અને 09 જુલાઈના રોજ છપરાથી 12.00 વાગ્યે ઉપડીને બીજા દિવસે વડોદરામાં 19.00 વાગ્યે પહોંચાડશે.(3) ઉધના - દાનાપુર સ્પેશિયલ29 જૂન 2024 શનિવારના રોજ 22.00 કલાકે ઉધનાથી ઉપડતી ટ્રેન નંબર 09029 સોમવારની સવારે 09.30 કલાકે દાનાપુર પહોંચશે. જેમાં ઉધના પરત ફરવા માટે સોમવારે 01 જુલાઈ, 2024ના રોજ 12.30 કલાકે   દાનાપુરથી ટ્રેન નંબર 09030 દાનાપુર - વડોદરા સ્પેશિયલ ઉપડીને બીજા દિવસે રાત્રે 21.00 કલાકે વડોદરા પહોંચશે. (4) ડૉ. આંબેડકર નગર - શ્રી માતા વૈષ્ણો દેવી કટરા સુપરફાસ્ટ સ્પેશિયલ29 જૂનથી 10 જુલાઈ, 2024 સુધી દર શનિવાર, સોમવાર અને બુધવારે સવારે 10.30 કલાકે   આ ટ્રેન ડૉ. આંબેડકર નગરથી ઉપડીને છેલ્લા સ્ટોપ સુધી પહોંચશે. જ્યારે બીજા દિવસના ટ્રેન નંબર 09322 30 જૂનથી 11 જુલાઈ, 2024 સુધી દર રવિવાર, મંગળવાર અને ગુરુવારના રોજ 21.40 કલાકે શ્રી માતા વૈષ્ણો દેવી કટરાથી ઉપડીને બીજા દિવસે 23.50 કલાકે ડૉ. આંબેડર નગર પહોંચશે.જાણો, આ ચારેય ટ્રેન ક્યાં રૂટથી પસાર થશે, ક્યાં રોકાશે(1) મુંબઈ સેન્ટ્રલ - અમૃતસર સ્પેશિયલઆ ટ્રેનના રૂટમાં સમાવેશ શહેરમાં બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ, અજમેર, જયપુર, અલવર, રેવાડી, રોહતક, જીંદ, જાખલ, ધુરી, લુધિયાણા, જલંધર છે. જેમાં કેન્ટ અને બિયાસના સ્ટેશન પર ટ્રેન રોકાશે. ટ્રેનમાં સેકન્ડ ક્લાસ, જનરલ કોચ, સ્લીપર ક્લાસ અને એસી 3-ટાયર, હશે. (2) ઉધના - છાપરા સ્પેશિયલ બંને દિશામાં દોડતી વીકલી સ્પેશિયલ ઉધના-છાપરા- વડોદરા ટ્રેનના રૂટમાં ગોધરા, રતલામ, નાગદા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના, આગ્રા ફોર્ટ, ટુંડલા, કોટા,   ઈટાવા, ગોવિંદપુરી, પ્રયાગરાજ છિવકી, બનારસ, ગાઝીપુર શહેરથી પસાર થઈને બલિયા સ્ટેશન પર ટ્રેન ઉભી રહેશે. વિશેષમાં વધારાના સ્ટોપેજની વાત કરીએ તો ટ્રેન નંબર 09041માં ભરુચ અને સાયણ સ્ટેશન પર વધારાના સ્ટોપ રખાયાં છે. ટ્રેનમાં સેકન્ડ ક્લાસ, સ્લીપર ક્લાસ અને જનરલ કોચની વ્યવસ્થા છે. (3) ઉધના - દાનાપુર સ્પેશિયલઆ ટ્રેન નાગદા, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના, આગ્રા ફોર્ટ, ટુંડલા, ઇટાવા, ગોવિંદપુરી, ગોધરા, રતલામ, પ્રયાગરાજ છિવકી, મિર્ઝાપુર, પંડિત દીન દયાલ ઉપાધ્યાય, બક્સર થઈને અરાહ સ્ટેશનો પર ઉભી રહેશે. જેમાં સાયન અને ભરુચ સ્ટેશન પર ટ્રેન નંબર 09029નું વધારુનું સ્પોપ રહેશે. ટ્રેનમાં એસી 2, 3 ટાયર, સેકન્ડ ક્લાસ અને સ્લીપર ક્લાસ છે.(4) ડૉ. આંબેડકર નગર - શ્રી માતા વૈષ્ણો દેવી કટરા સુપરફાસ્ટ સ્પેશિયલબંને દિશામાં દોડતી આ ટ્રેનના રૂટમાં ઈન્દોર, દેવાસ, બેરછા, અકોદિયા, શુજાલપુર, કાલાપીપલ, સિહોર, ઉજ્જૈન, મક્સી, ગંજ બસૌદા, બીના, લલિતપુર, બબીના, સંત હિરદારામ નગર, ભોપાલ, વિદિશા,   વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી, ગ્વાલપુર, ગ્વાલિયર રહેશે. જ્યારે અન્ય બીજા સ્ટેશનમાં આગ્રા કેન્ટ,   અંબાલા કેન્ટ, લુધિયાણા, જમ્મુ તાવી, જલંધર કેન્ટ, પઠાણકોટ કેન્ટ, કઠુઆ, શહીદ કેપ્ટન તુષાર મહાજન, મથુરા, ફરીદાબાદ, હઝરત નિઝામુદ્દીન, નવી દિલ્હી, પાણીપત, કુરુક્ષેત્રનો સમાવેશ થાય છે. ક્લાસની વાત કરીએ તો, આ ટ્રેનમાં એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.

યાત્રીગણ ધ્યાન દે! 4 રાજ્યોને જોડતી 4 નવી ટ્રેનો શરુ કરાશે, જાણો સમય, રૂટ અને ક્યાંથી ઉપડશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Indian-Railway

4 New Train Start: દેશના ચાર રાજ્યોને જોડતી નવી ચાર ટ્રેનોની શરુઆત થવા જઈ રહી છે. નવી શરુ કરવામાં આવી રહી આ ચારેય ટ્રેનો ગુજરાતમાંથી પસાર થતાં તેના રૂટમાં પંજાબ, બિહાર, ઉત્તરપ્રદેશ અને જમ્મુ કાશ્મીરનો સમાવેશ થશે. જેમાં મુંબઈ સેન્ટ્રલ - અમૃતસર સ્પેશિયલ, ઉધના - છાપરા સ્પેશિયલ, ડૉ. આંબેડર નગર - શ્રી માતા વૈષણો દેવી કટરા સુપરફાસ્ટ ટ્રેનની શરુઆત થતા ટ્રેનની મુસાફરી કરતા લોકોમાં ખુશીનો માહોલ છવાય હતો. આમાંથી આ ટ્રેન નંબર 09009, 09041, 09029 અને 09321 માટેનું બુકિંગ 26 જૂન, 2024થી તમામ PRS કાઉન્ટર્સ પર અને IRCTC વેબસાઇટ પર ખુલતાની સાથે બુકિંગ કરી શકાશે. 

આવો જાણીએ, કઈ ટ્રેન ક્યારે અને ક્યાંથી ઉપડશે.

(1) મુંબઈ સેન્ટ્રલ - અમૃતસર સ્પેશિયલ

27 જૂન 2024ના ગુરુવારે 23.30 કલાકે મુંબઈ સેન્ટ્રલ - અમૃતસર સ્પેશિયલ ટ્રેન નંબર 09009 મુંબઈ સેન્ટ્રલથી ઉપડીને શનિવારના રોજ 10.30 વાગ્યાના અરસામાં અમૃતસર પહોંચાડશે. જ્યારે અમૃતસરથી પરત આવવા મુસાફરોને 29 જૂન 2024ના રવિવારના રોજ   ટ્રેન મળશે. જેમાં ટ્રેન નંબર 09010 બપોરના 15.00 વાગ્યે અમૃતસરથી ઉપડશે અને બીજા દિવસે રાત્રે 23.55 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચાડશે. 

(2) ઉધના - છાપરા સ્પેશિયલ 

30 જૂન અને 07 જુલાઈના રવિવારે ઉધના રેલવે સ્ટેશનથી ટ્રેન નંબર 09041 રાત્રે 22.00 વાગ્યેથી નીકળશે અને છાપરા મંગળવારે 09.00 કલાકે પહોંચશે. આ સિવાય ટ્રેન નંબર 09042 છાપરા વડોદરા સ્પેશિયલ 02 અને 09 જુલાઈના રોજ છપરાથી 12.00 વાગ્યે ઉપડીને બીજા દિવસે વડોદરામાં 19.00 વાગ્યે પહોંચાડશે.

(3) ઉધના - દાનાપુર સ્પેશિયલ

29 જૂન 2024 શનિવારના રોજ 22.00 કલાકે ઉધનાથી ઉપડતી ટ્રેન નંબર 09029 સોમવારની સવારે 09.30 કલાકે દાનાપુર પહોંચશે. જેમાં ઉધના પરત ફરવા માટે સોમવારે 01 જુલાઈ, 2024ના રોજ 12.30 કલાકે   દાનાપુરથી ટ્રેન નંબર 09030 દાનાપુર - વડોદરા સ્પેશિયલ ઉપડીને બીજા દિવસે રાત્રે 21.00 કલાકે વડોદરા પહોંચશે. 

(4) ડૉ. આંબેડકર નગર - શ્રી માતા વૈષ્ણો દેવી કટરા સુપરફાસ્ટ સ્પેશિયલ

29 જૂનથી 10 જુલાઈ, 2024 સુધી દર શનિવાર, સોમવાર અને બુધવારે સવારે 10.30 કલાકે   આ ટ્રેન ડૉ. આંબેડકર નગરથી ઉપડીને છેલ્લા સ્ટોપ સુધી પહોંચશે. જ્યારે બીજા દિવસના ટ્રેન નંબર 09322 30 જૂનથી 11 જુલાઈ, 2024 સુધી દર રવિવાર, મંગળવાર અને ગુરુવારના રોજ 21.40 કલાકે શ્રી માતા વૈષ્ણો દેવી કટરાથી ઉપડીને બીજા દિવસે 23.50 કલાકે ડૉ. આંબેડર નગર પહોંચશે.

જાણો, આ ચારેય ટ્રેન ક્યાં રૂટથી પસાર થશે, ક્યાં રોકાશે

(1) મુંબઈ સેન્ટ્રલ - અમૃતસર સ્પેશિયલ

આ ટ્રેનના રૂટમાં સમાવેશ શહેરમાં બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ, અજમેર, જયપુર, અલવર, રેવાડી, રોહતક, જીંદ, જાખલ, ધુરી, લુધિયાણા, જલંધર છે. જેમાં કેન્ટ અને બિયાસના સ્ટેશન પર ટ્રેન રોકાશે. ટ્રેનમાં સેકન્ડ ક્લાસ, જનરલ કોચ, સ્લીપર ક્લાસ અને એસી 3-ટાયર, હશે. 

(2) ઉધના - છાપરા સ્પેશિયલ 

બંને દિશામાં દોડતી વીકલી સ્પેશિયલ ઉધના-છાપરા- વડોદરા ટ્રેનના રૂટમાં ગોધરા, રતલામ, નાગદા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના, આગ્રા ફોર્ટ, ટુંડલા, કોટા,   ઈટાવા, ગોવિંદપુરી, પ્રયાગરાજ છિવકી, બનારસ, ગાઝીપુર શહેરથી પસાર થઈને બલિયા સ્ટેશન પર ટ્રેન ઉભી રહેશે. વિશેષમાં વધારાના સ્ટોપેજની વાત કરીએ તો ટ્રેન નંબર 09041માં ભરુચ અને સાયણ સ્ટેશન પર વધારાના સ્ટોપ રખાયાં છે. ટ્રેનમાં સેકન્ડ ક્લાસ, સ્લીપર ક્લાસ અને જનરલ કોચની વ્યવસ્થા છે. 

(3) ઉધના - દાનાપુર સ્પેશિયલ

આ ટ્રેન નાગદા, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના, આગ્રા ફોર્ટ, ટુંડલા, ઇટાવા, ગોવિંદપુરી, ગોધરા, રતલામ, પ્રયાગરાજ છિવકી, મિર્ઝાપુર, પંડિત દીન દયાલ ઉપાધ્યાય, બક્સર થઈને અરાહ સ્ટેશનો પર ઉભી રહેશે. જેમાં સાયન અને ભરુચ સ્ટેશન પર ટ્રેન નંબર 09029નું વધારુનું સ્પોપ રહેશે. ટ્રેનમાં એસી 2, 3 ટાયર, સેકન્ડ ક્લાસ અને સ્લીપર ક્લાસ છે.

(4) ડૉ. આંબેડકર નગર - શ્રી માતા વૈષ્ણો દેવી કટરા સુપરફાસ્ટ સ્પેશિયલ

બંને દિશામાં દોડતી આ ટ્રેનના રૂટમાં ઈન્દોર, દેવાસ, બેરછા, અકોદિયા, શુજાલપુર, કાલાપીપલ, સિહોર, ઉજ્જૈન, મક્સી, ગંજ બસૌદા, બીના, લલિતપુર, બબીના, સંત હિરદારામ નગર, ભોપાલ, વિદિશા,   વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી, ગ્વાલપુર, ગ્વાલિયર રહેશે. જ્યારે અન્ય બીજા સ્ટેશનમાં આગ્રા કેન્ટ,   અંબાલા કેન્ટ, લુધિયાણા, જમ્મુ તાવી, જલંધર કેન્ટ, પઠાણકોટ કેન્ટ, કઠુઆ, શહીદ કેપ્ટન તુષાર મહાજન, મથુરા, ફરીદાબાદ, હઝરત નિઝામુદ્દીન, નવી દિલ્હી, પાણીપત, કુરુક્ષેત્રનો સમાવેશ થાય છે. ક્લાસની વાત કરીએ તો, આ ટ્રેનમાં એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.