Gujarat Rain: બહુચરાજીમાં વરસાદી માહોલ, રેલવે અંડરપાસમાં પાણી ભરાતા અનેક વાહનો ફસાયા

રેલવેના અણઘડ વહીવટનો ભોગ બની રહી છે સ્થાનિક જનતારેલવે અંડરપાસમાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ના હોવાથી સર્જાઈ સમસ્યા અંડરપાસમાં પાણીના કાયમી નિકાલની સ્થાનિકો કરતા આવ્યા છે માંગ સમગ્ર રાજ્ય સહિત ઉત્તર ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે શક્તિપીઠ બહુચરાજીમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં 62 મિમી વરસાદ નોંધાયો છે અને બહુચરાજીના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. શંખલપુર ગામને જોડતુ રેલવે નાળુ પાણીમાં ગરકાવ ત્યારે બહુચરાજી શંખલપુર ગામને જોડતું રેલવે નાળુ પાણીમાં ગરકાવ થયું છે અને રેલવે અંડરપાસમાં ઈકો સહિત અનેક વાહનો ફસાયા થયા છે. રેલવેના અણઘડ વહીવટનો ભોગ સ્થાનિક જનતા બની રહી છે અને રેલવે અંડરપાસમાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ના હોવાથી આ સમસ્યા સર્જાઈ છે. આ રોડ 10થી વધુ ગામોને જોડે છે, તેથી આ રોડ પર અવરજવર કરનારા તમામ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અંડરપાસમાં પાણીના કાયમી નિકલની સ્થાનિકોની માગ તમને જણાવી દઈએ કે આ રોડ પર સિવિલ હોસ્પિટલ, મોટી બે સ્કુલો અને યાત્રાધામો પણ આવેલા છે. ત્યારે અંડરપાસમાં પાણીના કાયમી નિકાલની સ્થાનિકો કરતા આવ્યા છે પણ અત્યાર સુધી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવ્યા નથી અને આખરે જનતાને જ ભોગ બનવાનો વારો આવ્યો છે. રાજય પરથી મોન્સુન ટ્રફ લાઈન પસાર થતાં વરસાદની આગાહી કરવામાં આવી હવામાન વિભાગે નાવકાસ્ટ બુલેટીન જાહેર કર્યું છે. તેમાં સુરત, ભરૂચ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનાગર, ગીર સોમનાથ અને કચ્છમાં વરસાદનું રેડ અલર્ટ છે. તેમજ પાટણ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા, બોટાદમાં ભારે વરસાદની આગાહી સાથે અમદાવાદ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગરમાં મધ્યમ વરસાસની આગાહી છે. રાજ્ય પરથી મોન્સુન ટ્રફ લાઈન પસાર થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat Rain: બહુચરાજીમાં વરસાદી માહોલ, રેલવે અંડરપાસમાં પાણી ભરાતા અનેક વાહનો ફસાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રેલવેના અણઘડ વહીવટનો ભોગ બની રહી છે સ્થાનિક જનતા
  • રેલવે અંડરપાસમાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ના હોવાથી સર્જાઈ સમસ્યા
  • અંડરપાસમાં પાણીના કાયમી નિકાલની સ્થાનિકો કરતા આવ્યા છે માંગ

સમગ્ર રાજ્ય સહિત ઉત્તર ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે શક્તિપીઠ બહુચરાજીમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં 62 મિમી વરસાદ નોંધાયો છે અને બહુચરાજીના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે.

શંખલપુર ગામને જોડતુ રેલવે નાળુ પાણીમાં ગરકાવ

ત્યારે બહુચરાજી શંખલપુર ગામને જોડતું રેલવે નાળુ પાણીમાં ગરકાવ થયું છે અને રેલવે અંડરપાસમાં ઈકો સહિત અનેક વાહનો ફસાયા થયા છે. રેલવેના અણઘડ વહીવટનો ભોગ સ્થાનિક જનતા બની રહી છે અને રેલવે અંડરપાસમાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ના હોવાથી આ સમસ્યા સર્જાઈ છે. આ રોડ 10થી વધુ ગામોને જોડે છે, તેથી આ રોડ પર અવરજવર કરનારા તમામ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અંડરપાસમાં પાણીના કાયમી નિકલની સ્થાનિકોની માગ

તમને જણાવી દઈએ કે આ રોડ પર સિવિલ હોસ્પિટલ, મોટી બે સ્કુલો અને યાત્રાધામો પણ આવેલા છે. ત્યારે અંડરપાસમાં પાણીના કાયમી નિકાલની સ્થાનિકો કરતા આવ્યા છે પણ અત્યાર સુધી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવ્યા નથી અને આખરે જનતાને જ ભોગ બનવાનો વારો આવ્યો છે.

રાજય પરથી મોન્સુન ટ્રફ લાઈન પસાર થતાં વરસાદની આગાહી કરવામાં આવી

હવામાન વિભાગે નાવકાસ્ટ બુલેટીન જાહેર કર્યું છે. તેમાં સુરત, ભરૂચ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનાગર, ગીર સોમનાથ અને કચ્છમાં વરસાદનું રેડ અલર્ટ છે. તેમજ પાટણ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા, બોટાદમાં ભારે વરસાદની આગાહી સાથે અમદાવાદ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગરમાં મધ્યમ વરસાસની આગાહી છે. રાજ્ય પરથી મોન્સુન ટ્રફ લાઈન પસાર થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે.