Rajkot વિંછીયા રોડ પર મહિલાઓ પર ઘટાદાર વૃક્ષ પડતા થઈ ઈજાગ્રસ્ત

ધરાશાયી થયેલું વૃક્ષ 2 મહિલાઓ ઉપર પડયું બન્ને ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડાઈ મોપેડ ઉપર વૃક્ષ પડતા થયું નુકસાન રાજકોટ જસદણ વિછીંયા રોડ પર મહિલાઓ વાહન લઈને જઈ રહી હતી તે દરમિયાન અચાનક મોટુ વૃક્ષ પડતા મહીલાઓ ઈજાગ્રસ્ત થઈ હતી.તો ઈજાગ્રસ્ત મહીલાઓને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાઈ હતી,ઘટના બનતાની સાથે ટ્રાફિક જામના દશ્યો સર્જાયા હતા અને વાહનોને મોટુ નુકસાન પહોંચ્યું હતુ. ગણદેવીમાં પણ વૃક્ષ ધરાશાયી ગણદેવી તાલુકામાં વાવાઝોડાથી અનેક વૃક્ષ ધરાશાયી થયા છે. સેંકડો વૃક્ષ જમીનદોસ્ત થતા ખેડૂતોને માથે હાથ દેવાનો વારો આવ્યો છે. લાખો રૂપિયાના નુકસાનનો અંદાજ લગાવાઈ રહ્યો છે.નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં વાવાઝોડાના કારણે સીમ વિસ્તારમાં ફળની વાડીઓને ભારે નુકસાનનો સામનો કરવો પડે છે. આંબા, ચીકુના 800 વૃક્ષ ધરાશાયી થતા ખેડૂતોને ભારે નુકસાનનો સામનો કરવો પડયો હતો. આણંદમાં એક અઠવાડીયા અગાઉ વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત આણંદ શહેરના સો ફૂટ રોડ તથા વિદ્યાનગર રોડ ઉપર ઠેકઠેકાણે જોખમી વૃક્ષો ઉભા છે. થોડા દિવસો પૂર્વે આવા જોખમી વૃક્ષો અંગે અહેવાલો પ્રસિધ્ધ થતા અને ગત સોમવારે નમતી બપોરના સુમારે ભાલેજ ઓવરબ્રીજ નજીક વૃક્ષ ધરાશાયી થવાના કારણે એક ભિક્ષુક જેવા વ્યક્તિનું મોત નિપજ્યું હોવાના બનાવ બાદ પાલિકા તંત્ર સફાળુ જાગ્યું હતું અને આણંદ-વિદ્યાનગર રોડ ઉપર દેખાડા પૂરતી ટ્રિમીંગની કામગીરી હાથ ધરાઈ હતી.30 જૂને સુરતમાં વૃક્ષ પડતા એકનું મોતસુરતના વરાછામાં ઝાડ પડતા રીક્ષામાં બેઠેલા એક વ્યકિતનું ઘટના સ્થળે મોત નિપજયું હતુ.રીક્ષા પર અચાનક મોટુ વિશાળકાય ઝાડ પડતા આ ઘટના બની હતી.પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.મૃતક હનીફના મૃતદેહની પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.  

Rajkot વિંછીયા રોડ પર મહિલાઓ પર ઘટાદાર વૃક્ષ પડતા થઈ ઈજાગ્રસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ધરાશાયી થયેલું વૃક્ષ 2 મહિલાઓ ઉપર પડયું
  • બન્ને ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડાઈ
  • મોપેડ ઉપર વૃક્ષ પડતા થયું નુકસાન

રાજકોટ જસદણ વિછીંયા રોડ પર મહિલાઓ વાહન લઈને જઈ રહી હતી તે દરમિયાન અચાનક મોટુ વૃક્ષ પડતા મહીલાઓ ઈજાગ્રસ્ત થઈ હતી.તો ઈજાગ્રસ્ત મહીલાઓને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાઈ હતી,ઘટના બનતાની સાથે ટ્રાફિક જામના દશ્યો સર્જાયા હતા અને વાહનોને મોટુ નુકસાન પહોંચ્યું હતુ.

ગણદેવીમાં પણ વૃક્ષ ધરાશાયી

ગણદેવી તાલુકામાં વાવાઝોડાથી અનેક વૃક્ષ ધરાશાયી થયા છે. સેંકડો વૃક્ષ જમીનદોસ્ત થતા ખેડૂતોને માથે હાથ દેવાનો વારો આવ્યો છે. લાખો રૂપિયાના નુકસાનનો અંદાજ લગાવાઈ રહ્યો છે.નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં વાવાઝોડાના કારણે સીમ વિસ્તારમાં ફળની વાડીઓને ભારે નુકસાનનો સામનો કરવો પડે છે. આંબા, ચીકુના 800 વૃક્ષ ધરાશાયી થતા ખેડૂતોને ભારે નુકસાનનો સામનો કરવો પડયો હતો.


આણંદમાં એક અઠવાડીયા અગાઉ વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત

આણંદ શહેરના સો ફૂટ રોડ તથા વિદ્યાનગર રોડ ઉપર ઠેકઠેકાણે જોખમી વૃક્ષો ઉભા છે. થોડા દિવસો પૂર્વે આવા જોખમી વૃક્ષો અંગે અહેવાલો પ્રસિધ્ધ થતા અને ગત સોમવારે નમતી બપોરના સુમારે ભાલેજ ઓવરબ્રીજ નજીક વૃક્ષ ધરાશાયી થવાના કારણે એક ભિક્ષુક જેવા વ્યક્તિનું મોત નિપજ્યું હોવાના બનાવ બાદ પાલિકા તંત્ર સફાળુ જાગ્યું હતું અને આણંદ-વિદ્યાનગર રોડ ઉપર દેખાડા પૂરતી ટ્રિમીંગની કામગીરી હાથ ધરાઈ હતી.

30 જૂને સુરતમાં વૃક્ષ પડતા એકનું મોત

સુરતના વરાછામાં ઝાડ પડતા રીક્ષામાં બેઠેલા એક વ્યકિતનું ઘટના સ્થળે મોત નિપજયું હતુ.રીક્ષા પર અચાનક મોટુ વિશાળકાય ઝાડ પડતા આ ઘટના બની હતી.પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.મૃતક હનીફના મૃતદેહની પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.