Ahmedabad Rathyatra 2024 : અમદાવાદમાં ઇ.સ 1878માં મહંતે કરી હતી રથયાત્રાની શરૂઆત

ભગવાનના દર્શન કરવા ભકતો આતુર વર્ષોથી અવિરત ચાલતી રહી છે આ રથયાત્રા છેલ્લાં 146 વર્ષથી અમદાવાદમાં અષાઢી બીજના દિવસે યોજવામાં આવે છે જગન્નાથની રથયાત્રા દર વર્ષની જેમ ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર તથા સુભદ્રા નવા રથમાં સવાર થઈને નગરચર્યા પર નિકળ્યા છે. ભારતમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દર વર્ષે આમ તો અનેક રાજ્યોમાં નિકળે છે. પરંતુ બે સ્થાનની રથયાત્રા ખૂબ જ જાણીતી છે અને એ છે એક ઓરિસ્સામાં આવેલા જગન્નાથપુરીની રથયાત્રા અને ગુજરાતના અમદાવાદમાં નિકળતી રથયાત્રા. મારૂતિ મંદિર એ જગન્નાથ મંદિર બન્યું લગભગ પોણા પાંચસો વર્ષ પહેલાં હનુમાનદાસજી નામના સાધુ અહીં આવ્યા હતા અને તેમણે શહેરની ભીડભાડથી દૂર સાબરમતી નદી પાસે ગાઢ જંગલોની વચ્ચે હનુમાનની મૂર્તીની સ્થાપના કરી હતી. લોકોની શ્રદ્ધા વધતા સામાન્ય પ્રકારનું મંદિર તૈયાર થયું હતું. તેમના અનુગામી સારંગદાસજી ભગવાન જગન્નાથના ભક્ત હતા. તેઓ ઓડિશાના પુરી ખાતે દર્શને જવાની ઇચ્છા થઈ હતી. અનેક સ્થાનિક ભક્તો તેમની જાત્રામાં જોડાયા હતા. કહેવાય છે કે તેઓ પુરીની ધર્મશાળામાં શયન કરી રહ્યા હતા, ત્યારે ભગવાને તેમને સપનામાં દર્શન દીધા અને ત્યાં ત્રણેયની મૂર્તી સ્થાપિત કરવા પ્રેરણા કરી. સૌ પ્રથમ ભરૂચમાં રથયાત્રા નિકળી સામાન્ય રીતે વર્ષ દરમિયાન ભક્તો મંદિરે જઈને તેમના આરાધ્યની પૂજા-અર્ચના કરતા હોય છે, પરંતુ રથયાત્રાના દિવસે ખુદ ભગવાન પોતે નગરચર્યા કરવા નિકળે છે અને ભક્તોને દર્શન આપે છે, એવી માન્યતા છે. લગભગ અઢીસો વર્ષ પહેલાં ગુજરાતમાં પહેલી રથયાત્રા કાઢવામાં આવી હતી. સૌ પહેલાં ભરૂચના ભોઈ સમાજે રથયાત્રા કાઢી હતી અને આ પરંપરા આજે પણ જળવાઈ રહી છે. અમદાવાદમાં વર્ષ 1878માં નિકળી રથયાત્રા અમદાવાદના જગન્નાથ મંદિરની સત્તાવાર શરૂઆત વર્ષ 1878માં તત્કાલીન મહંત નરસિંહદાસજી મહારાજ દ્વારા રથયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી પ્રારંભિક વર્ષો દરમિયાન બળદગાડાંમાં રથયાત્રા કાઢવામાં આવતી. આના માટે ભરૂચના ખલાસીઓએ અમદાવાદની રથયાત્રા માટે રથ બનાવી આપ્યા હતા. જેનું નિર્માણ નાળિયેરના ઝાડના થડમાંથી કરવામાં આવ્યું હતું. નાળિયેરનું થડ પ્રમાણમાં હળવું હોવા છતાં રથનું વજન 300 કિલો જેટલું હોવાનું કહેવાય છે. અલગ-અલગ રથમાં બેસીને જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા નગરચર્યાએ નિકળે છે અમદાવાદની રથયાત્રાનો રૂટ લગભગ 22 કિલોમીટર જેટલો રહ્યો છે. વર્ષો સુધી આ આયોજનને શાંતિપૂર્વક પાર પાડવાનું કામ પોલીસ તથા સરકારી તંત્ર માટે પડકારજનક રહ્યું છે. ક્યારેક તેમાં ફેરફાર કરવાની પણ ફરજ પડી છે. સમયાંતરે નવા અમદાવાદમાંથી પણ રથયાત્રા કાઢવા માટેની માગ થતી રહી છે, પરંતુ મહદંશે પરંપરાગત પોળોના રૂટમાંથી જ પસાર થતી રહી છે. કેટલીક ધાર્મિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પશ્ચિમ અમદાવાદમાં રથયાત્રા કાઢવામાં આવે છે.

Ahmedabad Rathyatra 2024 : અમદાવાદમાં ઇ.સ 1878માં મહંતે કરી હતી રથયાત્રાની શરૂઆત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભગવાનના દર્શન કરવા ભકતો આતુર
  • વર્ષોથી અવિરત ચાલતી રહી છે આ રથયાત્રા
  • છેલ્લાં 146 વર્ષથી અમદાવાદમાં અષાઢી બીજના દિવસે યોજવામાં આવે છે જગન્નાથની રથયાત્રા

દર વર્ષની જેમ ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર તથા સુભદ્રા નવા રથમાં સવાર થઈને નગરચર્યા પર નિકળ્યા છે. ભારતમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દર વર્ષે આમ તો અનેક રાજ્યોમાં નિકળે છે. પરંતુ બે સ્થાનની રથયાત્રા ખૂબ જ જાણીતી છે અને એ છે એક ઓરિસ્સામાં આવેલા જગન્નાથપુરીની રથયાત્રા અને ગુજરાતના અમદાવાદમાં નિકળતી રથયાત્રા.

મારૂતિ મંદિર એ જગન્નાથ મંદિર બન્યું

લગભગ પોણા પાંચસો વર્ષ પહેલાં હનુમાનદાસજી નામના સાધુ અહીં આવ્યા હતા અને તેમણે શહેરની ભીડભાડથી દૂર સાબરમતી નદી પાસે ગાઢ જંગલોની વચ્ચે હનુમાનની મૂર્તીની સ્થાપના કરી હતી. લોકોની શ્રદ્ધા વધતા સામાન્ય પ્રકારનું મંદિર તૈયાર થયું હતું. તેમના અનુગામી સારંગદાસજી ભગવાન જગન્નાથના ભક્ત હતા. તેઓ ઓડિશાના પુરી ખાતે દર્શને જવાની ઇચ્છા થઈ હતી. અનેક સ્થાનિક ભક્તો તેમની જાત્રામાં જોડાયા હતા. કહેવાય છે કે તેઓ પુરીની ધર્મશાળામાં શયન કરી રહ્યા હતા, ત્યારે ભગવાને તેમને સપનામાં દર્શન દીધા અને ત્યાં ત્રણેયની મૂર્તી સ્થાપિત કરવા પ્રેરણા કરી.

સૌ પ્રથમ ભરૂચમાં રથયાત્રા નિકળી

સામાન્ય રીતે વર્ષ દરમિયાન ભક્તો મંદિરે જઈને તેમના આરાધ્યની પૂજા-અર્ચના કરતા હોય છે, પરંતુ રથયાત્રાના દિવસે ખુદ ભગવાન પોતે નગરચર્યા કરવા નિકળે છે અને ભક્તોને દર્શન આપે છે, એવી માન્યતા છે. લગભગ અઢીસો વર્ષ પહેલાં ગુજરાતમાં પહેલી રથયાત્રા કાઢવામાં આવી હતી. સૌ પહેલાં ભરૂચના ભોઈ સમાજે રથયાત્રા કાઢી હતી અને આ પરંપરા આજે પણ જળવાઈ રહી છે.

અમદાવાદમાં વર્ષ 1878માં નિકળી રથયાત્રા

અમદાવાદના જગન્નાથ મંદિરની સત્તાવાર શરૂઆત વર્ષ 1878માં તત્કાલીન મહંત નરસિંહદાસજી મહારાજ દ્વારા રથયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી પ્રારંભિક વર્ષો દરમિયાન બળદગાડાંમાં રથયાત્રા કાઢવામાં આવતી. આના માટે ભરૂચના ખલાસીઓએ અમદાવાદની રથયાત્રા માટે રથ બનાવી આપ્યા હતા. જેનું નિર્માણ નાળિયેરના ઝાડના થડમાંથી કરવામાં આવ્યું હતું. નાળિયેરનું થડ પ્રમાણમાં હળવું હોવા છતાં રથનું વજન 300 કિલો જેટલું હોવાનું કહેવાય છે.

અલગ-અલગ રથમાં બેસીને જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા નગરચર્યાએ નિકળે છે

અમદાવાદની રથયાત્રાનો રૂટ લગભગ 22 કિલોમીટર જેટલો રહ્યો છે. વર્ષો સુધી આ આયોજનને શાંતિપૂર્વક પાર પાડવાનું કામ પોલીસ તથા સરકારી તંત્ર માટે પડકારજનક રહ્યું છે. ક્યારેક તેમાં ફેરફાર કરવાની પણ ફરજ પડી છે. સમયાંતરે નવા અમદાવાદમાંથી પણ રથયાત્રા કાઢવા માટેની માગ થતી રહી છે, પરંતુ મહદંશે પરંપરાગત પોળોના રૂટમાંથી જ પસાર થતી રહી છે. કેટલીક ધાર્મિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પશ્ચિમ અમદાવાદમાં રથયાત્રા કાઢવામાં આવે છે.