Navratriમાં અંબાજીમાં હવનનું વિશેષ મહત્વ, દેશ-વિદેશથી આવે છે ભક્તો
શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પાસે આવેલું છે. અંબાજી દેશના 51 શકિતપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. મહાપર્વમાં માતાજીની આરાધના કરવા ભક્તો મોટી સંખ્યામાં આવતા હોય છે આસો મહિનાના નવરાત્રિ પર્વમાં ભક્તો અંબાજી શક્તિપીઠમાં ખાસ દર્શને આવતા હોય છે. હાલમાં શક્તિના મહાપર્વમાં માતાજીની આરાધના કરવા ભક્તો મોટી સંખ્યામાં આવતા હોય છે, ત્યારે શકિતપીઠ અંબાજીમાં માં અંબાનું હ્રદય હોઈ દર્શન કર્યા બાદ માંને રીઝવવા માટે પ્રયાસ કરી હવન પણ કરાવતા હોય છે. હાલમાં અંબાજી મંદિરની હવન શાળાના તમામ કુંડમાં ભક્તો દ્વારા હવન કરવામાં આવી રહ્યો છે. નવરાત્રિ પર્વના 9 દિવસમાં દેશ-વિદેશથી ભક્તો હવન કરાવવા માટે આવે છે માતાજીના મંદિરના ચાચર ચોકમાં જ હવન શાળા આવેલી છે, જેમાં 20થી વધુ હવન કુંડ છે. ભાદરવી મહામેળાના 7 દિવસ દરમિયાન હવન શાળામાં એક પણ હવન થતા નથી. પરંતુ નવરાત્રિ પર્વના 9 દિવસમાં અહીં દેશ-વિદેશથી અનેક ભક્તો હવન કરાવવા માટે આવતા હોય છે. મંદિરમાં હવન શાળાના બ્રાહ્મણો દ્વારા જ નવચંડી યજ્ઞ, દેવી યજ્ઞ, વૈદિક મંત્રોચાર સાથે ચંડીપાઠ, દેવી મહાલક્ષ્મી યજ્ઞ અને દેવીનો અભિષેક પણ કરાવવામાં આવે છે. અનેક ભક્તોએ કર્યા હવન હાલમાં ભક્તો મોટા પ્રમાણમાં હવન શાળામાં હવન પૂજનમાં બેઠેલા જોવા મળી રહ્યા છે અને બપોર બાદ હવનમાં શ્રીફળ હોમ્યા બાદ અને પૂર્ણાહુતિ બાદ ભક્તો પોતાના વતન તરફ જતા હોય છે તો કેટલાક ભક્તો તો સીધા વિદેશ પણ જતાં હોય છે. રાજકોટમાં રમવામાં આવે છે તલવાર રાસ હાલ નવરાત્રિ ચાલી રહી છે. એવામાં નવરાત્રિ દરમિયાન આપણે સામાન્ય રીતે પ્રાચીન અને અર્વાચીન એમ બંને રીતે ગરબા રમતા હોઈએ છીએ, પરંતુ રાજકોટમાં નવરાત્રિ દરમિયાન તલવાર સાથેના રાસ દર વર્ષે જોવા મળે છે. રાજકોટના રાજવી પેલેસ ખાતે પણ દર વર્ષે મહિલાઓ દ્વારા આ તલવાર રાસ રમવામાં આવે છે, મહિલાઓ હાથમાં ખુલ્લી તલવાર સાથે ગરબા રમતી જોવા મળે છે. આ તલવાર રાસ રમતા પહેલા તેની ખુબ જ પ્રેક્ટિસ કરવી પડે છે અને ત્યારબાદ જ તલવાર રાસ રમવાની છૂટ આપવામાં આવે છે. ભગિની સેવા ફાઉન્ડેશન દ્વારા તાલીમ અપાય છે. રાજકોટમાં રાજવી પરિવાર દ્વારા ભગિની સેવા ફાઉન્ડેશન સંસ્થા ચલાવવામાં આવી રહી છે અને આ સંસ્થા દ્વારા જ દર વર્ષે રાજવી પેલેસ ખાતેના ગ્રાઉન્ડમાં તલવાર રાસ રમાડવામાં આવે છે. આશરે છેલ્લા 15 વર્ષથી ભગિની સેવા ફાઉન્ડેશન યુવતીઓ અને મહિલાઓને નવરાત્રિ પહેલા તલવાર રાસની સખત તાલીમ આપે છે. ત્યારબાદ નવરાત્રિ દરમિયાન આ તલવાર રાસ યોજવામાં આવે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પાસે આવેલું છે. અંબાજી દેશના 51 શકિતપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે.
મહાપર્વમાં માતાજીની આરાધના કરવા ભક્તો મોટી સંખ્યામાં આવતા હોય છે
આસો મહિનાના નવરાત્રિ પર્વમાં ભક્તો અંબાજી શક્તિપીઠમાં ખાસ દર્શને આવતા હોય છે. હાલમાં શક્તિના મહાપર્વમાં માતાજીની આરાધના કરવા ભક્તો મોટી સંખ્યામાં આવતા હોય છે, ત્યારે શકિતપીઠ અંબાજીમાં માં અંબાનું હ્રદય હોઈ દર્શન કર્યા બાદ માંને રીઝવવા માટે પ્રયાસ કરી હવન પણ કરાવતા હોય છે. હાલમાં અંબાજી મંદિરની હવન શાળાના તમામ કુંડમાં ભક્તો દ્વારા હવન કરવામાં આવી રહ્યો છે.
નવરાત્રિ પર્વના 9 દિવસમાં દેશ-વિદેશથી ભક્તો હવન કરાવવા માટે આવે છે
માતાજીના મંદિરના ચાચર ચોકમાં જ હવન શાળા આવેલી છે, જેમાં 20થી વધુ હવન કુંડ છે. ભાદરવી મહામેળાના 7 દિવસ દરમિયાન હવન શાળામાં એક પણ હવન થતા નથી. પરંતુ નવરાત્રિ પર્વના 9 દિવસમાં અહીં દેશ-વિદેશથી અનેક ભક્તો હવન કરાવવા માટે આવતા હોય છે. મંદિરમાં હવન શાળાના બ્રાહ્મણો દ્વારા જ નવચંડી યજ્ઞ, દેવી યજ્ઞ, વૈદિક મંત્રોચાર સાથે ચંડીપાઠ, દેવી મહાલક્ષ્મી યજ્ઞ અને દેવીનો અભિષેક પણ કરાવવામાં આવે છે.
અનેક ભક્તોએ કર્યા હવન
હાલમાં ભક્તો મોટા પ્રમાણમાં હવન શાળામાં હવન પૂજનમાં બેઠેલા જોવા મળી રહ્યા છે અને બપોર બાદ હવનમાં શ્રીફળ હોમ્યા બાદ અને પૂર્ણાહુતિ બાદ ભક્તો પોતાના વતન તરફ જતા હોય છે તો કેટલાક ભક્તો તો સીધા વિદેશ પણ જતાં હોય છે.
રાજકોટમાં રમવામાં આવે છે તલવાર રાસ
હાલ નવરાત્રિ ચાલી રહી છે. એવામાં નવરાત્રિ દરમિયાન આપણે સામાન્ય રીતે પ્રાચીન અને અર્વાચીન એમ બંને રીતે ગરબા રમતા હોઈએ છીએ, પરંતુ રાજકોટમાં નવરાત્રિ દરમિયાન તલવાર સાથેના રાસ દર વર્ષે જોવા મળે છે. રાજકોટના રાજવી પેલેસ ખાતે પણ દર વર્ષે મહિલાઓ દ્વારા આ તલવાર રાસ રમવામાં આવે છે, મહિલાઓ હાથમાં ખુલ્લી તલવાર સાથે ગરબા રમતી જોવા મળે છે.
આ તલવાર રાસ રમતા પહેલા તેની ખુબ જ પ્રેક્ટિસ કરવી પડે છે અને ત્યારબાદ જ તલવાર રાસ રમવાની છૂટ આપવામાં આવે છે. ભગિની સેવા ફાઉન્ડેશન દ્વારા તાલીમ અપાય છે. રાજકોટમાં રાજવી પરિવાર દ્વારા ભગિની સેવા ફાઉન્ડેશન સંસ્થા ચલાવવામાં આવી રહી છે અને આ સંસ્થા દ્વારા જ દર વર્ષે રાજવી પેલેસ ખાતેના ગ્રાઉન્ડમાં તલવાર રાસ રમાડવામાં આવે છે. આશરે છેલ્લા 15 વર્ષથી ભગિની સેવા ફાઉન્ડેશન યુવતીઓ અને મહિલાઓને નવરાત્રિ પહેલા તલવાર રાસની સખત તાલીમ આપે છે. ત્યારબાદ નવરાત્રિ દરમિયાન આ તલવાર રાસ યોજવામાં આવે છે.