Anand માંથી ઝડપાયું મોટું ગેસ રિફિલિંગ કૌભાંડ, પોલીસે કર્યો પર્દાફાશ
આણંદમાં સબસિડીવાળા રાંધણ ગેસના રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું છે. વઘાસી પાસે આવેલા ગોડાઉનમાંથી ગેસ રિફિલિંગનુ કૌભાંડ ઝડપાયું છે. ગેસ એજન્સીના સંચાલક દ્વારા ગોડાઉનમાં ચલાવવામાં આવતું આ કૌભાંડ બહાર આવ્યું છે. આણંદ જિલ્લાના વઘાસી પાસે ગોડાઉનમાં ગેસ રિફિલિંગ કરી આપતા હોવાનું LCB પોલીસને બાતમી મળી હતી જેના અનુસંધાનમાં LCBએ છાપો માર્યો હતો. છાપો મારતા પોલીસને ગેરકાયદેસર ગેસ ભરી આપતા હોવાના કૌભાંડો પર્દાફાશ થયો હતો.BK ગેસ એજન્સીના સંચાલક દ્વારા કૌભાંડ LCBએ પડેલા દરોડામાં સ્થળ પરથી સબસિડીવાળા ગેસના બોટલમાંથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં પાઇપ વડે ગેસની ચોરી કરતા માલૂમ પડ્યું હતું. ત્યારે સબસિડીવાળા ગેસ એટલે કે ઘરેલુ ગેસને આ રીતે કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં પાઇપ વડે બારોબાર ભરવામાં આવતો હતો અને ત્યારબાદ તેને વેચવામાં આવતો હતો. વઘાસી ખાતે આ કૌભાંડ આચારનાર BK ગેસ એજન્સીના સંચાલકની ધરપકડ કરવામાં આવી છે. LCBએ છાપો મારી કૌભાંડનો કર્યો પર્દાફાશ આણંદ LCB પોલીસે બાતમીને આધારે વઘાસીના એક ગોડાઉન ખાતે દરોડો પડ્યો હતો. દરોડામાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ જોતાં પોલીસ ચોંકી ઉઠી હતી. ઓછામાં પૂરું ગેસ રિફિલિંગ જેવી પ્રવૃતિમાં દુર્ઘટના સર્જાઇ તેમહોવા છતાં bk ગેસ એજન્સીના સંચાલકના ગોડાઉનમાં ફાયર સેફ્ટીની કોઈ જ સુવિધા વિના જોખમી રીતે રિફિલિંગ કરતું હતું. બોટલ ફાટવાથી મોટી દુર્ઘટના સર્જાઇ શકે છે અને મોટાપાયે જાનહાનિ થઈ શકે છે. પોલીસે આવી ગંભીર બેદરકારી સાથે ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવી હતી. પોલીસે 12.13 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો LCB પોલીસે પાડેલા દરોડામાં ઘટના સ્થળેથી કોમર્શિયલ અને સબસિડી વાળા 478 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા છે. જેની કિમત આશરે 12.13 લાખનાં છે. ઉપરાંત પોલીસે ગેસનું વજન કરવા માટેનો વજનકાંટો અને ગેસ રીફિલિંગ માટેની ઇલેક્ટ્રિક મોટરો કબ્જે કરી છે. તમારા ઘરે આવતા ગેસ સિલિન્ડરનું વજન કરી લેજો ચેક. તાજેતરમાં જ વડોદરમાંથી ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું હતું. વડોદરા SOG એ પડેલા દરોડામાં ભારત અને ઇંડિયન ગૅસના 174 બોટલો કબજે કરી 10 લોકોની ધરપકડ કરી હતી. ગેસ કૌભાંડીઓ દ્વારા 1.5 ઘરેલુ ગેસ બોટલોમાંથી એક કોમર્શિયલ બોટલ ભરવામાં આવે છે. એટલે કે લોકોના ઘરે આવતા ગેસ સિલિન્ડરમાંથી થોડો ગેસ કોમર્શિયલમાં ગયો, જેથી ગ્રાહકે નોંધવેલ ગેસ સિલિન્ડરમાં ઓછો ગેસ આવે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આણંદમાં સબસિડીવાળા રાંધણ ગેસના રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું છે. વઘાસી પાસે આવેલા ગોડાઉનમાંથી ગેસ રિફિલિંગનુ કૌભાંડ ઝડપાયું છે. ગેસ એજન્સીના સંચાલક દ્વારા ગોડાઉનમાં ચલાવવામાં આવતું આ કૌભાંડ બહાર આવ્યું છે. આણંદ જિલ્લાના વઘાસી પાસે ગોડાઉનમાં ગેસ રિફિલિંગ કરી આપતા હોવાનું LCB પોલીસને બાતમી મળી હતી જેના અનુસંધાનમાં LCBએ છાપો માર્યો હતો. છાપો મારતા પોલીસને ગેરકાયદેસર ગેસ ભરી આપતા હોવાના કૌભાંડો પર્દાફાશ થયો હતો.
BK ગેસ એજન્સીના સંચાલક દ્વારા કૌભાંડ
LCBએ પડેલા દરોડામાં સ્થળ પરથી સબસિડીવાળા ગેસના બોટલમાંથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં પાઇપ વડે ગેસની ચોરી કરતા માલૂમ પડ્યું હતું. ત્યારે સબસિડીવાળા ગેસ એટલે કે ઘરેલુ ગેસને આ રીતે કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં પાઇપ વડે બારોબાર ભરવામાં આવતો હતો અને ત્યારબાદ તેને વેચવામાં આવતો હતો. વઘાસી ખાતે આ કૌભાંડ આચારનાર BK ગેસ એજન્સીના સંચાલકની ધરપકડ કરવામાં આવી છે.
LCBએ છાપો મારી કૌભાંડનો કર્યો પર્દાફાશ
આણંદ LCB પોલીસે બાતમીને આધારે વઘાસીના એક ગોડાઉન ખાતે દરોડો પડ્યો હતો. દરોડામાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ જોતાં પોલીસ ચોંકી ઉઠી હતી. ઓછામાં પૂરું ગેસ રિફિલિંગ જેવી પ્રવૃતિમાં દુર્ઘટના સર્જાઇ તેમહોવા છતાં bk ગેસ એજન્સીના સંચાલકના ગોડાઉનમાં ફાયર સેફ્ટીની કોઈ જ સુવિધા વિના જોખમી રીતે રિફિલિંગ કરતું હતું. બોટલ ફાટવાથી મોટી દુર્ઘટના સર્જાઇ શકે છે અને મોટાપાયે જાનહાનિ થઈ શકે છે. પોલીસે આવી ગંભીર બેદરકારી સાથે ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવી હતી.
પોલીસે 12.13 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
LCB પોલીસે પાડેલા દરોડામાં ઘટના સ્થળેથી કોમર્શિયલ અને સબસિડી વાળા 478 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા છે. જેની કિમત આશરે 12.13 લાખનાં છે. ઉપરાંત પોલીસે ગેસનું વજન કરવા માટેનો વજનકાંટો અને ગેસ રીફિલિંગ માટેની ઇલેક્ટ્રિક મોટરો કબ્જે કરી છે.
તમારા ઘરે આવતા ગેસ સિલિન્ડરનું વજન કરી લેજો ચેક.
તાજેતરમાં જ વડોદરમાંથી ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું હતું. વડોદરા SOG એ પડેલા દરોડામાં ભારત અને ઇંડિયન ગૅસના 174 બોટલો કબજે કરી 10 લોકોની ધરપકડ કરી હતી. ગેસ કૌભાંડીઓ દ્વારા 1.5 ઘરેલુ ગેસ બોટલોમાંથી એક કોમર્શિયલ બોટલ ભરવામાં આવે છે. એટલે કે લોકોના ઘરે આવતા ગેસ સિલિન્ડરમાંથી થોડો ગેસ કોમર્શિયલમાં ગયો, જેથી ગ્રાહકે નોંધવેલ ગેસ સિલિન્ડરમાં ઓછો ગેસ આવે છે.