Rajkot News : 28 દિકરીઓને રડાવનાર ચંદ્રેશ છત્રોલાના હવે નવા નાટકો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટ સમૂહ લગ્નના આયોજકોની નફ્ફટાઇ તો સામે આવી જ છે પરંતુ એક મોટી નફ્ફટાઈ એવી છે કે મુખ્ય આયોજક ચંદ્રેશ છાત્રોલા હોસ્પિટલમાં દાખલ થઈ ગયો છે અને 28 યુગલોના લગ્ન અટકાવ્યા હતા અને આયોજકે આ નાટક કર્યુ છે,આયોજક ચંદ્રેશ છાત્રોલાએ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હોય તેવા ફોટો સ્ટેટસમાં મુક્યા હોવાની વાત સામે આવી છે.ફોટો-રિપોર્ટમાં મુકી પોતાનો બચાવ કરવા લાગ્યા હતો પરંતુ મુર્ખામી ભરી વાત એ છે કે લગ્નના આગલા જ દિવસે તમે બીમાર પડી બધા નાટકો કર્યા ?
રાજકોટમાં વર- વધુઓ લગ્નના બંધનમાં બંધાયા
રાજકોટમાં લગ્ન તો શરૂ થઈ ગયા છે.સામાજિક જવાબદારી માટેની મીડિયાની મહેનત રંગ લાવી છે,મીડિયા અને આગેવાનોની મદદથી વર-વધુના લગ્ન થયા છે અને સામાજિક આગેવાનોએ પણ ઉઠાવી જવાબદારી તો મહત્વનું છે કે,6 યુગલોના લગ્નની વિધિ કરવામાં આવી છે તો
સામાજિક સંસ્થાઓએ કરિયાવરની જવાબદારી ઉઠાવી છે,પરિવારજનોના ચહેરા પર રેલાયુ સ્મિત અને તમામનો માન્યો આભાર,લગ્ન પ્રસંગમાં આવેલ સૌ કોઈની આંખમાં હરખના આંસુ આવ્યા હતા.
પોલીસે લીધી છે તમામ જવાબદારી
રાજકોટનાં માધાપર ચોકડી નજીક આવેલી ADB હોટલ સામે આવેલા ગ્રાઉન્ડમાં ઋષિવંશી સમાજનાં નામે 28 સર્વજ્ઞાતિય દીકરીઓનાં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે બધા પરિવારો પાસેથી રૂ. 15થી 40,000 ઉઘરાવી લેવામાં આવ્યા હતા જોકે આજે લગ્નના દિવસે સવારથી પરિવારો આવ્યા તો કોઈપણ આયોજકો હાજર હતા નહીં. જેના કારણે આ અંગે પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતા આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં હાલ પોલીસ દોડી આવી છે. અને સૌપ્રથમ જે લોકોના લગ્ન અટક્યા હોય તે લગ્નો પૂર્ણ કરાવવા માટે પોલીસ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે.
What's Your Reaction?






