Western Railway દ્રારા અમદાવાદથી ચાલનારી ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેનો ફરી શરૂ

Jan 30, 2025 - 13:00
Western Railway દ્રારા અમદાવાદથી ચાલનારી ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેનો ફરી શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળથી ચાલનારી ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેનો રિસ્ટોર કરાઈ છે,જેમાં પશ્ચિમ રેલવેએ અમદાવાદ-દરભંગા, ગાંધીધામ-ભાગલપુર અને અમદાવાદ-પટના સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેનોને સમાન સંરચના, સમય અને રૂટ પર ફરી શરુ કરવાનો નિર્ણય લીધો છે.

ફરી શરુ થનારી ટ્રેનો

1. ટ્રેન નંબર 09447 અમદાવાદ-પટણા સાપ્તાહિક સ્પેશ્યલ 5 માર્ચ 2025 થી 25 જૂન 2025 સુધી ચાલશે.

2. ટ્રેન નંબર 09448 પટના-અમદાવાદ સાપ્તાહિક સ્પેશ્યલ 7 માર્ચ 2025 થી 27 જૂન 2025 સુધી ચાલશે.

3. ટ્રેન નંબર 09465 અમદાવાદ-દરભંગા સાપ્તાહિક 28 ફેબ્રુઆરી 2025 થી 27 જૂન 2025 સુધી ચાલશે.

4. ટ્રેન નંબર 09466 દરભંગા-અમદાવાદ સાપ્તાહિક સ્પેશ્યલ 3 માર્ચ 2025 થી 30 જૂન 2025 સુધી ચાલશે.

5. ટ્રેન નંબર 09451 ગાંધીધામ-ભાગલપુર સાપ્તાહિક સ્પેશ્યલ 28 ફેબ્રુઆરી 2025 થી આગામી સૂચના સુધી ચાલશે.

6. ટ્રેન નંબર 09452 ભાગલપુર-ગાંધીધામ સાપ્તાહિક સ્પેશ્યલ 3 માર્ચ 2025 થી આગામી સૂચના સુધી ચાલશે.

ઓનલાઈન પણ બુંકિગ થઈ શકશે

ટ્રેન નંબર 09065 માટે બુકિંગ 29 જાન્યુઆરી 2025 થી અને 09447 માટે 3 ફેબ્રુઆરી 2025 થી બધા PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

અમદાવાદ-એકતા નગર હેરિટેજ સ્પેશિયલ ટ્રેન રદ રહેશે 

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-એકતા નગર વચ્ચે ચલાવવામાં આવી રહેલી ટ્રેન નંબર 09409/09410 અમદાવાદ-એકતા નગર-અમદાવાદ હેરિટેજ સ્પેશિયલ નું ફેબ્રુઆરી મહિનામાં પ્રસ્તાવિત (POH) મેન્ટનન્સ કાર્યને કારણે રદ રહેશે.15,16,22 અને 23 ફેબ્રુઆરીની ટ્રેન નંબર 09409/09410 અમદાવાદ-એકતા નગર-અમદાવાદ હેરિટેજ સ્પેશિયલ ટ્રેન રદ રહેશે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0