Dwarka Demolition: દ્વારકામાં ડિમોલિશન થતા સ્થાનિકોમાં રોષ, કહ્યું-"ઠંડીમાં અમને ઘર વિહોણા કર્યા"

છેલ્લા એક અઠવાડિયથી દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ગેરકાયદે દબાણો દૂર કરવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. દ્વારકામાં ડિમોલિશન થતા સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે. સ્થાનિકોએ કહ્યું હતું કે, કડકડતી ઠંડીમાં અમને ઘર વિહોણા કર્યા છે.દેવભૂમિ દ્વારકાના અલગ અલગ 7 ટાપુઓ પર ગેરકાયદે ઊભા કરી દેવાયેલા દબાણોને સંપૂર્ણપણે હટાવી દેવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા 36 ગેરકાયદે સ્ટ્રકચરલ દબાણ હટાવી સાત ટાપુઓ સંપૂર્ણ દબાણમુક્ત કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારની સૂચના મુજબ વહીવટી તંત્રને સાથે રાખી પોલીસ દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવા માટે મેગા ડિમોલિશન ડ્રાઇવ ચલાવવામાં આવી છે. દ્વારકા જિલ્લામાં ડિમોલિશન કરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 60 વર્ષથી સરકાર ત્યાં વેરા ઉઘરાવી રહી છેઃ સ્થાનિકોદેવભૂમિ દ્વારકા જિલ્લામાં  ગેરકાયદે દબાણો દૂર કરવાને લઇ સ્થાનિકોએ રોષ ઠાલવ્યો હતો. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, અહી અમે આઝાદી સમયથી વસવાટ કરી રહ્યાં છીએ. અમે નિયમિત રીતે 60 વર્ષથી સરકાર ત્યાં વેરા ઉઘરાવી રહી છે. પુરાવા હોવા છતાં પણ તંત્રની મનમાની દ્વારા અનેક મકાનો તોડી પાડ્યા છે. હાલ અમને તંત્રએ ઘર વિહોણા કરી દીધા છે. ઠંડીમાં લોકોને ઘર વગરના કરવામાં આવ્યાઃ સ્થાનિકોહાલ કડકડતી ઠંડી ચાલી રહી છે, નાના બાળકો, મહિલા, વૃદ્ધો સહિત તમામને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. લોકોને ઘર વગરના કરીને અત્યારની સ્થિતિ ખુબ જ દયનીય થઇ ગઇ છે. સ્થાનિકોનું કહેવું છે કે, પહેલા તંત્રએ અમને રહેવાની વ્યવસ્થા કરીવી જોઇએ ત્યાર બાદ ડિમોલિશનની કામગીરી કરવી જોઇએ. હાલ આવા કપરા દિવસોમાં અમને ઘર-બાર વગરના કરી દિધા છે. તંત્રના અમાનવિય વર્તનને તો માનવતાને શર્મસાર કર્યો છે.

Dwarka Demolition: દ્વારકામાં ડિમોલિશન થતા સ્થાનિકોમાં રોષ, કહ્યું-"ઠંડીમાં અમને ઘર વિહોણા કર્યા"

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

છેલ્લા એક અઠવાડિયથી દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ગેરકાયદે દબાણો દૂર કરવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. દ્વારકામાં ડિમોલિશન થતા સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે. સ્થાનિકોએ કહ્યું હતું કે, કડકડતી ઠંડીમાં અમને ઘર વિહોણા કર્યા છે.

દેવભૂમિ દ્વારકાના અલગ અલગ 7 ટાપુઓ પર ગેરકાયદે ઊભા કરી દેવાયેલા દબાણોને સંપૂર્ણપણે હટાવી દેવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા 36 ગેરકાયદે સ્ટ્રકચરલ દબાણ હટાવી સાત ટાપુઓ સંપૂર્ણ દબાણમુક્ત કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારની સૂચના મુજબ વહીવટી તંત્રને સાથે રાખી પોલીસ દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવા માટે મેગા ડિમોલિશન ડ્રાઇવ ચલાવવામાં આવી છે. દ્વારકા જિલ્લામાં ડિમોલિશન કરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 

60 વર્ષથી સરકાર ત્યાં વેરા ઉઘરાવી રહી છેઃ સ્થાનિકો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં  ગેરકાયદે દબાણો દૂર કરવાને લઇ સ્થાનિકોએ રોષ ઠાલવ્યો હતો. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, અહી અમે આઝાદી સમયથી વસવાટ કરી રહ્યાં છીએ. અમે નિયમિત રીતે 60 વર્ષથી સરકાર ત્યાં વેરા ઉઘરાવી રહી છે. પુરાવા હોવા છતાં પણ તંત્રની મનમાની દ્વારા અનેક મકાનો તોડી પાડ્યા છે. હાલ અમને તંત્રએ ઘર વિહોણા કરી દીધા છે.

ઠંડીમાં લોકોને ઘર વગરના કરવામાં આવ્યાઃ સ્થાનિકો

હાલ કડકડતી ઠંડી ચાલી રહી છે, નાના બાળકો, મહિલા, વૃદ્ધો સહિત તમામને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. લોકોને ઘર વગરના કરીને અત્યારની સ્થિતિ ખુબ જ દયનીય થઇ ગઇ છે. સ્થાનિકોનું કહેવું છે કે, પહેલા તંત્રએ અમને રહેવાની વ્યવસ્થા કરીવી જોઇએ ત્યાર બાદ ડિમોલિશનની કામગીરી કરવી જોઇએ. હાલ આવા કપરા દિવસોમાં અમને ઘર-બાર વગરના કરી દિધા છે. તંત્રના અમાનવિય વર્તનને તો માનવતાને શર્મસાર કર્યો છે.