Rajkot: જેતપુરના જાગૃતિ નગરમાંથી મળ્યું એક તાજું જન્મેલ માનવ ભ્રૂણ

રાજકોટના જેતપુરમાંથી તાજું જન્મેલ માનવ ભ્રૂણ મળી આવતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ. જેતપુરના જાગૃતિ નગરના પંચવટીમાંથી માનવ ભ્રુણ મૃત હાલતમાં મળી આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી. લોકોને શંકા છે કે આ માનવ ભ્રૂણ કાચા માસે જન્મ્યુ હોવાનું લાગે છે. વૃક્ષ નીચે આ ભ્રૂણને ફેંકી માતા ફરાર થઈ ગઈ. પોલીસે ભ્રુણને પીએમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી.માનવ ભ્રૂણ મૃત હાલતમાં મળી આવ્યુંજેતપુરમાં માનવભ્રૂણ મળી આવતા મમતા મરી પરવારી હોવાનું ફરી સાબિત થઈ રહ્યું છે. જાગૃતિ નગરના પંચવટી વિસ્તારમાં એક વૃક્ષ નીચે તાજું જન્મેલ માનવ ભ્રૂણ મૂકી માતા ફરાર થઈ ગઈ. વહેલી સવારે આ વિસ્તારમાં એક શખ્સ પસાર થતો હતો ત્યારે વૃક્ષ નીચે માનવભ્રૂણ જોયું. જાહેરમાં એક વૃક્ષ નીચે વહેલી સવારમાં કોઈ ભૃણ ફેંકી ગયું હોઈ શકે. કારણ કે દેખાવ પરથી ભૃણ કાચા માસે જન્મેલ હોવાનું સ્થળ પર ઉપસ્થિત લોકોને શંકા છે.ભૃણ બાબતે સ્થાનિકોએ પોલીસને જાણ કરી. પોલીસ સ્થળ પર પહોંચી ભૃણને પીએમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી. ભૃણ મળ્યાના સ્થળની આજુબાજુ પોલીસ દ્વારા ભૃણ કોનું અને કોણ ફેંકી ગયા અંગેની પણ તપાસ હાથ ધરાઈ. સમગ્ર મામલે વધુ તપાસ કરતાં આ વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા. મમતા મરી પરવારીએકબાજુ લોકો સંતાન થાય તેના માટે બાધા અને માનતા રાખતા હોય છે. સંતાન મેળવવા હવન અને યજ્ઞ પણ કરે છે. ત્યારે છેલ્લા કેટલાક સમયમાં રાજ્યમાં જુદા-જુદા સ્થાનો પર નવજાત ભ્રુણ મળવાના કિસ્સામાં વધારો થયો છે. કયારેક કચરાપેટીમાંથી તો ક્યારેક રેલવે પ્લેટફોર્મ પરથી તો કયારેક ગામથી દૂર પરા વિસ્તારમાં નવજાત ભ્રુણ મૃત હાલમતાં મળી આવ્યા છે. આપણામાં કહેવત છે કે માવતર કમાવતર નથી થતાં પરંતુ આજની સ્થિતિ બતાવે છે કે આધુનિકતાની દોડ તરફ જતી માતાઓ કુમાતા બનવા તરફ જઈ રહી છે. અગાઉ પણ કહેવાતા મોટા શહેરોમાં નવજાત ભ્રુણ જીવિત અથવા તો મૃત હાલતમાં મળી આવ્યા છે. આવી ઘટનાઓ રોકવા તંત્ર અને સમાજ સેવી સંસ્થાઓએ અસરકારક કામગીરી કરવી પડશે.

Rajkot: જેતપુરના જાગૃતિ નગરમાંથી મળ્યું એક તાજું જન્મેલ માનવ ભ્રૂણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટના જેતપુરમાંથી તાજું જન્મેલ માનવ ભ્રૂણ મળી આવતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ. જેતપુરના જાગૃતિ નગરના પંચવટીમાંથી માનવ ભ્રુણ મૃત હાલતમાં મળી આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી. લોકોને શંકા છે કે આ માનવ ભ્રૂણ કાચા માસે જન્મ્યુ હોવાનું લાગે છે. વૃક્ષ નીચે આ ભ્રૂણને ફેંકી માતા ફરાર થઈ ગઈ. પોલીસે ભ્રુણને પીએમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી.

માનવ ભ્રૂણ મૃત હાલતમાં મળી આવ્યું

જેતપુરમાં માનવભ્રૂણ મળી આવતા મમતા મરી પરવારી હોવાનું ફરી સાબિત થઈ રહ્યું છે. જાગૃતિ નગરના પંચવટી વિસ્તારમાં એક વૃક્ષ નીચે તાજું જન્મેલ માનવ ભ્રૂણ મૂકી માતા ફરાર થઈ ગઈ. વહેલી સવારે આ વિસ્તારમાં એક શખ્સ પસાર થતો હતો ત્યારે વૃક્ષ નીચે માનવભ્રૂણ જોયું. જાહેરમાં એક વૃક્ષ નીચે વહેલી સવારમાં કોઈ ભૃણ ફેંકી ગયું હોઈ શકે. કારણ કે દેખાવ પરથી ભૃણ કાચા માસે જન્મેલ હોવાનું સ્થળ પર ઉપસ્થિત લોકોને શંકા છે.ભૃણ બાબતે સ્થાનિકોએ પોલીસને જાણ કરી. પોલીસ સ્થળ પર પહોંચી ભૃણને પીએમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી. ભૃણ મળ્યાના સ્થળની આજુબાજુ પોલીસ દ્વારા ભૃણ કોનું અને કોણ ફેંકી ગયા અંગેની પણ તપાસ હાથ ધરાઈ. સમગ્ર મામલે વધુ તપાસ કરતાં આ વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા.

મમતા મરી પરવારી

એકબાજુ લોકો સંતાન થાય તેના માટે બાધા અને માનતા રાખતા હોય છે. સંતાન મેળવવા હવન અને યજ્ઞ પણ કરે છે. ત્યારે છેલ્લા કેટલાક સમયમાં રાજ્યમાં જુદા-જુદા સ્થાનો પર નવજાત ભ્રુણ મળવાના કિસ્સામાં વધારો થયો છે. કયારેક કચરાપેટીમાંથી તો ક્યારેક રેલવે પ્લેટફોર્મ પરથી તો કયારેક ગામથી દૂર પરા વિસ્તારમાં નવજાત ભ્રુણ મૃત હાલમતાં મળી આવ્યા છે. આપણામાં કહેવત છે કે માવતર કમાવતર નથી થતાં પરંતુ આજની સ્થિતિ બતાવે છે કે આધુનિકતાની દોડ તરફ જતી માતાઓ કુમાતા બનવા તરફ જઈ રહી છે. અગાઉ પણ કહેવાતા મોટા શહેરોમાં નવજાત ભ્રુણ જીવિત અથવા તો મૃત હાલતમાં મળી આવ્યા છે. આવી ઘટનાઓ રોકવા તંત્ર અને સમાજ સેવી સંસ્થાઓએ અસરકારક કામગીરી કરવી પડશે.