Rajkotમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ચગાવી પતંગ, કહ્યું-ગુજરાત અને દેશમાં ભાજપનો પવન

રાજકોટમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. તેવામાં પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે પોતાના પરિવાર સાથે ઉત્તરાયણનો પર્વ ઊજવતાં દેખાયા હતાં. ત્યારે તેમણે જનતાને પણ કેટલાક સંદેશાઓ આ શુભ પર્વે આપ્યાં છે. વિજય રૂપાણીએ કહ્યું કે મકરસંક્રાંતિ એક પવિત્ર તહેવાર છે. ગુજરાતમાં પતંગોત્સવ અને નવરાત્રીએ ગુજરાતની ઓળખ ઊભી કરી છે. આજે મોટાભાગનાં ગુજરાતીઓ ધાબા પર પતંગ ચગાવી રહ્યાં છે અને અમે પણ અમારા પરિવાર સાથે મકરસંક્રાંતિ ઊજવી રહ્યાં છીએ. મકરસંક્રાતિનાં પર્વ પર બોલ્યા વિજય રૂપાણી હું એવું માનું છું કે ગુજરાતીઓ ઉત્સવપ્રેમી છે અને ઉત્સવ જ જીવનમાં નવો આનંદ અને ઉત્સાહ પ્રેરે છે, તેથી આજનાં મકરસંક્રાંતિનાં પર્વે લોકો ખુબ આનંદથી ગરબા રમશે, DJ વગાડશે, બોર અને શેરડી ખાશે અને સાંજ સુધી સૂર્યનું સ્નાન કરીને લોકો પતંગ ચગાવીને લોકો ઉત્સવ માણી રહ્યાં છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયએ કહ્યું હતું કે, ગુજરાત અને દેશમાં ભાજપનો પવન છે. સામા પક્ષે કોઈ પવન કે પતંગ નથી. ગુજરાતમાં ભાજપનો પવન છે. ભાજપનો પતંગ જ ઉડી રહ્યો છે.પતંગ -પવન અને દોરી બધું ભાજપનાં હાથમાં જ છે: વિજય રૂપાણી પતંગ ઊડાવાની મજા હોય છે કાપવાની મજા હોય છે, પતંગ લૂંટવાની મજા હોય છે, ખેંચીને કાપવાની હોય છે અને લંગર લગાવવાની પણ મજા હોય છે. મને પણ પતંગ ચગાવવાની પેચ લડાવવાની મજા હોય છે. સ્વાભાવિક છે કે પતંગ મહત્વની છે. પતંગ એટલે નેતા. ભાજપનાં નેતા નરેન્દ્ર મોદી જેવા સક્ષમ નેતૃત્વને કોઈ કાપી શકે તેમ નથી. દોરી અને ફિરકી એટલે કે સંગઠન આજે દુનિયાની સૌથી મોટી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી બની છે. ભાજપનું સંગઠન માત્ર બુથ નહીં પરંતુ સીઆર પાટીલની જે મહેનત કરી તેનો અર્થ જ એ છે કે આ સંગઠનને પણ કોઈ માત આપી શકે એમ નથી. એટલે પવન- પતંગ-દોરી બધું જ અમારા હાથમાં છે. અને અમારૂં પતંગ ઊંચે ઊંચે ઊડી રહ્યું છે.

Rajkotમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ચગાવી પતંગ, કહ્યું-ગુજરાત અને દેશમાં ભાજપનો પવન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. તેવામાં પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે પોતાના પરિવાર સાથે ઉત્તરાયણનો પર્વ ઊજવતાં દેખાયા હતાં. ત્યારે તેમણે જનતાને પણ કેટલાક સંદેશાઓ આ શુભ પર્વે આપ્યાં છે. વિજય રૂપાણીએ કહ્યું કે મકરસંક્રાંતિ એક પવિત્ર તહેવાર છે. ગુજરાતમાં પતંગોત્સવ અને નવરાત્રીએ ગુજરાતની ઓળખ ઊભી કરી છે. આજે મોટાભાગનાં ગુજરાતીઓ ધાબા પર પતંગ ચગાવી રહ્યાં છે અને અમે પણ અમારા પરિવાર સાથે મકરસંક્રાંતિ ઊજવી રહ્યાં છીએ. 

મકરસંક્રાતિનાં પર્વ પર બોલ્યા વિજય રૂપાણી

હું એવું માનું છું કે ગુજરાતીઓ ઉત્સવપ્રેમી છે અને ઉત્સવ જ જીવનમાં નવો આનંદ અને ઉત્સાહ પ્રેરે છે, તેથી આજનાં મકરસંક્રાંતિનાં પર્વે લોકો ખુબ આનંદથી ગરબા રમશે, DJ વગાડશે, બોર અને શેરડી ખાશે અને સાંજ સુધી સૂર્યનું સ્નાન કરીને લોકો પતંગ ચગાવીને લોકો ઉત્સવ માણી રહ્યાં છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયએ કહ્યું હતું કે, ગુજરાત અને દેશમાં ભાજપનો પવન છે. સામા પક્ષે કોઈ પવન કે પતંગ નથી. ગુજરાતમાં ભાજપનો પવન છે. ભાજપનો પતંગ જ ઉડી રહ્યો છે.

પતંગ -પવન અને દોરી બધું ભાજપનાં હાથમાં જ છે: વિજય રૂપાણી

પતંગ ઊડાવાની મજા હોય છે કાપવાની મજા હોય છે, પતંગ લૂંટવાની મજા હોય છે, ખેંચીને કાપવાની હોય છે અને લંગર લગાવવાની પણ મજા હોય છે. મને પણ પતંગ ચગાવવાની પેચ લડાવવાની મજા હોય છે. સ્વાભાવિક છે કે પતંગ મહત્વની છે. પતંગ એટલે નેતા. ભાજપનાં નેતા નરેન્દ્ર મોદી જેવા સક્ષમ નેતૃત્વને કોઈ કાપી શકે તેમ નથી. દોરી અને ફિરકી એટલે કે સંગઠન આજે દુનિયાની સૌથી મોટી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી બની છે. ભાજપનું સંગઠન માત્ર બુથ નહીં પરંતુ સીઆર પાટીલની જે મહેનત કરી તેનો અર્થ જ એ છે કે આ સંગઠનને પણ કોઈ માત આપી શકે એમ નથી. એટલે પવન- પતંગ-દોરી બધું જ અમારા હાથમાં છે. અને અમારૂં પતંગ ઊંચે ઊંચે ઊડી રહ્યું છે.