ધંધુકા હાઇવે પર આવેલા ઓનેસ્ટ હોટલની ઘટના : બસમાંથી બે શંકાસ્પદ વ્યક્તિઓ રૂ.42 લાખના દાગીના ચોરી ગયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ahmedabad : વલસાડમાં રહેતી મહિલા બે દિવસ પહેલા સાંજના સમયે ખાનગી ટ્રાવેલ્સની બસમાં સાવરકુંડલાથી વલસાડ જઇ રહ્યા હતા. ત્યારે ધંધુકા હાઇવે પર આવેલી ઓનેસ્ટ હોટલ પરથી બસના હોલ્ટ દરમિયાન બે અજાણ્યા વ્યક્તિઓ મહિલા પેસેન્જરની બેગમાંથી રૂપિયા 42.35 લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી ગયા હતા. આ અંગે ધંધુકા પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે.
મહિલા પેસેન્જર પુત્ર સાથે સાવરકુંડલાથી વલસાડ જઇ રહ્યા હતા : ચોક્કસ જાણભેદુ વ્યક્તિની સંડોવણી શક્યતા
What's Your Reaction?






