Amreli: અમરેલી જિલ્લાના સાંસદ અને ધારાસભ્યએ ઉત્તરાયણ પર્વની ધામધૂમથી કરી ઉજવણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સમગ્ર દેશમાં ઉત્તરાયણનું પર્વ ધામધૂમથી અને કેટલાક ચોક્કસ હેતુઓ થી ઉજવાય રહ્યું છે ત્યારે અમરેલી જિલ્લાના સાંસદ અને ધારાસભ્ય એ પણ પતંગોત્સવની ઉજવણી કરીને અનોખો સંદેશ આપ્યો હતો.
અમરેલી જિલ્લામાં ઉત્તરાયણનું પર્વ ધામધૂમથી ઉજવાય રહ્યું છે, દરેક વ્યક્તિ પોતાનો પતંગ ચકે અને ન કપાય તે માટેના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાએ પણ કાની બાંધી પોતાના પતંગને ચકાવવાની શરૂઆત કરી આ પતંગોત્સવ પ્રસંગે મહેશ કસવાળાએ એક દેશ એક ચૂંટણીના સ્લોગન સાથેના પતંગો ચકાવ્યા હતા અને શહેરમાં વિતરણ પણ કર્યું હતું ત્યારે ભાજપાના કાર્યકર્તાઓ સાથે અને આ એક અનોખા સંદેશ સાથે પતંગોત્સવ મનાવ્યો હતો.
અમરેલી સાંસદ ભરત સુતરીયા એ પણ સાવરકુંડલા ખાતે જ આવીને પવિત્ર પતંગોત્સવ મનાવ્યો ભાજપનો પતંગ ખૂબ જ સારી રીતે ચગી રહ્યો છે તેવી જ રીતે અમરેલી જિલ્લામાં વિકાસના કામો પણ ખૂબ જ તેજ ગતિથી થઈ રહ્યા છે અને થશે તેમ જ સુતરીયા એ પણ એક દેશ એક ચૂંટણીનો સંદેશો પાઠવ્યો હતો.
અમરેલી જિલ્લામાં વિકાસના આકાશમાં ભાજપનું પતંગ ચગી રહ્યો છે. વિકાસની વિચારધારાને વરેલા આ પક્ષ ના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ એ આજે પતંગ ચકાવી રહ્યા છે ત્યારે ભાઈચારા નો આ સંદેશ આપી રહેલા નેતાઓ દેશમાં રાજ્યમાં અને જિલ્લામાં ભાઈચારાનું વાતાવરણ કેટલું પોઝિટિવ કરાવી શકે છે તે આવનારો સમય બતાવશે.
What's Your Reaction?






