Makar Sankranti 2025: ઉત્તરાયણના દિવસે રાજ્યભરમાં 855 ઇમરજન્સીના કેસ નોંધાયા
ઉત્તરાયણ પર્વમાં પડવા, વાગવા, ઈજાગ્રસ્ત થવા જેવા ઈમરજન્સી કેસમાં દર વર્ષે વધારો નોંધાતો હોય છે. પાછલા વર્ષની ઉત્તરાયણની સરખામણીએ આ વર્ષે 30 ટકા ઈમરજન્સી કેસમાં વધારો થવાની સંભાવનાને ધ્યાને રાખીને 108 ઈમરજન્સી સેવા દ્વારા આગોતરુ આયોજન કર્યું છે. ઉત્તરાયણના દિવસે ઇમરજન્સી કેસમાં વધારો થયો છે. રાજ્યભરમાં 855 ઇમરજન્સીના કેસ નોંધાયા છે. 9 વાગ્યા સુધીમાં 855 ઇમરજન્સીના કેસમાં અકસ્માત, દોરીથી ઘાયલના બનાવો વધ્યા છે. મારામારી અને ડિલિવરીના કેસ નોંધાયા છે. સામાન્ય રીતે, પતંગની દોરીથી ઈજા થવાના કેસ ખૂબ વધી જતા હોય છે. દોરીથી ગળા કપાવવા કે અન્ય પ્રકારે ઈજા થવાના કેસ, અકસ્માત થવાની શકયતાઓને ધ્યાને લઈને 108 ઈમરજન્સી સેવા કાર્યરત કરવામાં આવી છે.સૌથી વધુ કોલ અમદાવાદ, સુરત, રાજકોટ જેવા જિલ્લાઓમાથી કોલ્સ વધુ આવતા હોવાનું EMRI એ જણાવ્યું હતુ. આ વર્ષે 33 જિલ્લામાંથી 8 થી 9 જિલ્લાઓમાં ઈમરજન્સીના 20 ટકાથી વધુ કોલ્સ આવવાનો અંદાજ સેવવામાં આવ્યો છે. ધાબા ઉપરથી પડી જવાના, મારામારીના કેસ, ઇલેક્ટ્રિક તાર સાથેના અકસ્માતને લઇ ઈમરજન્સી મદદ માંગવામાં આવે છે. રાજ્યભરમાં EMRI ના 800 થી વધુ 108 એમ્બયુલન્સ કાર્યરત છે. ઉત્તરાયણના દિવસે EMRI ને 4 હજાર કોલ આવવાનો અંદાજ છે. ઉત્તરાયણના દિવસે સામાન્ય રીતે વાહન અકસ્માત થવાની શક્યતાઓ વધુ હોય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ઉત્તરાયણ પર્વમાં પડવા, વાગવા, ઈજાગ્રસ્ત થવા જેવા ઈમરજન્સી કેસમાં દર વર્ષે વધારો નોંધાતો હોય છે. પાછલા વર્ષની ઉત્તરાયણની સરખામણીએ આ વર્ષે 30 ટકા ઈમરજન્સી કેસમાં વધારો થવાની સંભાવનાને ધ્યાને રાખીને 108 ઈમરજન્સી સેવા દ્વારા આગોતરુ આયોજન કર્યું છે.
ઉત્તરાયણના દિવસે ઇમરજન્સી કેસમાં વધારો થયો છે. રાજ્યભરમાં 855 ઇમરજન્સીના કેસ નોંધાયા છે. 9 વાગ્યા સુધીમાં 855 ઇમરજન્સીના કેસમાં અકસ્માત, દોરીથી ઘાયલના બનાવો વધ્યા છે. મારામારી અને ડિલિવરીના કેસ નોંધાયા છે. સામાન્ય રીતે, પતંગની દોરીથી ઈજા થવાના કેસ ખૂબ વધી જતા હોય છે. દોરીથી ગળા કપાવવા કે અન્ય પ્રકારે ઈજા થવાના કેસ, અકસ્માત થવાની શકયતાઓને ધ્યાને લઈને 108 ઈમરજન્સી સેવા કાર્યરત કરવામાં આવી છે.
સૌથી વધુ કોલ અમદાવાદ, સુરત, રાજકોટ જેવા જિલ્લાઓમાથી કોલ્સ વધુ આવતા હોવાનું EMRI એ જણાવ્યું હતુ. આ વર્ષે 33 જિલ્લામાંથી 8 થી 9 જિલ્લાઓમાં ઈમરજન્સીના 20 ટકાથી વધુ કોલ્સ આવવાનો અંદાજ સેવવામાં આવ્યો છે. ધાબા ઉપરથી પડી જવાના, મારામારીના કેસ, ઇલેક્ટ્રિક તાર સાથેના અકસ્માતને લઇ ઈમરજન્સી મદદ માંગવામાં આવે છે. રાજ્યભરમાં EMRI ના 800 થી વધુ 108 એમ્બયુલન્સ કાર્યરત છે. ઉત્તરાયણના દિવસે EMRI ને 4 હજાર કોલ આવવાનો અંદાજ છે. ઉત્તરાયણના દિવસે સામાન્ય રીતે વાહન અકસ્માત થવાની શક્યતાઓ વધુ હોય છે.