Palika Election 2024: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ભાજપની બેઠક, ઉમેદવારો મુદ્દે મંથન
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઇ આજે ભાજપની બેઠક મળશે. નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ તેજ કરી છે. સતત બીજા દિવસે મળનારી બેઠકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારોના નામ પર મંથન થશે. ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ નજીક આવવા છતાં પક્ષ તરફથી કોઈ જાહેરાત કરવામાં ના આવતા દાવેદારો મૂંઝવણમાં મૂકાયા છે. ચૂંટણીને લઈને કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો. સતત બીજા દિવસે ભાજપની બેઠક, ઉમેદવારો મુદ્દે મંથનસ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઇ ભાજપે તૈયારીઓનો ધમધમાટ શરૂ કર્યો છે. સતત બીજા દિવસે પ્રદેશ ભાજપની બેઠક યોજાશે. બેઠકમાં ચૂંટણીના ઉમેદવારોના નામ પર મંથન થશે. આજની બેઠક બાદ સંભવત જૂનાગઢના ઉમેદવારોના નામ આજે જાહેર થઇ શકે છે. આજની બેઠકમાં 66 પાલિકાઓના ઉમેદવારો અને તાલુકા પંચાયતોના ઉમેદવારોના નામ પર મહોર મારવામાં આવી શકે. જો 2જી ફેબ્રુઆરી ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ નજીક આવી છે છતાં હજુ સુધી નામ જાહેર ના થતાં દાવેદારો મુંઝવણમાં મુકાયા.સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જામનગર અને બોટાદમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ચૂંટણીને લઈને કાર્યકરોમાં ગજબનો ઉત્સાહ છે. કાર્યકરોએ ટિકિટ ન મળે તો પણ પાર્ટી પ્રત્યે વફાદાર રહી સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ભાજપને પૂર્ણ બહુમતી અપાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવા તડામાર તૈયારીરાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હવે રાજકીય માહોલ ગરમાયો છે. તમામ પક્ષો સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવવા લાગ્યા છે. કોંગ્રેસ નેતા મુકુલ વાસનિક હાલમાં જ ગુજરાતની મુલાકાતે હતા. મુકુલ વાસનિક સ્થાનિકો નેતાઓને મહત્વ આપ્યું હતું. તેમણે કહ્યું કે આ ચૂંટણી સ્થાનિક નેતાઓની લડત છે અને તેમનો જંગ છે. આથી જ તમામ સ્થાનિક ઉમેદવારોએ પોતાનું શ્રેષ્ઠતમ આપવાનું રહેશે. તો બીજી બાજુ આપ પક્ષ કોંગ્રેસ સાથે ગઠબંધન કરે તેવા સંકેતો પણ મળી રહ્યા છે. દરમ્યાન ભાજપે પણ તમામ સંભાવનાને ધ્યાને રાખીને બેઠકનો દોર શરૂ કર્યો છે. ગઈકાલે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને બેઠક યોજાઈ હતી. જ્યારે આજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળનારી બેઠકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કયા ઉમેદવારોને મેદાનમાં ઉતારવા તેને લઈને ચર્ચા થશે.સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં એક મનપા, 66 નગરપાલિકાઓની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. 3 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી જાહેર કરવામાં આવી છે. પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકો પર ચૂંટણી થશે.સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે 1 ફેબ્રુઆરીએ ઉમેદવારી ફોર્મ ભરી શકાશે 3 ફેબ્રુઆરીએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે 4 ફેબ્રુઆરીએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે કુલ 2178 બેઠકો માટે યોજાશે ચૂંટણી 4390 મતદાન મથકો પર ચૂંટણીઓ યોજાશે 1032 સંવેદનશીલ મથકો 244 અતિ સંવેદનશીલ મતદાન મથકો 25,858 પોલિંગ સ્ટાફ કામગીરીમાં જોડાશે 10,222 પોલીસ સ્ટાફ કામગીરીમાં જોડાશે કુલ 38,86,285 કુલ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે 19,84,730 પુરુષ, 19,01,410 મહિલા મતદારો. 145 અન્ય મતદારો નોંધાયેલા છે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઇ આજે ભાજપની બેઠક મળશે. નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ તેજ કરી છે. સતત બીજા દિવસે મળનારી બેઠકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારોના નામ પર મંથન થશે. ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ નજીક આવવા છતાં પક્ષ તરફથી કોઈ જાહેરાત કરવામાં ના આવતા દાવેદારો મૂંઝવણમાં મૂકાયા છે. ચૂંટણીને લઈને કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો.
સતત બીજા દિવસે ભાજપની બેઠક, ઉમેદવારો મુદ્દે મંથન
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઇ ભાજપે તૈયારીઓનો ધમધમાટ શરૂ કર્યો છે. સતત બીજા દિવસે પ્રદેશ ભાજપની બેઠક યોજાશે. બેઠકમાં ચૂંટણીના ઉમેદવારોના નામ પર મંથન થશે. આજની બેઠક બાદ સંભવત જૂનાગઢના ઉમેદવારોના નામ આજે જાહેર થઇ શકે છે. આજની બેઠકમાં 66 પાલિકાઓના ઉમેદવારો અને તાલુકા પંચાયતોના ઉમેદવારોના નામ પર મહોર મારવામાં આવી શકે. જો 2જી ફેબ્રુઆરી ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ નજીક આવી છે છતાં હજુ સુધી નામ જાહેર ના થતાં દાવેદારો મુંઝવણમાં મુકાયા.સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જામનગર અને બોટાદમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ચૂંટણીને લઈને કાર્યકરોમાં ગજબનો ઉત્સાહ છે. કાર્યકરોએ ટિકિટ ન મળે તો પણ પાર્ટી પ્રત્યે વફાદાર રહી સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ભાજપને પૂર્ણ બહુમતી અપાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવા તડામાર તૈયારી
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હવે રાજકીય માહોલ ગરમાયો છે. તમામ પક્ષો સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવવા લાગ્યા છે. કોંગ્રેસ નેતા મુકુલ વાસનિક હાલમાં જ ગુજરાતની મુલાકાતે હતા. મુકુલ વાસનિક સ્થાનિકો નેતાઓને મહત્વ આપ્યું હતું. તેમણે કહ્યું કે આ ચૂંટણી સ્થાનિક નેતાઓની લડત છે અને તેમનો જંગ છે. આથી જ તમામ સ્થાનિક ઉમેદવારોએ પોતાનું શ્રેષ્ઠતમ આપવાનું રહેશે. તો બીજી બાજુ આપ પક્ષ કોંગ્રેસ સાથે ગઠબંધન કરે તેવા સંકેતો પણ મળી રહ્યા છે. દરમ્યાન ભાજપે પણ તમામ સંભાવનાને ધ્યાને રાખીને બેઠકનો દોર શરૂ કર્યો છે. ગઈકાલે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને બેઠક યોજાઈ હતી. જ્યારે આજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળનારી બેઠકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કયા ઉમેદવારોને મેદાનમાં ઉતારવા તેને લઈને ચર્ચા થશે.
સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં એક મનપા, 66 નગરપાલિકાઓની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. 3 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી જાહેર કરવામાં આવી છે. પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકો પર ચૂંટણી થશે.
- સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે
- 1 ફેબ્રુઆરીએ ઉમેદવારી ફોર્મ ભરી શકાશે
- 3 ફેબ્રુઆરીએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે
- 4 ફેબ્રુઆરીએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે
- કુલ 2178 બેઠકો માટે યોજાશે ચૂંટણી
- 4390 મતદાન મથકો પર ચૂંટણીઓ યોજાશે
- 1032 સંવેદનશીલ મથકો
- 244 અતિ સંવેદનશીલ મતદાન મથકો
- 25,858 પોલિંગ સ્ટાફ કામગીરીમાં જોડાશે
- 10,222 પોલીસ સ્ટાફ કામગીરીમાં જોડાશે
- કુલ 38,86,285 કુલ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે
- 19,84,730 પુરુષ, 19,01,410 મહિલા મતદારો.
- 145 અન્ય મતદારો નોંધાયેલા છે