Jamnagar: હાલાર પંથકમાં વિજ ચેકીંગ, 1 કરોડ 22 લાખની વિજ ચોરી ઝડપાઇ
જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત સોમવારથી વિજ તંત્ર દ્વારા પુનઃવિજ ચેકિંગની કામગીરી શરૂ કર્યા બાદ ગઈકાલે સતત ત્રીજા દિવસે પણ અવિરત ચાલું રાખવામાં આવી હતી, અને જામનગર શહેર અને તાલુકા તેમજ લાલપુરના ગ્રામ્ય વિસ્તારમાં ચેકિંગ હાથ ધરી વધુ 1,22,40,000 ની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે.જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઇવ દ્વારા ગઈકાલે બુધવારે જામનગર શહેરના સનસીટી, મહાપ્રભુજીની બેઠક, કાલાવડ નાકા બહારની સોસાયટી, બેડી રિંગ રોડ સોસાયટી સહિતના વિસ્તારોમાં વિજ ચેકિંગ કરાયું હતું. જ્યારે જામનગર તાલુકાના મોટી ખાવડી, નાની ખાવડી, શાપર, મોટા લખિયા, વસઈ, બેડ, અને નાઘેડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ચેકિંગ કરાયું હતું. લાલપુરના હરીપર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વિજ ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. ગઈકાલે કુલ 43 જેટલી વિજચેકિંગ ટુકડીને મેદાનમાં ઉતારવામાં આવી હતી, જેની મદદ માટે એસઆરપીના 12 જવાનો, 20 પોલીસ કર્મચારી તથા ત્રણ વિડિયોગ્રાફરને જોડવામાં આવ્યા હતા. ગઈકાલે કુલ 580 વીજ જોડાણ તપાસવામાં આવ્યા હતા. જેમાંથી 90 વીજ જોડાણમાં ગેરરીતિ જોવા મળતાં આવા આસામીઓને કુલ રૂ.1,22,40,000ના વીજ ચોરીના પુરવણી બિલ આપવામાં આવ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત સોમવારથી વિજ તંત્ર દ્વારા પુનઃવિજ ચેકિંગની કામગીરી શરૂ કર્યા બાદ ગઈકાલે સતત ત્રીજા દિવસે પણ અવિરત ચાલું રાખવામાં આવી હતી, અને જામનગર શહેર અને તાલુકા તેમજ લાલપુરના ગ્રામ્ય વિસ્તારમાં ચેકિંગ હાથ ધરી વધુ 1,22,40,000 ની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે.
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઇવ દ્વારા ગઈકાલે બુધવારે જામનગર શહેરના સનસીટી, મહાપ્રભુજીની બેઠક, કાલાવડ નાકા બહારની સોસાયટી, બેડી રિંગ રોડ સોસાયટી સહિતના વિસ્તારોમાં વિજ ચેકિંગ કરાયું હતું. જ્યારે જામનગર તાલુકાના મોટી ખાવડી, નાની ખાવડી, શાપર, મોટા લખિયા, વસઈ, બેડ, અને નાઘેડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ચેકિંગ કરાયું હતું.
લાલપુરના હરીપર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વિજ ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. ગઈકાલે કુલ 43 જેટલી વિજચેકિંગ ટુકડીને મેદાનમાં ઉતારવામાં આવી હતી, જેની મદદ માટે એસઆરપીના 12 જવાનો, 20 પોલીસ કર્મચારી તથા ત્રણ વિડિયોગ્રાફરને જોડવામાં આવ્યા હતા. ગઈકાલે કુલ 580 વીજ જોડાણ તપાસવામાં આવ્યા હતા. જેમાંથી 90 વીજ જોડાણમાં ગેરરીતિ જોવા મળતાં આવા આસામીઓને કુલ રૂ.1,22,40,000ના વીજ ચોરીના પુરવણી બિલ આપવામાં આવ્યા હતા.