Indulal Yagnikની 133મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ ચેતન પંડ્યાએ આજે ભાવસભર પુષ્પાંજલિ અર્પી હતી.આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના ઉચ્ચ અધિકારીશ્રીઓ- કર્મચારીશ્રીઓ તેમજ ડાંગ જિલ્લાની ગોટીયામાળની પ્રાથમિક શાળા વિદ્યાર્થીઓએ પણ ‘ઇન્દુચાચા’ને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
નર્મદ સુવર્ણચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે,‘ઇન્દુચાચા’એ મહાગુજરાત આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી આઝાદીની ચળવળમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું.ઈન્દુલાલ યાજ્ઞિક સાદગીને વરેલા નિઃસ્પૃહ, લોકપ્રિય, સંઘર્ષશીલ અને સક્રિય નેતા હોવાની સાથે પત્રકાર અને સાહિત્યકાર પણ હતા. ઇન્દુચાચાએ સાહિત્યમાં આપેલા યોગદાનના પરિણામે તેમને નર્મદ સુવર્ણચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
What's Your Reaction?






