Bavla પાલિકા ચૂંટણીમાં મતદારોને રીઝવવા ઉમેદવારો તમામ વોર્ડ ખૂંદી વળ્યા

Feb 14, 2025 - 00:30
Bavla પાલિકા ચૂંટણીમાં મતદારોને રીઝવવા ઉમેદવારો તમામ વોર્ડ ખૂંદી વળ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ જિલ્લાના બાવળા શહેરમાં તાજેતરની પાલિકાની ચૂંટણીમાં 28 નગર સેવકોની ચૂંટણી યોજવામાં આવેલ છે. તેમજ સાત વોર્ડ છે.

હાલની પરિસ્થિતિ દરમ્યાન ભાજપના 28 ઉમેદવારોમાંથી 1 ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા 27 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જેમાંથી પક્ષ દ્વારા 9 ચહેરાને રીપિટ કરવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસ પક્ષના 28 ઉમેદવારો પણ મેદાને છે કેટલાક અપક્ષ ઉમેદવારો દ્વારા યોગ્ય ઉમેદવાર કે પક્ષને ટેકો આપી દેવાયો છે. તેવામાં દરેક પક્ષ, અપક્ષના ઉમેદવારો પણ પોત-પોતાની જીતના દાવા વ્યક્ત કરે છે. પરંતુ જનતા સર્વોપરી છે. ભાજપ દ્વારા સંમેલનો યોજવામાં આવી રહ્યા છે. જ્યારે કોંગ્રેસ દ્વારા સત્તા મેળવવા માટે પૂરજોશમાં ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

આ ઉપરાંત શહેરમાં પ્રજાના પ્રશ્નો અને માળખાગત સુવિધાના અભાવે પ્રજાજનોમાં નારાજગી જોવા મળી રહી છે. શહેરમાં પ્રાથમિક જરૂરિયાતો રોડ, ગટર, પાણી, સ્વચ્છતા અને ખાસ કરીને પાણી નિકાલની વર્ષો જૂની સમસ્યાઓનો નિકાલ કોણ કરશે. તેવી મૂંઝવણ સાથ નગરપાલીકાની બાવળાની ચુંટણીની ચર્ચા દરેક સોસાયટી, ફ્ળીયા મહોલ્લામાં થઈ રહી છે. દરેક પક્ષોના જે તે વોર્ડમાં ખાટલા બેઠકોરૂપી પ્રચારનો માહોલ શરૂ થઈ ગયો છે ચૂંટણી ઉમેદવારો દ્વારા લોકોને રીઝવવાના દરેક પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે? ત્યારે શહેરના મતદારો કોના પર વિશ્વાસ કરશે અને કોને જાકારો આપશે? તે તા. 16મી ફેબ્રુઆરીએ મતદાન દરમિયાન જોવાનું રહ્યું છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0