Ahmedabad Rathyatra 2024 : CM ભૂપેન્દ્રભાઈ પટેલે જગન્નાથ મંદિરમાં કરી પહિંદવિધિ

રાજયના મુખ્યપ્રધાન દ્રારા જ કરાય છે પહિંદવિધિ જગન્નાથજી રથયાત્રામાં પહિંદવિધિનું અનોખું મહાત્મય છે નાથની નગરયાત્રા પહેલા પહિંદવિધિ કરવામાં આવે છે આજે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા યોજાવા જઈ રહી છે, જેને લઈને તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે. જમાલપુરના જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથજીને વહાલથી વધાવવા ભક્તો આતુર બન્યા છે. વહેલી સવારથી ભગવાનનાં દર્શને ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું છે.આ રથયાત્રામાં પહિંદ વિધિનું વિશેષ મહાત્યમ રહેલુ છે. રાજ્યના મુખ્યપ્રધાન દ્વારા પહિંદ વિધિ કરવામાં આવી. શું છે પહિંદ વિધિ ? જગન્નાથજી રથયાત્રામાં પહિંદ વિધિનું અનોખું મહાત્મય છે. જેમાં નાથની નગરયાત્રા પહેલા પહિંદ વિધિ કરવામાં આવે છે. જેમાં રાજ્યનો રાજા એટલે કે મુખ્યમંત્રી જગન્નાથજીનો પ્રથમ સેવક હોવાથી તેમના દ્વારા સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરવામાં આવે છે. ગુજરાતમાં આ વિધિને પહિંદ વિધિ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ઓડિશાના જગન્નાથ પુરીમાં તેને છેરા પહેરા તરીકે ઓળખવામાં આવે છે. 1990થી પહિંદ વિધિની શરૂઆત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા જગતના નાથ નગરયાત્રાએ નીકળે ત્યારે રસ્તો સાફ કરવામાં આવે છે. તથા રાજ્યના પ્રથમ નાગરિક દ્વારા જ ભગવાનના રથનું દોરડું ખેંચીને રથને પ્રસ્થાન કરાવવામાં આવે છે. ગુજરાતમાં 1990થી પહિંદ વિધિની શરૂઆત કરાઈ હતી. ભગવાન શ્રીકૃષ્ણ કેમ જગન્નાથ કહેવાયા? કહેવાય છે કે સતયુગમાં ઈન્દ્રદ્યુમન નામનો ચક્રવર્તી રાજા ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. તે ભગવાન વિષ્ણુનું તપ કરવા માટે નિલાંચલ પર્વત પર જાય છે, પરંતુ ભગવાન વિષ્ણુની મૂર્તિ ત્યાંથી સ્વર્ગમાં લઈ જવાઈ હતી. આ વાતથી રાજા ખૂબ નિરાશ થાય છે અને તે સમયે સ્વર્ગમાંથી આકાશવાણી થાય છે કે ભગવાન પથ્થર અથવા કાષ્ઠ સ્વરૂપે ફરી પાછા આવશે અને તેમનું નામ જગન્નાથ રહેશે. આ રીતે ભગવાન તેમના ભક્તોને ખુશ કરવા માટે કાષ્ઠની મૂર્તિના સ્વરૂપમાં અવતરિત થાય છે. માન્યતા છે કે રથ ખેંચવા માટે ઉપયોગમાં લેવાતા દોરડા અથવા રથના સ્પર્શ માત્રથી પવિત્ર કર્મોનું ફળ મળે છે. અષાઢી બીજના દિવસે વિષ્ણુસહસ્રનો પાઠ કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.

Ahmedabad Rathyatra 2024 : CM ભૂપેન્દ્રભાઈ પટેલે જગન્નાથ મંદિરમાં કરી પહિંદવિધિ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજયના મુખ્યપ્રધાન દ્રારા જ કરાય છે પહિંદવિધિ
  • જગન્નાથજી રથયાત્રામાં પહિંદવિધિનું અનોખું મહાત્મય છે
  • નાથની નગરયાત્રા પહેલા પહિંદવિધિ કરવામાં આવે છે

આજે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા યોજાવા જઈ રહી છે, જેને લઈને તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે. જમાલપુરના જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથજીને વહાલથી વધાવવા ભક્તો આતુર બન્યા છે. વહેલી સવારથી ભગવાનનાં દર્શને ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું છે.આ રથયાત્રામાં પહિંદ વિધિનું વિશેષ મહાત્યમ રહેલુ છે. રાજ્યના મુખ્યપ્રધાન દ્વારા પહિંદ વિધિ કરવામાં આવી.

શું છે પહિંદ વિધિ ?

જગન્નાથજી રથયાત્રામાં પહિંદ વિધિનું અનોખું મહાત્મય છે. જેમાં નાથની નગરયાત્રા પહેલા પહિંદ વિધિ કરવામાં આવે છે. જેમાં રાજ્યનો રાજા એટલે કે મુખ્યમંત્રી જગન્નાથજીનો પ્રથમ સેવક હોવાથી તેમના દ્વારા સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરવામાં આવે છે. ગુજરાતમાં આ વિધિને પહિંદ વિધિ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ઓડિશાના જગન્નાથ પુરીમાં તેને છેરા પહેરા તરીકે ઓળખવામાં આવે છે.


1990થી પહિંદ વિધિની શરૂઆત

રાજ્યના મુખ્યમંત્રી દ્વારા જગતના નાથ નગરયાત્રાએ નીકળે ત્યારે રસ્તો સાફ કરવામાં આવે છે. તથા રાજ્યના પ્રથમ નાગરિક દ્વારા જ ભગવાનના રથનું દોરડું ખેંચીને રથને પ્રસ્થાન કરાવવામાં આવે છે. ગુજરાતમાં 1990થી પહિંદ વિધિની શરૂઆત કરાઈ હતી.

ભગવાન શ્રીકૃષ્ણ કેમ જગન્નાથ કહેવાયા?

કહેવાય છે કે સતયુગમાં ઈન્દ્રદ્યુમન નામનો ચક્રવર્તી રાજા ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. તે ભગવાન વિષ્ણુનું તપ કરવા માટે નિલાંચલ પર્વત પર જાય છે, પરંતુ ભગવાન વિષ્ણુની મૂર્તિ ત્યાંથી સ્વર્ગમાં લઈ જવાઈ હતી. આ વાતથી રાજા ખૂબ નિરાશ થાય છે અને તે સમયે સ્વર્ગમાંથી આકાશવાણી થાય છે કે ભગવાન પથ્થર અથવા કાષ્ઠ સ્વરૂપે ફરી પાછા આવશે અને તેમનું નામ જગન્નાથ રહેશે. આ રીતે ભગવાન તેમના ભક્તોને ખુશ કરવા માટે કાષ્ઠની મૂર્તિના સ્વરૂપમાં અવતરિત થાય છે. માન્યતા છે કે રથ ખેંચવા માટે ઉપયોગમાં લેવાતા દોરડા અથવા રથના સ્પર્શ માત્રથી પવિત્ર કર્મોનું ફળ મળે છે. અષાઢી બીજના દિવસે વિષ્ણુસહસ્રનો પાઠ કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.