Surat Civil Hospitalમા વોર્ડની બહાર રખડતા શ્વાન નજરે પડતા દર્દીના સગાઓ હેરાન

સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં હોસ્પિટલના વોર્ડ બહાર શ્વાન નજરે પડયા શ્વાનથી દર્દીના સગા-સંબંધી પરેશાન સુરતની સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે,પહેલા પણ અનેક વખત રખડતા શ્વાન નજરે પડયા છે,ત્યારે ફરી વખત શ્વાન હોસ્પિટલમાં અંદર આવી ગયા અને વોર્ડની બહાર આંટાફેરા મારી રહ્યાં હોય તેવો વીડિયો વાયરલ થયો છે.સિક્યુરિટી હોવા છતાં શ્વાનના બિન્દાસ આંટાફેરા મારી રહ્યાં છે,વોર્ડની બહાર દર્દીઓના સગા બેઠા હોય તેઓમાં ગભરાહટ જોવા મળ્યો છે. સિવિલ હોસ્પિટલમાં શ્વાન રાજ સુરતની સિવિલ હોસ્પિટલમાં રોજના હજારો લોકો સારવાર લેવા માટે આવતા હોય છે.તેમજ સિવિલ વોર્ડમાં અલગ-અલગ વોર્ડ પ્રમાણે દર્દીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે,ત્યારે આ હોસ્પિટલમાં શ્વાનના આંટાફેરાથી દર્દીઓ તેમજ તેમના સગામાં ગભરાહટ ફેલાઈ ગયો છે,દર્દીઓના સગાને જો કોઈ શ્વાન કરડશે તો તેના માટે કોણ જવાબદાર રહેશે તે સવાલ સતત મગજમાં ફરી રહ્યો છે,સાથે સાથે શ્વાન ઘણીવાર વોર્ડમાં પણ અંદર ઘુસી ગયા છે તેવી ઘટનાઓ સામે આવી છે. શું ? સિક્યુરિટી માત્ર શોભાના ગાંઠિયા છે સિવિલમાં આટલી બધી સિક્યુરિટી હોવા છતાં કેમ અનેક વાર શ્વાન ઘૂસી જાય છે તે પણ એક સવાલ છે,સાથે સાથે સિકયુરિટી આ શ્વાનને જોવે છે તેમ છત્તા તેમને ભગાડતા નથી,કોઈ દર્દી અથવા તેમના સગાને શ્વાન કરડી જાય તેની રાહ જોવાઈ રહી છે ?સિવિલના સત્તાધીશો આ સિકયુરિટી સામે પગલા ભરે તે જરૂરી બન્યું છે. સરકારી હોસ્પિટલમાં અનેકવાર ઘૂસે છે શ્વાન રાજયમાં આવેલી સરકારી હોસ્પિટલમાં અનેકવાર શ્વાન હોસ્પિટલમાં આંટાફેરા કરતા નજરે ચડયા છે,અગાઉ પણ જામનગર સિવિલ,હિંમતનગર સિવિલ,સુરત સિવિલમાં શ્વાન રખડતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે,તંત્ર મૌન સેવી રહ્યું છે અને કોઈ જવાબ આપવા તૈયાર નથી,ત્યારે જોવું રહ્યું કે રખડતા શ્વાનનો ત્રાસ હોસ્પિટલમાંથી કયારે દૂર થશે.

Surat Civil Hospitalમા વોર્ડની બહાર રખડતા શ્વાન નજરે પડતા દર્દીના સગાઓ હેરાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં
  • હોસ્પિટલના વોર્ડ બહાર શ્વાન નજરે પડયા
  • શ્વાનથી દર્દીના સગા-સંબંધી પરેશાન

સુરતની સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે,પહેલા પણ અનેક વખત રખડતા શ્વાન નજરે પડયા છે,ત્યારે ફરી વખત શ્વાન હોસ્પિટલમાં અંદર આવી ગયા અને વોર્ડની બહાર આંટાફેરા મારી રહ્યાં હોય તેવો વીડિયો વાયરલ થયો છે.સિક્યુરિટી હોવા છતાં શ્વાનના બિન્દાસ આંટાફેરા મારી રહ્યાં છે,વોર્ડની બહાર દર્દીઓના સગા બેઠા હોય તેઓમાં ગભરાહટ જોવા મળ્યો છે.

સિવિલ હોસ્પિટલમાં શ્વાન રાજ

સુરતની સિવિલ હોસ્પિટલમાં રોજના હજારો લોકો સારવાર લેવા માટે આવતા હોય છે.તેમજ સિવિલ વોર્ડમાં અલગ-અલગ વોર્ડ પ્રમાણે દર્દીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે,ત્યારે આ હોસ્પિટલમાં શ્વાનના આંટાફેરાથી દર્દીઓ તેમજ તેમના સગામાં ગભરાહટ ફેલાઈ ગયો છે,દર્દીઓના સગાને જો કોઈ શ્વાન કરડશે તો તેના માટે કોણ જવાબદાર રહેશે તે સવાલ સતત મગજમાં ફરી રહ્યો છે,સાથે સાથે શ્વાન ઘણીવાર વોર્ડમાં પણ અંદર ઘુસી ગયા છે તેવી ઘટનાઓ સામે આવી છે.


શું ? સિક્યુરિટી માત્ર શોભાના ગાંઠિયા છે

સિવિલમાં આટલી બધી સિક્યુરિટી હોવા છતાં કેમ અનેક વાર શ્વાન ઘૂસી જાય છે તે પણ એક સવાલ છે,સાથે સાથે સિકયુરિટી આ શ્વાનને જોવે છે તેમ છત્તા તેમને ભગાડતા નથી,કોઈ દર્દી અથવા તેમના સગાને શ્વાન કરડી જાય તેની રાહ જોવાઈ રહી છે ?સિવિલના સત્તાધીશો આ સિકયુરિટી સામે પગલા ભરે તે જરૂરી બન્યું છે.

સરકારી હોસ્પિટલમાં અનેકવાર ઘૂસે છે શ્વાન

રાજયમાં આવેલી સરકારી હોસ્પિટલમાં અનેકવાર શ્વાન હોસ્પિટલમાં આંટાફેરા કરતા નજરે ચડયા છે,અગાઉ પણ જામનગર સિવિલ,હિંમતનગર સિવિલ,સુરત સિવિલમાં શ્વાન રખડતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે,તંત્ર મૌન સેવી રહ્યું છે અને કોઈ જવાબ આપવા તૈયાર નથી,ત્યારે જોવું રહ્યું કે રખડતા શ્વાનનો ત્રાસ હોસ્પિટલમાંથી કયારે દૂર થશે.