Morbi News : સિરામિક કલ્સ્ટરની છ ફેક્ટરીમાં DGGI સાગમટે દરોડા

એક હજાર કરોડના બોગસ ઈ-વે બિલ કાંડ બાદ ચોરો પર સપાટોબોગસ ઈ-વે બિલ જનરેટ કરી કરોડો રૂપિયાની GST ચોરીનો પદાર્ફાશ DGGI દ્વારા કરવામા આવ્યો હતો રાજકોટ અને અમદાવાદ DGGIની ટીમે કુલ 6 વીટ્રીફાઈડ યુનિટો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે રાજકોટ DGGI ના રીજિયોનલ યુનિટ દ્વારા થોડાSસમય પહેલા રૂ.1 હજાર કરોડનું બોગસ ઈ-વે બિલ કૌભાંડ ઝડપી લેવામાં આવ્યા બાદ તલવાર મ્યાન કરી લીધી હતી અને તેમાંય ચૂંટણી જાહેર થઈ જતા ઈન્વેસ્ટીગેશનને બ્રેક મારી દેવામાં આવી હતી અને તેથી મોરબીના GST ચોરોને એવું લાગી રહ્યું હતું કે હવે DGGI કોઈ એકશન નહીં કરે પણ આજે આ બોગસ ઈ-વે બિલ કૌભાંડના સંદર્ભમાં બપોર બાદ રાજકોટ અને અમદાવાદના 50 જેટલા અધિકારીઓના કાફલાએ મોરબીના 6 સિરામિક યુનિટો પર સર્ચ ઓપરેશન હાથ ધરતા સિરામીક ઉદ્યોગકારોમાં ચહલપહલ મચી જવા પામી હતી. મોરબીના સુત્રોમાંથી મળતી વિગતો મુજબ માત્ર બોગસ ઈ-વે બિલ જનરેટ કરી કરોડો રૂપિયાની GST ચોરીનો પદાર્ફાશ DGGI રાજકોટના યુનિટ દ્વારા કરવામા આવ્યો હતો અને જે તે સસમયે એક શખ્સની આ કૌભાંડના સંદર્ભમાં ધરપકડ પણ કરવામા આવી હતી અને હજુંપણ એક શખ્સ નાસતો ફરે છે તે કૌભાંડના મુળિયા સુધી DGGIની ટીમ દ્વારા પહોચવા માટે ગુપ્તાથી ડેટા એકત્ર કરવામા આવી રહ્યા હતા અને સાથોસાથ બાતમીદારોના નેટવર્કને સતેજ કરવામા આવ્યું હતું.તેવામાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થતા DGGIએ તલવાર મ્યાન કરી લીધી હતી અને તેને લઈને મોરબીના GSt ચોરોને એમ લાગતું હતું કે હવે DGGI કોઈ ઓપરેશન હાથ નહીં ધરે પણ તેમની ગણતરી ઉંધી પડી હતી અને બુધવારના બપોર બાદ રાજકોટ તથા અમદાવાદના સ્ટાફે એકીસાથે 6 સિરામિકના વીટ્રીફાઈડ યુનિટ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે અને તમામ યુનિટોમાં ડોકયુમેન્ટની ચકાસણી,ટ્રાન્સપોર્ટની બીલ્ટી,ખરીદ-વેચાણના વ્યવહારો,નાણાકીય વ્યવહાર,આંગડીયાથી કરવામા આવેલ વ્યવહાર અને બોગસ ઈ-વે બિલના આધારે કેટલું વેચાણ કરવામા આવ્યું છે તેની માહિતી મેળવવામા આવી રહી છે.એકાએક જ DGGIએ ઓપરેશન હાથ ધરતા સિરામિક કસ્ટરમાં ચહલપહલ વધી જવા પામી છે અને કંઈ ફેકટરીઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે તેની વિગતો મેળવવા માટે ફોન ધણધણવા મંડયા હતા. રાજકોટ અને અમદાવાદ DGGIની ટીમે હાથ ધરેલા સર્ચ ઓપરેશન દરમિયાન કુલ 6 વીટ્રીફાઈડ યુનિટો પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે તેમાં લેમોરેક્ષ ગ્રેનિટો,લુફટોન ટાઈલ્સ,લોવેલ સિરામીક,લીયોના સિરામિક, ક્વિટા સિરામિક અને મોન્ઝો સિરામિકનો સમાવેશ થાય છે.

Morbi News : સિરામિક કલ્સ્ટરની છ ફેક્ટરીમાં DGGI સાગમટે દરોડા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • એક હજાર કરોડના બોગસ ઈ-વે બિલ કાંડ બાદ ચોરો પર સપાટો
  • બોગસ ઈ-વે બિલ જનરેટ કરી કરોડો રૂપિયાની GST ચોરીનો પદાર્ફાશ DGGI દ્વારા કરવામા આવ્યો હતો
  • રાજકોટ અને અમદાવાદ DGGIની ટીમે કુલ 6 વીટ્રીફાઈડ યુનિટો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે

રાજકોટ DGGI ના રીજિયોનલ યુનિટ દ્વારા થોડાSસમય પહેલા રૂ.1 હજાર કરોડનું બોગસ ઈ-વે બિલ કૌભાંડ ઝડપી લેવામાં આવ્યા બાદ તલવાર મ્યાન કરી લીધી હતી અને તેમાંય ચૂંટણી જાહેર થઈ જતા ઈન્વેસ્ટીગેશનને બ્રેક મારી દેવામાં આવી હતી અને તેથી મોરબીના GST ચોરોને એવું લાગી રહ્યું હતું કે હવે DGGI કોઈ એકશન નહીં કરે પણ આજે આ બોગસ ઈ-વે બિલ કૌભાંડના સંદર્ભમાં બપોર બાદ રાજકોટ અને અમદાવાદના 50 જેટલા અધિકારીઓના કાફલાએ મોરબીના 6 સિરામિક યુનિટો પર સર્ચ ઓપરેશન હાથ ધરતા સિરામીક ઉદ્યોગકારોમાં ચહલપહલ મચી જવા પામી હતી.

મોરબીના સુત્રોમાંથી મળતી વિગતો મુજબ માત્ર બોગસ ઈ-વે બિલ જનરેટ કરી કરોડો રૂપિયાની GST ચોરીનો પદાર્ફાશ DGGI રાજકોટના યુનિટ દ્વારા કરવામા આવ્યો હતો અને જે તે સસમયે એક શખ્સની આ કૌભાંડના સંદર્ભમાં ધરપકડ પણ કરવામા આવી હતી અને હજુંપણ એક શખ્સ નાસતો ફરે છે તે કૌભાંડના મુળિયા સુધી DGGIની ટીમ દ્વારા પહોચવા માટે ગુપ્તાથી ડેટા એકત્ર કરવામા આવી રહ્યા હતા અને સાથોસાથ બાતમીદારોના નેટવર્કને સતેજ કરવામા આવ્યું હતું.તેવામાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થતા DGGIએ તલવાર મ્યાન કરી લીધી હતી અને તેને લઈને મોરબીના GSt ચોરોને એમ લાગતું હતું કે હવે DGGI કોઈ ઓપરેશન હાથ નહીં ધરે પણ તેમની ગણતરી ઉંધી પડી હતી અને બુધવારના બપોર બાદ રાજકોટ તથા અમદાવાદના સ્ટાફે એકીસાથે 6 સિરામિકના વીટ્રીફાઈડ યુનિટ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે અને તમામ યુનિટોમાં ડોકયુમેન્ટની ચકાસણી,ટ્રાન્સપોર્ટની બીલ્ટી,ખરીદ-વેચાણના વ્યવહારો,નાણાકીય વ્યવહાર,આંગડીયાથી કરવામા આવેલ વ્યવહાર અને બોગસ ઈ-વે બિલના આધારે કેટલું વેચાણ કરવામા આવ્યું છે તેની માહિતી મેળવવામા આવી રહી છે.એકાએક જ DGGIએ ઓપરેશન હાથ ધરતા સિરામિક કસ્ટરમાં ચહલપહલ વધી જવા પામી છે અને કંઈ ફેકટરીઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે તેની વિગતો મેળવવા માટે ફોન ધણધણવા મંડયા હતા. રાજકોટ અને અમદાવાદ DGGIની ટીમે હાથ ધરેલા સર્ચ ઓપરેશન દરમિયાન કુલ 6 વીટ્રીફાઈડ યુનિટો પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે તેમાં લેમોરેક્ષ ગ્રેનિટો,લુફટોન ટાઈલ્સ,લોવેલ સિરામીક,લીયોના સિરામિક, ક્વિટા સિરામિક અને મોન્ઝો સિરામિકનો સમાવેશ થાય છે.