Vadodarના જાંબુઆના BSUP આવાસના મકાનમાં છત પડતા વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત

છતના પોપડા પડતા વૃદ્ધા થયા હતા ઇજાગ્રસ્ત અગાઉ પાલિકા દ્વારા જર્જરિત ઇમારતોને અપાઈ હતી નોટિસ 12 વર્ષ અગાઉ BSUP આવાસો બનાવવામાં આવ્યા હતા વડોદરા મહાનગર સેવાસદન દ્વારા 12 વર્ષ પહેલા શહેરના જાંબુઆ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં BSUP આવાસો બનાવવામાં આવ્યા હતા.જે પૈકીના જાંબુઆ ખાતે આવેલ આવાસના એક મકાનના રૂમની છત પડતા પરિવારની એક વૃદ્ધાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાદમાં તેઓએ સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું છે. સારવાર દરમિયાન મોત વડોદરા શહેરમાં જાંબુઆ BSUP આવાસના મકાનમાં રહેતી જનાબેન હરિભાઇ કદમ સુતા હતા તે દરમિયાન તેમની ઉપર ગત બુધવારે રાત્રે મકાનની છતના પોપડા તૂટી પડતા તેને ઇજા પહોંચી હતી. આ બનાવને લઇ આવાસ યોજનાના લોકો ભેગા થઈ ગયા હતા. ઇજાગ્રસ્તને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયાં મોડી રાત્રે ઇજાગ્રસ્ત વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. હરણી આવાસમાં પણ બાલ્કની તૂટતા એકનુ મોત હરણી આવાસ યોજનાના મકાનમાં રહેતી નયનાબેન નરેશભાઈ જાદવબાલ્કનીમાં ઊભા હતા. ત્યારે બાલ્કની તૂટી પડતા તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. આવાસના મકાનોમાં પોલમપોલ વડોદરા કોર્પોરેશન દ્વારા 12 વર્ષ પહેલા શહેરના જાંબુઆ સહિત વિવિધ વિસ્તારોમાં આવાસો બનાવવામાં આવ્યા હતા. પરંતુ આવાસોમાં વ્યાપક પણે ભ્રષ્ટાચાર થયો હોવાના પણ જે તે સમયે આક્ષેપો થયા હતા. આખરે આવાસોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાતને સમર્થન આપતી ઘટનાઓ છેલ્લા કેટલાક સમયથી શરૂઆત થઈ ગઈ છે. થોડા સમય પહેલા શહેરના કિશનવાડી વિસ્તારમાં પણ આવાસની પેરાફીટ પડી જતા એક વ્યક્તિને ઈજા પહોંચી હતી.

Vadodarના જાંબુઆના BSUP આવાસના મકાનમાં છત પડતા વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • છતના પોપડા પડતા વૃદ્ધા થયા હતા ઇજાગ્રસ્ત
  • અગાઉ પાલિકા દ્વારા જર્જરિત ઇમારતોને અપાઈ હતી નોટિસ
  • 12 વર્ષ અગાઉ BSUP આવાસો બનાવવામાં આવ્યા હતા

વડોદરા મહાનગર સેવાસદન દ્વારા 12 વર્ષ પહેલા શહેરના જાંબુઆ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં BSUP આવાસો બનાવવામાં આવ્યા હતા.જે પૈકીના જાંબુઆ ખાતે આવેલ આવાસના એક મકાનના રૂમની છત પડતા પરિવારની એક વૃદ્ધાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાદમાં તેઓએ સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું છે.

સારવાર દરમિયાન મોત

વડોદરા શહેરમાં જાંબુઆ BSUP આવાસના મકાનમાં રહેતી જનાબેન હરિભાઇ કદમ સુતા હતા તે દરમિયાન તેમની ઉપર ગત બુધવારે રાત્રે મકાનની છતના પોપડા તૂટી પડતા તેને ઇજા પહોંચી હતી. આ બનાવને લઇ આવાસ યોજનાના લોકો ભેગા થઈ ગયા હતા. ઇજાગ્રસ્તને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયાં મોડી રાત્રે ઇજાગ્રસ્ત વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

હરણી આવાસમાં પણ બાલ્કની તૂટતા એકનુ મોત

હરણી આવાસ યોજનાના મકાનમાં રહેતી નયનાબેન નરેશભાઈ જાદવબાલ્કનીમાં ઊભા હતા. ત્યારે બાલ્કની તૂટી પડતા તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું.

આવાસના મકાનોમાં પોલમપોલ

વડોદરા કોર્પોરેશન દ્વારા 12 વર્ષ પહેલા શહેરના જાંબુઆ સહિત વિવિધ વિસ્તારોમાં આવાસો બનાવવામાં આવ્યા હતા. પરંતુ આવાસોમાં વ્યાપક પણે ભ્રષ્ટાચાર થયો હોવાના પણ જે તે સમયે આક્ષેપો થયા હતા. આખરે આવાસોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાતને સમર્થન આપતી ઘટનાઓ છેલ્લા કેટલાક સમયથી શરૂઆત થઈ ગઈ છે. થોડા સમય પહેલા શહેરના કિશનવાડી વિસ્તારમાં પણ આવાસની પેરાફીટ પડી જતા એક વ્યક્તિને ઈજા પહોંચી હતી.