Rajkot Jailમાં મનસુખ સાગઠિયા પાસે માથાભારે શખ્સોએ 4 લાખ પડાવ્યાનો લાગ્યો આક્ષેપ

રાજકોટ જેલની અંદર સાગઠીયાને માથાભારે શખ્સે બાથરૂમ પાસે દબાવ્યો હત્યા સહિતના ગુનામાં સંડોવાયેલા શખ્સે જેલની અંદર માગ્યા રૂપિયા સાગઠિયાએ 4 લાખ રૂપિયા મંગાવીને શખ્સને આપ્યા હોવાની ચર્ચા રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં આરોપી અને પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠિયા હાલ રાજકોટ જેલમાં છે. જો કે, જેલમાં મનસુખ સાગઠિયાને કડવો અનુભવ થયો હોવાની વાત સૂત્રો તરફથી મળી રહી છે. જેલમાં માથાભારે શખ્સે પૂર્વ TPO સાગઠિયાને બાથરૂમ પાસે દબોચ્યો હતો અને રૂ. 4 લાખની માગણી કરી હતી. બહારથી 4 લાખ રૂપિયા લાવ્યા હોવાનો આક્ષેપ રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં બાળકો સહિત 27 લોકો જીવતા ભૂંજાયા હતા. આ ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું. આ કેસની તપાસમાં પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠિયાની ધરપકડ કરવામાં આવી હતી. હાલ સાગઠિયા રાજકોટ જેલમાં છે. ત્યારે માહિતી મળી છે કે, જેલમાં પૂર્વ TPO સાગઠિયાને ખૂબ જ કડવો અનુભવ થયો છે. જેલમાં હત્યા સહિતના ગુનામાં સંડોવાયેલા એક માથા ભારે શખ્સે સાગઠિયાને બાથરૂમ પાસે દબોચ્યો હતો અને રૂ. 4 લાખની માગણી કરી હતી. સામા કાંઠા વિસ્તારનાં માથાભારે શખ્સે એટલું દબાણ કર્યું કે સાગઠિયાએ બહારથી રૂ.4 લાખની વ્યવસ્થા કરવી પડી હતી. સાગઠિયાને લઈ એસીબીની તપાસ ચાલુ બીજી તરફ આરોપી સાગઠિયા વિરુદ્ધ ACB બાદ હવે IT વિભાગે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમિયાન મનસુખ સાગઠિયાની ઓફિસમાંથી કરોડો રૂપિયાની રોકડ અને સોનું મળી આવ્યું હતું. આ મામલે હવે IT વિભાગે તપાસ આદરી છે. માહિતી મુજબ, સાગઠિયાની ઓફિસમાંથી 400 થી વધુ ઘરેણાં મળ્યા હતા, જેમાં 200 ગ્રામ સોનાના હાર, 800 ગ્રામ સોનાનો કંદોરો સામેલ હતા. રૂપિયાનાં બદલે સાગઠિયા દાગીના લેતો હતો કે કેમ ? તેની તપાસ કરાશે. સાગઠિયાના સોનાની ખરીદીનો રેલો જવેલર્સ સુધી પહોંચી શકે તેવી ચર્ચા છે. સાગઠિયાની ઓફીસમાંથી પાંચ કરોડ રોકડ અને 15 કિલો સોનું મળ્યુંમળતી માહિતી અનુસાર, રાજકોટ અગ્નિકાંડને લઈને એસઆઈટીની તપાસ ચાલી રહી છે. ત્યારે હવે એક નવો જ ઘટસ્ફોટ થયો છે. જેમાં પૂર્વ ટીપીઓ સાગઠિયાની ઓફિસનું સીલ એસીબીની ટીમ દ્વારા તોડી નાખવામાં આવ્યું હતું. આ સીલ ખોલતા જ ઓફિસમાંથી કરોડો રૂપિયાનો દલ્લો મળ્યો હતો. એસીબીને ઓફિસમાંથી પાંચ કરોડ રૂપિયા રોકડા અને 15 કિલો સોનું હાથ લાગ્યું હતું.

Rajkot Jailમાં મનસુખ સાગઠિયા પાસે માથાભારે શખ્સોએ 4 લાખ પડાવ્યાનો લાગ્યો આક્ષેપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટ જેલની અંદર સાગઠીયાને માથાભારે શખ્સે બાથરૂમ પાસે દબાવ્યો
  • હત્યા સહિતના ગુનામાં સંડોવાયેલા શખ્સે જેલની અંદર માગ્યા રૂપિયા
  • સાગઠિયાએ 4 લાખ રૂપિયા મંગાવીને શખ્સને આપ્યા હોવાની ચર્ચા

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં આરોપી અને પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠિયા હાલ રાજકોટ જેલમાં છે. જો કે, જેલમાં મનસુખ સાગઠિયાને કડવો અનુભવ થયો હોવાની વાત સૂત્રો તરફથી મળી રહી છે. જેલમાં માથાભારે શખ્સે પૂર્વ TPO સાગઠિયાને બાથરૂમ પાસે દબોચ્યો હતો અને રૂ. 4 લાખની માગણી કરી હતી.

બહારથી 4 લાખ રૂપિયા લાવ્યા હોવાનો આક્ષેપ

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં બાળકો સહિત 27 લોકો જીવતા ભૂંજાયા હતા. આ ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું. આ કેસની તપાસમાં પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠિયાની ધરપકડ કરવામાં આવી હતી. હાલ સાગઠિયા રાજકોટ જેલમાં છે. ત્યારે માહિતી મળી છે કે, જેલમાં પૂર્વ TPO સાગઠિયાને ખૂબ જ કડવો અનુભવ થયો છે. જેલમાં હત્યા સહિતના ગુનામાં સંડોવાયેલા એક માથા ભારે શખ્સે સાગઠિયાને બાથરૂમ પાસે દબોચ્યો હતો અને રૂ. 4 લાખની માગણી કરી હતી. સામા કાંઠા વિસ્તારનાં માથાભારે શખ્સે એટલું દબાણ કર્યું કે સાગઠિયાએ બહારથી રૂ.4 લાખની વ્યવસ્થા કરવી પડી હતી.

સાગઠિયાને લઈ એસીબીની તપાસ ચાલુ

બીજી તરફ આરોપી સાગઠિયા વિરુદ્ધ ACB બાદ હવે IT વિભાગે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમિયાન મનસુખ સાગઠિયાની ઓફિસમાંથી કરોડો રૂપિયાની રોકડ અને સોનું મળી આવ્યું હતું. આ મામલે હવે IT વિભાગે તપાસ આદરી છે. માહિતી મુજબ, સાગઠિયાની ઓફિસમાંથી 400 થી વધુ ઘરેણાં મળ્યા હતા, જેમાં 200 ગ્રામ સોનાના હાર, 800 ગ્રામ સોનાનો કંદોરો સામેલ હતા. રૂપિયાનાં બદલે સાગઠિયા દાગીના લેતો હતો કે કેમ ? તેની તપાસ કરાશે. સાગઠિયાના સોનાની ખરીદીનો રેલો જવેલર્સ સુધી પહોંચી શકે તેવી ચર્ચા છે.

સાગઠિયાની ઓફીસમાંથી પાંચ કરોડ રોકડ અને 15 કિલો સોનું મળ્યું

મળતી માહિતી અનુસાર, રાજકોટ અગ્નિકાંડને લઈને એસઆઈટીની તપાસ ચાલી રહી છે. ત્યારે હવે એક નવો જ ઘટસ્ફોટ થયો છે. જેમાં પૂર્વ ટીપીઓ સાગઠિયાની ઓફિસનું સીલ એસીબીની ટીમ દ્વારા તોડી નાખવામાં આવ્યું હતું. આ સીલ ખોલતા જ ઓફિસમાંથી કરોડો રૂપિયાનો દલ્લો મળ્યો હતો. એસીબીને ઓફિસમાંથી પાંચ કરોડ રૂપિયા રોકડા અને 15 કિલો સોનું હાથ લાગ્યું હતું.