Amit shah in Gujarat : શાનમાં સમજે એ સૌરાષ્ટ્રની જનતા

સુરતમાં ખાતુ ખોલવાનું કામ પતી ગયુ : અમિત શાહતમારો મત નરેન્દ્રમોદીને PM બનાવવા માટેનો છે  : અમિત શાહરમેશ ધડૂક સાચા જનસેવક છે  : અમિત શાહઆજે કેન્દ્રિય ગૃહમંત્રી અને ભાજપના ગુજરાતમાં સ્ટાર પ્રચારક અમિત શાહ લોકસભા ચૂંટણીના પ્રચાર માટે આવી ગયા છે. તેઓ દિવસ દરમિયાન 3 પ્રચાર સભા કરશે. સવારે પોરબંદર લોકસભા બેઠકમાં આવતા જામકંડોરણામાં, મધ્યાહન બાદ ભરૂચમાં અને બપોરે ગોધરામાં જાહેરસભાને સંબોધન કરશે. આ ઉપરાંત તેઓ વડોદરા શહેરમાં રોડ શો કરશે. જેમાં તેઓ ખુલ્લા વાહનમાં લોકસંપર્ક કરશે. શુક્રવારે રોડ-શો માટે ચાલતી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.આજે તેઓએ પહેલી જનસભા રાજકોટના જામકંડોરણા ખાતે કરી હતી,જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા.અમિત શાહે કોને યાદ કર્યાજામકંડોરણાની સભાની શરૂઆતમાં જ અમિત શાહે વિઠ્ઠલ રાદડીયાને શ્રધ્ધાજલિ આપી યાદ કર્યા હતા.બીજી તરફ રમેશ ધડૂક સાચા સમાજ સેવક છે અને તેમણે લોકો માટે ખૂબ કામ કર્યુ છે.સાથે સાથે તેમણે સૌરાષ્ટ્રના તમામ ધાર્મિક સ્થળોને પ્રણામ કર્યા હતા.તો અમિત શાહે સ્ટેજ પરથી કહ્યું કે,સૌરાષ્ટ્ર એ મહાત્માગાંધીની ભૂમિ છે.નરેન્દ્ર મોદીએ ગામે ગામ વિજળી પહોચાડી છે.રાજકોટમાં મેડીકલ કોલેજો વધી અને એઈમ્સની હોસ્પિટલ પણ આવી ગઈ છે.વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં મે 239 લોકસભામાં પ્રચાર કર્યો છે અને આજે ગુજરતામાં આવ્યો છુ.આ સમાચાર અપડેટ થઈ રહ્યાં છે.તમે અમારી સાથે જોડાયેલા રહેશો 

Amit shah in Gujarat : શાનમાં સમજે એ સૌરાષ્ટ્રની જનતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરતમાં ખાતુ ખોલવાનું કામ પતી ગયુ : અમિત શાહ
  • તમારો મત નરેન્દ્રમોદીને PM બનાવવા માટેનો છે  : અમિત શાહ
  • રમેશ ધડૂક સાચા જનસેવક છે  : અમિત શાહ

આજે કેન્દ્રિય ગૃહમંત્રી અને ભાજપના ગુજરાતમાં સ્ટાર પ્રચારક અમિત શાહ લોકસભા ચૂંટણીના પ્રચાર માટે આવી ગયા છે. તેઓ દિવસ દરમિયાન 3 પ્રચાર સભા કરશે. સવારે પોરબંદર લોકસભા બેઠકમાં આવતા જામકંડોરણામાં, મધ્યાહન બાદ ભરૂચમાં અને બપોરે ગોધરામાં જાહેરસભાને સંબોધન કરશે. આ ઉપરાંત તેઓ વડોદરા શહેરમાં રોડ શો કરશે. જેમાં તેઓ ખુલ્લા વાહનમાં લોકસંપર્ક કરશે. શુક્રવારે રોડ-શો માટે ચાલતી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.આજે તેઓએ પહેલી જનસભા રાજકોટના જામકંડોરણા ખાતે કરી હતી,જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા.

અમિત શાહે કોને યાદ કર્યા

જામકંડોરણાની સભાની શરૂઆતમાં જ અમિત શાહે વિઠ્ઠલ રાદડીયાને શ્રધ્ધાજલિ આપી યાદ કર્યા હતા.બીજી તરફ રમેશ ધડૂક સાચા સમાજ સેવક છે અને તેમણે લોકો માટે ખૂબ કામ કર્યુ છે.સાથે સાથે તેમણે સૌરાષ્ટ્રના તમામ ધાર્મિક સ્થળોને પ્રણામ કર્યા હતા.તો અમિત શાહે સ્ટેજ પરથી કહ્યું કે,સૌરાષ્ટ્ર એ મહાત્માગાંધીની ભૂમિ છે.નરેન્દ્ર મોદીએ ગામે ગામ વિજળી પહોચાડી છે.રાજકોટમાં મેડીકલ કોલેજો વધી અને એઈમ્સની હોસ્પિટલ પણ આવી ગઈ છે.વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં મે 239 લોકસભામાં પ્રચાર કર્યો છે અને આજે ગુજરતામાં આવ્યો છુ.


આ સમાચાર અપડેટ થઈ રહ્યાં છે.તમે અમારી સાથે જોડાયેલા રહેશો