Rajkot News: અગ્નિકાંડ મામલે હવે RMCના TP વિભાગના કર્મચારીઓની થશે પૂછપરછ

RMCના TP વિભાગના કર્મચારીઓની પૂછપરછસંબંધિત ફાઈલ સાથે પૂછપરછ માટે બોલાવ્યા અગાઉ 90થી વધુ લોકોના લીધા છે નિવેદન રાજકોટના ચકચારી TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે જ્યાં એક તરફ SIT દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તો બીજી બાજુ અગ્નિકાંડ મામલે આજે હાઇકોર્ટે સુનાવણી કરીને રાજ્ય સરકાર અને ધીમી તપાસને SITની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. ત્યારે હવે સામે આવી રહ્યું છે કે SIT દ્વારા તપાસ તેજ કરી દેવામાં આવી છે અને અધિકારીઓની સાથે સાથે હવે RMCના કર્મચારીઓની પણ તપાસ કરવામાં આવાશે. મળતી માહિતી મુજબ, રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે રાજકોટમાં SITની તપાસ તેજ કરી દેવામાં આવી છે. SIT દ્વારા હવે રાજકોટ મહાનગરપાલિકાના TP વિભાગના તમામ કર્મચારીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે RMCના TP વિભાગના કર્મચારીઓને સંબધિત ફાઈલ સાથે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. વધુમાં જાણવા મળી રહ્યું છે કે, SIT દ્વારા TRP ગેમઝોન સંબંધિત કાગળો અને ફાઈલોનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે. TPO સાગઠિયાએ મિનિટ્સ નોટ બોગસ બનાવી તેમ અન્ય કોઈ દસ્તાવેજ ખોટી રીતે ઉભા નથી કરાયા ને? તેના પર ખાસ નજર રાખવામાં આવશે. તો આ અગાઉ, SITએ અગાઉ પોલીસ, PGVCL, માર્ગ મકાન, RMC, ફાયર સહિત જુદા - જુદા વિભાગના 90 થી વધુ લોકોના નિવેદનો નોંધ્યા છે. સમગ્ર તપાસમાં દસ્તાવેજી પુરાવા જ મહત્વના સાબિત થવાના હોવાથી એક એક કાગળને એકથી વધુ વખત વેરીફાઈ કરવામાં આવશે.

Rajkot News: અગ્નિકાંડ મામલે હવે RMCના TP વિભાગના કર્મચારીઓની થશે પૂછપરછ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • RMCના TP વિભાગના કર્મચારીઓની પૂછપરછ
  • સંબંધિત ફાઈલ સાથે પૂછપરછ માટે બોલાવ્યા
  • અગાઉ 90થી વધુ લોકોના લીધા છે નિવેદન

રાજકોટના ચકચારી TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે જ્યાં એક તરફ SIT દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તો બીજી બાજુ અગ્નિકાંડ મામલે આજે હાઇકોર્ટે સુનાવણી કરીને રાજ્ય સરકાર અને ધીમી તપાસને SITની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. ત્યારે હવે સામે આવી રહ્યું છે કે SIT દ્વારા તપાસ તેજ કરી દેવામાં આવી છે અને અધિકારીઓની સાથે સાથે હવે RMCના કર્મચારીઓની પણ તપાસ કરવામાં આવાશે.

મળતી માહિતી મુજબ, રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે રાજકોટમાં SITની તપાસ તેજ કરી દેવામાં આવી છે. SIT દ્વારા હવે રાજકોટ મહાનગરપાલિકાના TP વિભાગના તમામ કર્મચારીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે RMCના TP વિભાગના કર્મચારીઓને સંબધિત ફાઈલ સાથે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.

વધુમાં જાણવા મળી રહ્યું છે કે, SIT દ્વારા TRP ગેમઝોન સંબંધિત કાગળો અને ફાઈલોનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે. TPO સાગઠિયાએ મિનિટ્સ નોટ બોગસ બનાવી તેમ અન્ય કોઈ દસ્તાવેજ ખોટી રીતે ઉભા નથી કરાયા ને? તેના પર ખાસ નજર રાખવામાં આવશે.

તો આ અગાઉ, SITએ અગાઉ પોલીસ, PGVCL, માર્ગ મકાન, RMC, ફાયર સહિત જુદા - જુદા વિભાગના 90 થી વધુ લોકોના નિવેદનો નોંધ્યા છે. સમગ્ર તપાસમાં દસ્તાવેજી પુરાવા જ મહત્વના સાબિત થવાના હોવાથી એક એક કાગળને એકથી વધુ વખત વેરીફાઈ કરવામાં આવશે.